SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ હોય, એવું પણ કહેવાશે ? નહિ; ત્યારે વિષયોનું સેવન કરનારો અને પરિગ્રહનો સંગ કરનારો ષટ્કાયની હિંસાદિથી બચી શકતો હોય, એ પણ શક્ય છે ? હજુ સ્થૂલ હિંસા, સ્થૂલ અસત્ય અને સ્થૂલ અદત્તાદાનથી એ આઘો રહેતો હોય તો એ બનવાજોગ છે : કેમ કે-કેટલાક જીવો એવા પણ હોય છે કે- ‘અત્યારે આપણને પૈસા વગર ચાલતું નથી, અમુક અમુક ભોગ વગર પણ આપણને ચાલતું નથી, કેમ કે-સંસારમાં બેઠા છીએ; અને, સંસાર તો હિંસામય છે; એટલે હિંસાદિથી પણ સર્વથા બચી શકાતું નથી; પણ આપણે ભોગ માટે ને પરિગ્રહ માટે અસત્ય બોલવું નહિ અને ચોરી કરવી નહિ.’ -એવા પ્રકારની વૃત્તિવાળા હોય ! તમે જો એમ કહો કે- · અમે લાચાર છીએ કે અમને ભોગ વિના ચાલતું નથી, ભોગ વિના ચાલતું નથી એટલે પરિગ્રહ વિના ચાલતું નથી અને ભોગ તથા પરિગ્રહ વિના ચાલતું નથી એટલે અમે ષટ્કાયની હિંસાદિથી સર્વથા બચી શકતા નથી, પણ અમે ગમે તેવી સ્થિતિમાં મૂકાઇ જઇએ તોય અસત્ય બોલીએ નહિ અને ચોરી કરીએ નહિ.’-તો એ સાંભળીને અમે રાજી થઇએ ! પણ, આ સંસારમાં એવા પણ જીવો હોય ને કે જેમણે હિંસા આદિ પાંચ મહા પાપોનો ત્યાગ સ્થૂલપણે પણ કરેલો હોય નહિ ? એવા બધા જે જીવો, તેમાના જે જીવો સમ્યગ્દર્શન ગુણને પામેલા હોય, એ જીવોને માટે પણ શાસ્ત્ર કહે છે કે- ‘નરક અને તિર્યંચગતિનાં દ્વાર એ જીવોને માટે બંધ અને દેવતાઇ સુખો, માનુષિક સુખો તથા મુક્તિસુખ એ જીવોને સ્વાધીન !’ ત્યારે વિચાર કરવો જોઇએ કે-એમ થાય છે, તો એમ થવાનું કારણ શું છે ? હિંસાદિ ચાલુ છે, વિરતિ છે નહિ, છતાં પણ આવું બને છે, તો એ શોધવું જોઇએ કે-એ જીવો કેવા મનોભાવના સ્વામી હોય ! કરણીમાં તો કાંઇ ભલીવાર નથી, કરણી તો પાપકરણી જ છે, તો પછી એ કરણી છતાં સમ્યદ્રષ્ટિ જીવોને દુર્ગતિથી ઉગારી લેનારી ચીજ કયી છે ? અને, એમને દેવતાઇ વગેરે સુખને સ્વાધીન બનાવનારી ચીજ કયી છે ? ત્યાં, મનોભાવનો વિચાર કર્યા વિના નહિ ચાલે અને એ વિચાર પણ યોગ્ય સ્વરૂપમાં કરવો પડશે. મનોભાવનું ફળ આ વિષયમાં આપણે જેમ જેમ વિચાર કરીએ, તેમ તેમ આપણને દર્શનમોહનીયના ક્ષયોપશમની મહત્તા સમજાય. એ ક્ષયોપશમ ભાવ જ, સમ્યદ્રષ્ટિ જીવ દ્વારા થતી પાપકરણીઓમાંથી પાપના રસને નીચોવી નાખે છે; એ ક્ષયોપશમ ભાવ જ, સમ્યદ્રષ્ટિ જીવને પુણ્યબંધમાં સહાયક બને છે; અને, એ ક્ષયોપશમ ભાવ દ્વારા જ સમ્યદ્રષ્ટિ જીવ નિર્જરાને સાધનારો બને છે. એ પાપ કરે તે ન છૂટકે કરે કે પાપ કરવા માટે કરે ? તેવા પ્રકારના કર્મના ઉદયને કારણે એને હિંસાદિક જે પાપ કરવું પડે, તેમાં રસ તો એને હોય જ નહિ ને ? એટલે, એનો * આ પાપ ન કરવું પડે તો સારૂં.' -એવો મનોભાવ જેમ બન્યો રહે, તેમ ‘પાપ કરવું પડે તો તે ઓછામાં ઓછું કરવું પડે તો સારૂં.' -એવો મનોભાવ પણ બન્યો રહે; અને તે સાથે ‘આ પાપથો ક્યારે છૂટાય ?’ –એવો મનોભાવ પણ બન્યો રહે. જેમ પાપકરણીનું ફ્ળ હોય, તેમ આ મનોભાવનું ફ્ક્ત પણ હોય ને ? અને, આ મનોભાવનું ફ્ળ ઘણું વધી જાય એવું પણ બને ને ? પાપકરણી કરતે કરતે પણ આ મનોભાવને લીધે એ જીવ ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ સાધનારો બને, એવું પણ બને ને ? આવી રીતિએ તમે વિચાર કરો, તો તમને શાસ્ત્રે જે કહ્યું કે- ‘સમ્યગ્દર્શન ગુણ પ્રાપ્ત થયે છતે નરક અને તિર્યંચ ગતિનાં દ્વાર બંધ થઇ જાય છે અને દેવતાઇ સુખો તથા માનુષિક સુખો અને Page 85 of 197
SR No.009174
Book TitleChoud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy