________________
જે
આપણને ખબર પડે ? જે કાંઇ સારૂં આપણને લાગતું હોય, તે કરવાનું આપણને બહુ મન ? સારૂં ન કરી શકાય તોય સારૂં જ કરવાનો તલસાટ ઘણો ? અને, ખરાબ જે કાંઇ લાગે તેનાથી આઘા રહેવાનું મન પણ ઘણું ? આપણે જે કાંઇ ખરાબ કરવું પડે, તેને માટે આપણને એમ જ લાગે કે-આપણે ખરાબ જ કરીએ છીએ ? ‘હું આ ખરાબ કરૂં છું એ ખોટું કરૂં છું; આ જે હું કરૂં છું તે સારૂં નથી.’ -એવું જ લાગ્યા કરે અને ‘હોય એ તો; ચાલે એ તો.' -એવો કોઇ ભાવ આત્મામાં પ્રગટે નહિ, એવા આત્મા કેટલા મળે ? વર્તમાનમાંની ખરાબી છઠ્ઠ ગુણસ્થાનકે જીવ પહોંચે ત્યારે જ ન હોય ને ? આગળ વધીને કહીએ તો, જીવ જ્યારે સાતમે ગુણસ્થાનકે વર્તતો હોય, ત્યારે જ તેના વર્તનમાં ખરાબીનો અભાવ છે એમ કહી શકાય ને ? કેમ કે-સાતમે ગુણસ્થાનકે પ્રમાદ હોતો નથી. તે પહેલાં ખરાબીનો સંભવ ખરો ? છઠ્ઠ ગુણસ્થાનકે રહેલો આત્મા પ્રમાદ સેવે, એવુંય બને ને ? પણ, છઠ્ઠ ગુણસ્થાનકે રહેલો આત્મા જે પ્રમાદ સેવે, તેને એ સારો માને ? એ પ્રમાદને એ સેવવા જેવો માને ? નહિ જ ને ? હવે પાંચમે ગુણસ્થાનકે રહેલો સંસારને તજેલો હોય ? કે, પાંચમે ગુણસ્થાનકે રહેલો જીવ સંસારમાં હોય ? સંસારમાં એ રહેલો હોય અને સંસારને એ સેવતો પણ હોય, તેમ છતાં પણ સંસારમાં રહેવું એને અને સંસારને સેવવો એને એ સારૂ માનતો હોય ? સંસારમાં રહેવું એય ખરાબ છે અને સંસારને સેવવો એય ખરાબ છે, એમ જ એ માનતો હોય ને ? એથી જ, એણે જેટલી વિરતિ સ્વીકારી હોય એનો એને આનન્દ હોય ને ? અને, સ્વીકારેલી વિરતિના અભ્યાસથી પરિપૂર્ણપણે વિરતિ પામવાનું એનું મન હોય ને ? ત્યારે, ચોથે ગુણસ્થાનકે રહેલો જીવ કેવો હોય ? થાડી પણવિરતિ તરીકે વિરતિ કરનારો એ ન હોય ને ? ચોથા ગુણસ્થાનકે રહેલા જીવને બધી જ અવરિતિ બેઠેલી હોય, એમ કહેવાય ને ? એ જીવ અવિરતિને સેવતો હોય, પણ ‘હું અવિરતિ સેવું છું એ સારૂં નથી.’ -એમ એ જીવ માનતો હોય ને ? આવી રીતિએ, પોતે જે કાંઇ પણ પ્રમાદ સેવતા હોય, પોતે જે કાંઇ પણ અવિરતિ સેવતા હોય, તેને ખરાબ માનનારા જીવ આ સંસારમાં કેટલા ? આ સંસારમાં એવા જીવેય થોડાક જ હોય ને ? સારાને સારૂં અને ખરાબને ખરાબ જ માને
જે કાંઇ સારૂં તેને જ સારા તરીકે માનવું અને જે કાંઇ ખરાબ તેને ખરાબ જ માનવું, એ કાંઇ સહેલું નથો. પહેલાં તો, સારૂં શું અને ખરાબ શું-એ સમજાવું મુશ્કેલ; અને, એ સમજાય તે છતાં પણ એ રૂચવું મુશ્કેલ ! સારાને જ સારૂં માને અને ખરાબને ખરાબ જ માને, એવા જીવો આ સંસારમાં થોડા હોય છે. ચક્ષુથી કોઇ પણ પ્રકારના રૂપને રાગથી જોવું અગર ચક્ષુથી અણગમતું રૂપ દેખાય તો દ્વેષ પેદા થવો, કાનથી શબ્દ મનગમતો હોય તો રાગથી સાંભળવો અને અણગમતો હોય તો એ સાંભળીને ધ્વંશ કરવો, એમ પાંચેય ઇન્દ્રિયના પાંચેય વિષય રાગથી સેવવા એય ભૂંડું છે અને એમાં જે અણગમતા લાગે એનો દ્વેષ કરવો એય ભૂંડું છે, આવું દુનિયામાં બધા જ સમજે છે ? ને, બધા જ એવું માને છે ? સારાને જ સારૂં અને ખરાબને ખરાબ જ માનવાનો ગુણ, એ પણ એક મોટો ગુણ છે, એ સમજવાની જરૂર છે. એ વાત જેઓને નહિ સમજાઇ હોય, તેઓને શાસ્ત્ર જે કહે છે કે‘સમ્યગ્દર્શન ગુણ પ્રાપ્ત થયે છતે એ જીવને માટે નરક-તિર્યંચ એ બે દુર્ગતિનાં દ્વાર બંધ થઇ જાય છે; અને દવતાઇ સુખો, માનુષિક સુખો તથા મુક્તિસુખ એને સ્વાધીન બની જાય છે.' -એ વાત સમજાશે નહિ.
Page 82 of 197