________________
દળિયામાંથી બની શકે તેટલાં દળિયાંને પણ જીવ આ અન્તર્મુહૂર્તમાં જ ઉદયમાં લાવી દઇને ખપાવી નાખે છે; અને, મિથ્યાત્વનાં જ દળિયાંને જીવ આ રીતિએ એક અન્તર્મુહૂર્ત વહેલાં ઉદયમાં લાવી શકતો નથી,તે દળિયાંની સ્થિતિને એ વધારી દે છે, કે જેથી આ અનિવૃત્તિકરણના અન્તર્મુહૂર્ત પછીનું જે અન્તર્મુહૂર્ત હોય છે, તે અન્તર્મુહૂર્તમાં મિથ્યાત્વના એક પણ દળિયાનો ઉદય અસંભવિત બની જાય. એ જે અનિવૃત્તિ કરણ પછીનું અન્તર્મુહૂર્ત હોય છે, તે અન્તર્મુહૂર્તમાં જીવનો જે પરિણામ હોય છે, તે પરિણામને અન્તરકરણ તરીકે ઓળખવામાં આવે છે.
અન્તર રણથી સધાતું કાર્ય
આ અન્તર કરણનું અન્તર્મુહૂર્ત, એટલે એવું અન્તર્મુહૂર્ત કે જે અન્તર્મુહૂર્તમાં જીવને મિથ્યાત્વ મોહનીયનાં દળિયાંનો ન તો પ્રદેશથી ઉદય હોય, ન તો વિપાકથી ઉદય હોય. માત્ર સત્તામાં જ મિથ્યાત્વ મોહનીયનાં દળિયાં હોય. સત્તામાં રહેલાં મિથ્યાત્વ મોહનીયનાં દળિયાંની સાઇનું કામ, જીવ, એ અન્તર કરણના અન્તર્મુહૂર્તમાં કરે છે. અન્તર કરણ દ્વારા જીવ મિથ્યાત્વ મોહનીયનાં દળિયાંની સાઇનું જે કામ કરે છે, તેમાં બધાંય દળિયાં સાફ થતાં નથી. બધાં દળિયાં શુદ્ધ બનતાં નથી. કેટલાંક દળિયાં શુદ્ધ બને છે, કેટલાંક દળિયાં શુદ્ધાશુદ્ધ બને છે અને કેટલાંક દળિયાં અશુદ્વનાં અશુદ્ધ કાયમ રહે છે. આમ, મિથ્યાત્વ મોહનીયનાં દળિયાં ત્રણ વિભાગમાં વહેંચાઇ જાય છે. તેમાંના જે દળિયાં શુદ્ધ બને છે, તે દળિયાંના સમૂહને સમ્યક્ત્વ મોહનીયનો પુંજ કહેવાય છે; તેમાંનાં જે દળિયાં અર્ધ શુદ્ધ અથવા તો શુદ્ધાશુદ્ધ બને છે, તે દળિયાંના સમૂહને મિશ્ર મોહનીયનો પુંજ કહેવાય છે; અને, બાકી રહેલાં અશુદ્ધ દળિયાંના સમૂહને મિથ્યાત્વ મોહનીયનો પુંજ કહેવાય છે.
21. એ પરિણામ કેવો હોતા હશે ?
એ પરિણામ કેવો હોય, એ તો જ્ઞાની જ જાણી શકે. એમ કહેવાય કે-એવા અપૂર્વ આનન્દનો અનુભવ હોય, કે જેને વાણીમાં મૂકી શકાય નહિ. એટલી કલ્પના જરૂર થઇ શકે કે-મિથ્યાત્વ મોહનીયના ઉદયે જે પરિણામ જન્મે, તેનાથી તદ્દન ઊલટા સ્વરૂપનો એ પરિણામ હોય. કુદેવ, કુગુરૂ અને કુધર્મના ત્યાગસ્વરૂપ તેમ જ સુદેવ, સુગુરુ અને સુધર્મના સ્વીકાર સ્વરૂપ એ પરિણામ હોય જ, કેમ કે-મિથ્યાત્વ મોહનીયનો એ વખતે પ્રદેશોદયેય નથી અને વિપાકોદયેય નથી. એ વખતે, મોક્ષના શુદ્ધ ઉપાયને લગતો જ પરિણામ હોય અને તો જ મિથ્યાત્વ મોહનીયનાં સત્તાગત દળિયાં શુદ્ધ બને ને ?
ત્રણમાંથી કોઇ એક પુંજનો ઉદય થાય ઃ
આ રીતિએ અનિવૃત્તિકરણ દ્વારા જીવ જે સમ્યક્ત્વને પામે છે, તે સમ્યક્ત્વને ઔપશમિક સમ્યક્ત્વ કહેવાય છે. એ ઉપશમ સમ્યક્ત્વનું જે અન્તર્મુહૂર્ત, એ જ અન્તર કરણનું અન્તર્મુહૂર્ત ! કોદરા નામનું જે ધાન્ય હોય છે, તેના ઉપર મીણો હોય છે. જ્યારે એ મીણો બરાબર ધોવાઇ જાય છે અને એ ધાન્ય ચોખ્ખું બની જાય છે, ત્યારે એ કોદરી કહેવાય છે. મીણાવાળું ધાન્ય તે કોદરા અને સાવ મીણા વગરનું ધાન્ય તે કોદરી. એ ધાન્યને સાફ કરતાં મીણો થોડો ગયો હોય ને થોડો રહ્યો હોય એવું પણ બને છે અને અમુક દાણા ઉપરથી મીણો ગયો ન હોય એવું પણ બને છે. એ જ
Page 70 of 197