________________
પરિણામથી જ પરિણામના ભેદનો અનુભવ
આ માટે જ, તમને, કર્મગ્રન્થિ રૂપી જે આત્મપરિણામ છે, તે કેવા સ્વરૂપનો છે, એનો ખ્યાલ પહેલાં આપવામાં આવે છે.
સ, આત્માનો પરિણામ, આત્માના પરિણામથી જ ભેદાય ?
આત્માનો પરિણામ, આત્માના પરિણામ દ્વારાએ ભેદાતો હોવાનો તો, તમે પણ કદાચ અનેક વાર અનુભવ કર્યો હશે. રાગનો ભાવ દ્વેષના ભાવથી ભેદાય છે, એનો તમને અનુભવ નથી ? એક વાર જેના ઉપર તમને રાગ હતો, તેના ઉપર તમને કદી પણ દ્વેષ પેદા થયો છે કે નહિ ? અને, એક વાર જેના ઉપર તમને દ્વેષ હોય, તેના ઉપર તમને કદી પણ રાગ થયો છે કે નહિ ? આવું તો ઘણું થયું હશે અને થયા કરતું હશે, પણ મનનો પલટો ક્યારે ક્યારે અને કેવી કેવી રીતિએ થાય છે, એનો વિચાર તમે કદી કર્યો છે ખરો ? તમને ઝટ સમજાય એવું ઉદાહરણ લો. કોઇ કોઇ વાર તમને દાન દેવાનું મન થઇ ગયું હોય, એવું નથી બનતું ? પણ, દાન દેતાં પહેલાં દાન દેવાનો વિચાર પલટાઇ ગયો હોય, એવું પણ બન્યું છે કે નહિ ? લક્ષ્મીના લોભના ભાવે, દાનના ભાવને ભેદી નાખ્યો હોય, એવું બન્યું છે કે નહિ ? ત્યારે, જે ભાવ મનમાં પ્રગટ્યો હોય, તેનાથી વિપરીત કોટિનો ભાવ જો જોરદાર બની જાય, તો એથી, પહેલાં પ્રગટેલો ભાવ ભૂદાઇ જવા પામે. દાનનો ભાવ લક્ષ્મી ઉપરની મૂચ્છથી ભેદાય અને શીલનો ભાવ વિષયસુખની અભિલાષાથી ભેદાય એ વગેરે સહેલું છે, કારણ કે-લક્ષ્મીની મૂચ્છ અને વિષયસુખની અભિલાષા, એ વગેરેના ભાવમાં જીવા અનાદિકાલથી રમતો આવ્યો છે; જ્યારે, દાનનો અને શીલનો ભાવ આત્માએ પુરુષાર્થથી પેદા કરેલો છે. આત્માએ પુરુષાર્થથી પેદા કરેલા દાનના ભાવને અને શીલના ભાવને, આત્મા જો બરાબર જાળવી જાણે અને એને ખૂબ ખૂબ બળવાન બનાવવામાં આત્મા જ સક્લ નીવડે, તો તો દાનના ભાવથી અને શીલના ભાવથી લક્ષ્મીની મૂચ્છનો ભાવ અને વિષયસુખની અભિલાષા રૂપ ભાવ ભેદાવા પામે; નહિતર તો, દાનના ભાવને લક્ષ્મીની મૂચ્છના ભાવથી અને શીલના ભાવને વિષયસુખની અભિલાષા રૂપી ભાવથી, ભેદાઇ જતાં વાર લાગે નહિ. પરિણામને ભેદવો એટલે પરિણામમાં ઉપજતી અસરને અટકાવીને વિપરીત અસર ઉપજાવવી:
આપણે તો, કર્મગ્રષેિ રૂપી આત્માનો જે પરિણામ છે, તે પરિણામને કેવા પરિણામ દ્વારાએ ભેદી શકાય, એનો વિચાર કરવાનો છે. કર્મગ્ર િરૂપી આત્માનો જે પરિણામ છે, તે કેવા સ્વરૂપનો છે ? ગાઢ રાગ-દ્વેષમય એ પરિણામ છે. એ આત્મપરિણામ મોહનીય કર્મ, કે જે ચાર ઘાતી કર્મોમાં પણ વધુમાં વધુ બળવાન કર્મ છે અને એથી જે કર્મમાં આત્માના શુદ્ધ સ્વરૂપને આવરવાની વધુમાં વધુ શક્તિ છે, તે મોહનીય કર્મથી પેદા થયેલો હોય છે. મોહનીય કર્મથી જનિત એવો એ પરિણામ, બાકીનાં ત્રણ ઘાતી કર્મો, કે જે જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ અને અન્તરાય કર્મ તરીકે આળખાય છે, તે ત્રણેય ઘાતી કર્મોના સહાયભાવને પામેલો હોય છે. જે આત્મપરિણામનું જનક હોય છે મોહનીય કર્મ અને જે આત્મપરિણામને સુસ્થિર રાખવામાં મદદ કરનારાં હોય છે જ્ઞાનાવરણીયાદિ ત્રણ ઘાતી કર્મો-એવો એ આત્મપરિણામ ગાઢ રાગ-દ્વેષમય હોય છે.
Page 66 of 197