SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ છે, ફોગટ ગયો છે. તેમજ અનંત સાધન ક્રિયા પણ જીવે અનેકવાર કરી હશે, પણ તે તથારૂપ ઓળખાણ વિના અને સાધ્ય રૂપ લક્ષ્યને જાણ્યા વિના; એટલે તે પણ વંચક થઇ છે, ઇષ્ટ કાર્યસાધક થઇ નથી, ઉલટી બાધક થઇ છે ! સાધન હતા તે ઊંધી સમજણને લીધે અથવા મમત્વને લીધે બંધન થઇ પડ્યા છે ! અને આમ ફ્લ પણ વંચક થયું છે. સંતશિરોમણિ શ્રીમદ્ રાજચંદ્રજીએ સાચું જ કહ્યું છે કે સાધન તે બંધન ! “અનંત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન, સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન. સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યા અનેક; પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક. સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઇ ઉપાય; સત્ સાધન સમજ્યો નહિં, ત્યાં બંધન શું જાય ?” " संपुण्णावि हि किरिया भावेण विणा ज होंति किरियति । णियफलविगलत्तणओ गेवज्ज उववायणाएणं || ” અર્થાત્- સંપૂર્ણ ક્રિયા પણ ભાવ વિના ક્રિયા જ નથી હોતી, કારણ કે તેના નિજ ફ્લનું વિકલપણું છે. અત્રે પ્રૈવેયક ઉપપાતનું દ્રષ્ટાંત છે : આ જીવ અનંતી વાર ત્રૈવેયકમાં ઉપજ્યો છે, અને સંપૂર્ણ સાધુ ક્રિયાથી જ ત્યાં ઉપજવાનું થાય છે. આમ અનંત વાર સંપૂર્ણ સાધુક્રિયાના પાલન છતાં આ જીવ રખડ્યો, તેજ એમ સૂચવે છે કે તે તે ક્રિયા વંચક હતી, ભાવવિહોણી પરમાર્થશૂન્ય હતી. આવા પંચક યોગ, ક્રિયા ને ફ્લ દૂર થઇ, અત્રે આ પ્રથમ મિત્રા દ્રષ્ટિમાં વર્તતા મુમુક્ષુ યોગીનો અવંચક યોગ-ક્રિયા-ફ્લની પ્રાપ્તિ (દ્રવ્યથી) થાય છે -અને તે પણ સંતચરણના શરણરૂપ આશ્રયને લઇને, એ મુદ્દો ખાસ લક્ષમાં રાખવા યોગ્ય છે. આ અવંચકત્રય પણ જેના નિમિત્તે હોય છે, તેનો ઉપન્યાસ કરતાં આચાર્યવર્ય શ્રી હરિભદ્રસૂરિજી કહે છે કે “एतच्च सत्प्रणामादिनिमित्तं समये स्थितम् । अस्य हेतुश्च परमस्तया भावमलाल्पता ||” અર્થાત્ - આ અવંચકત્રિપુટી સત્પ્રણામાદિના નિમિત્તે હોય છે, એક સમયમાં એટલે સિદ્ધાંતમાં સ્થિત છે; અને આ સત્પ્રણામાદિનો પણ પરમ હેતુ તથા પ્રકારે ભાવમલની અલ્પતા છે. ઉપરમાં જે ત્રણ અવંચક કહ્યા, તેની પ્રાપ્તિ પણ કેવી રીતે થાય ? કયા નિમિત્ત કારણથી થાય ? તે અહીં બતાવ્યું છે. સત્પુરુષ, સાચા સાધુગુણસંપન્ન સાધુપુરુષ પ્રત્યે વંદન, નમન, વૈયાવચ્ચ, સેવા-શુશ્રુષા વગેરે નિમિત્તથી તે અવંચકની પ્રાપ્તિ હોય છે. પ્રથમ તો સદ્ગુરુ સત્પુરુષનો-સાચા સંતનો જોગ થતાં, તેના પ્રત્યે વંદનાદિ કરવામાં આવે. એમ કરતાં કરતાં પરિચયથી તે સત્પુરુષના સ્વરૂપની ઓળખાણ થાય, એટલે યોગાવંચક નીપજે. પછી તેની તથારૂપ ઓળખાણ થયે, જે તેના પ્રત્યે વંદન, નમસ્કાર, વૈયાવચ્ચ વગેરે ક્રિયા કરાય, તે ક્રિયાપંચકરૂપ હોય. અને સત્પુરુષ, સાચા ભાવસાધુ પ્રત્યેની તેવી વંદનાદિ ક્રિયાનું ફ્ળ પણ Page 36 of 197
SR No.009174
Book TitleChoud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy