________________
પરિણામ પેદા થતો જાય છે. આવા ઉંચી કોટિના મનુષ્ય જન્મને પામીને જે સુખની અનુભૂતિ કરવાની હતી તે સુખની અનુભૂતિ કર્યા વગર મરણ પામ્યો એમ એના અંતરમાં લાગ્યા કરે છે. આના પ્રતાપે દ્વેષ બુદ્ધિ કે ઇર્ષ્યા ભાવના વિચારો સદંતર નાશ પામી જાય છે. આ પરિણામના કારણે જીવ અસંખ્ય ગુણ-અસંખ્ય ગુણ નિર્જરા સમયે સમયે કરતો જાય છે. આ નિર્જરાના પ્રતાપે મિથ્યાત્વની મંદતા વિશેષ થતી જાય છે અને મોક્ષના સુખની આંશિક અનુભૂતિ એટલે સાચા સુખની આંશિક અનુભૂતિની સ્થિરતા વધતી જાય છે આથી અનુકૂળ પદાર્થો પ્રત્યે અતરથી ગુસ્સો પણ વધતો જાય છે અને સ્વદોષ દર્શન તથા પર ગુણ દર્શનની સ્થિરતા આવે છે. આ પ્રમોદ ભાવના કહેવાય છે.
રૂણા ભાવના
આ કરૂણા ભાવનામાં દુઃખ દૂર કરવાની ઇચ્છા થાય છે એટલે કે દુ:ખની ઉપેક્ષાનો ત્યાગ થાય છે એના પણ ચાર ભેદો છે. (૧) મોહજન્ય કરૂણા :
અજ્ઞાનથી વ્યાધિ ગ્રસ્ત એટલે રોગથી જે પીડાતા હોય એવા પ્રાણી પ્રત્યે દયા કરવી-દયા લાવવી એટલે કે એ રોગગ્રસ્ત પ્રાણી દયા કરવા આપણને ઉશ્કેરે તેવા ગળગળતાં શબ્દથી અપચ્યા ભોજન ખાવા માંગે તેના પર ખોટી દયા લાવી તેને ભોજન આપવું તે. એ શબ્દો સાંભળીને અંતરમાં થાય કે હશે આટલા દિવસનો રોગ છે તો એને ખાવાનું મન ન થાય ! ભલે થોડું ખાય એવા વિચારો કરી અપથ્ય ભોજન આપે-ખવડાવે એને જ્ઞાનીઓ ખોટી દયા કહે છે. કારણકે એનાથી એ રોગિષ્ટ જીવનો રોગ વધવાથી વધારે હેરાન થાય તેને એ રોગનું દુ:ખ વધારે ભોગવવું પડે. રોગ મટવા આવ્યો હોય-દવા લાગુ પડી ગઇ હોય-ધીમે ધીમે સુધારો દેખાતો હોય તોય અપથ્ય ભોજન માગે અને દયાથી અપાય-આપવામાં આવે તો શું થાય? એ રોગ વધી જાય તેની પીડા પણ તે વખતે એને જ ભોગવવી પડે આવી દયાને કેવી દયા કહેવાય એ વિચારો ? અને જો તે વખતે દયા કર્યા વગર અપથ્ય ભાજન ન આપે તો લોક શું કહે ? નિર્દય પણ શા હેતુથી ન આપ્યું એ કોઇ ન વિચારે માટે આવી દયા આવા ઉંચી કોટિના જીવોના અંતરમાં પેદા થાય અપથ્ય ભોજન આપે પણ આપતા આપતા શિખામણ રૂપે શાંતિથી કહે કે લ્યો અમને આપવામાં વાંધો નથી પણ એનાથી રોગ વધશે અને હેરાન તમાર થવું પડશે. આટલું સારું થયેલ છે. થોડા ટાઇમમાં સંપૂર્ણ આરામ થઇ જશે એમાં પછી ટાઇમ લાગશે. બધુ સમજાવે અને એ અપથ્યનું ભોજન પેટ ભરીને ખાવાનો હતો તેના બદલે સામાન્ય ચખાડી-બાજુ ઉપર લેવડાવી દે પણ સદંતર ના ન કહેવાય કારણકે ના કહેવાથી એમાંને એમાં એનો જીવ રહો જાય અને આયુષ્ય પૂર્ણ થઇ જાય તો દોષ આપણને લાગે. માટે જ્ઞાનીઓએ તે વખતે જે માગે તે લાવી આપવું-હાજર કરવું અને પછી શીખામણ રૂપે સમજાવવાનું વિધાન કરેલ છે. આ મોહજન્ય કરૂણા કહેવાય છે. કારણકે એ જીવના કારણે આવી કરૂણા પેદા થાય છે. (૨) દુઃખિત દર્શન જન્ય રૂણાઃ
દુઃખી પ્રાણીઓને જોઇને તેને આહાર ઔષધિ વગેરે જોઇતી વસ્તુ ધન-ધાન્યાદિ આપવા તે. આ દયાનો પરિણામ દીન-અનાથ-દુ:ખી પ્રાણીઓ જગતમાં જેટલા દેખાય તેવા પ્રાણીઓને
Page 24 of 197