________________
જ્ઞાની ભગવંતો વિષય સુખને કેવી ઉપમા આપે છે એ વિચારો ! દેખાવમાં એ એકદમ સુંદર લાગે એવા હોય છે અને પરિણામે ભયંકર આત્માનું અહિત કરનાર કહીં રહેલા છે. જેમ કોઇ રોગી. હોય-રોગની દવા લાગુ પડતી ન હોય અને રોગ વધતો જતો હોય છતાં એવા રોગીને અપથ્ય ભોજન ખાવાની જ ઇચ્છાઓ થયા કરે અને અપથ્ય ભોજન જ ખાધા કરે તો શું થાય ? ખાવામાં આનંદ આવે પણ પછી શું થાય ? એ અપથ્યનું ભોજન કરતાં થોડોક ટાઇમ આનંદ પેદા થતાં રોગ જ્યારે જોરદાર વધતો જ જાય અને એની પછી કોઇ દવા જ ન હોય અને એ રોગને સહન જ કરવો પડે એની જેમ આ પાંચ ઇન્દ્રિયના વિષય જન્ય સુખો છે. એ વિષય સુખો બીજા જીવોને પ્રાપ્ત થયા હોય એટલે મલ્યા હોય એ જાણીને પોતાના આત્મામાં સંતોષ થાય પણ એના કરતાં અધિક સુખી હું થાઉં અને એને બતાવી દઉં આવા વિચારો ન આવે અને એ કઇ રીતે સુખી બન્યો એમ વિચારી ઇર્ષ્યા ભાવ અંતરમાં પેદા ન થાય પણ સંતોષ પેદા થાય તે ઉંડે ઉંડે પ્રમોદ ભાવના કહેવાય છે. આ પ્રમોદ ભાવનાનું પહેલું લક્ષણ કહેવાય છે, કે જે પોતાના જેટલી સામગ્રી અથવા પોતાનાથી અધિક સામગ્રી બીજા કોઇને પ્રાપ્ત થાય તો અસંતોષ થવાને બદલે સંતોષનો આનંદ થાય. સારું થયું કે એ સુખી થયો એવી વિચારણા થયા કરવી એ પણ આંશિક મિથ્યાત્વની મંદતાનું લક્ષણ છે કારણકે વિષયોના સુખને ઓળખતો હોય છે. એ સામગ્રી કેવા પ્રકારની છે એ જાણતો હોય છે માટે અધિક મેળવવાની કે એ જેને સામગ્રી મળેલી છે એના વખાણ કરવાની કે ઇર્ષ્યા કરવાની ભાવના થતી નથી અને પોતાને જે મળ્યું છે એમાં સંતોષથી જીવાય છે. (૨) સહેતુ મુદિતા ભાવ:
સારા હેતુભૂત સુખમાં સંતુષ્ટ વૃત્તિ. જેમ કે આ ભવમાં સુખ થાય તેવી રીતે, મિત = અલ્પ આહારાદિપણાથી શરીર સ્વસ્થ થાય એ રીતે થતાં ઐહિક સુખમાં આનંદ માનવો તે. જે જે પ્રવૃત્તિ કરતાં કરતાં પુણ્યના ઉદયથી જે કાંઇ સુખ મલતું હોય તે પ્રવૃત્તિમાં સંતોષ હોય ખાવા-પીવા-પહેરવા-ઓઢવા આદિ મલ્યા કરે છે માટે આથી વધારે પ્રવૃત્તિ હવે કરવી નથી આટલું મલે છે એમાં સંતોષ થાય અને સાથે સાથે જેમ ઓછો આહાર વાપરીએ અને પરિમિત આહાર વાપરીએ તો એનાથી શરીર સારું રહે અધિક ખાવા પીવાની ઇચ્છા ન થાય તે મિતાહાર કહેવાય છે. આ રીતે જીવન જીવતાં જીવતાં આનંદ માનવો તે પણ એક પ્રકારનો પ્રમોદ કહેવાય છે કે જેથી આ લોકના પદાર્થોમાં સંતોષવૃત્તિ વાળું જીવન કહેવાય છે. કોઇની પણ અધિક સામગ્રી જોઇને કે કોઇને અધિક ખાતા પીતા વગેરે જોઇને અંતરમાં એને વિચાર ન થાય કે હું પણ આ રીતે મેળવું અને ખાન પાન લાવીને ખાઉં એવી ભાવના ન થાય તે આ પ્રમોદ ભાવનાનું જે લક્ષણ કહેવાય છે. (૩) સદનુબંધ સુતા મુદિતા ભાવ:
આ ભવ અને પર ભવ બન્નેમાં સુખ થાય તેવો અનુબંધ કરાવનાર શુભ કાર્યો કરનારને તજ્જનિત સુખ પ્રાપ્તિ થાય તેમાં સંતોષ માનવો તે.
પોતાનું જીવન એવા શુભ વિચારોમાં - શુભ આચારોમાં પરોવાયેલું હોય કે જેના પ્રતાપે આ લોકમાં જે મલે તેમાં સંતોષ હોય અને પરલોકમાં પણ સુખ મલ્યા કરે એટલે સુખી થવાય કે જેથી દુર્ગતિમાં જવાલાયક વિચારો કે પ્રવૃત્તિ પોતાના જીવનમાં ન હોય માટે સદ્ગતિ બંધાયા કરે એ રીતે
Page 22 of 197