________________
મંદિરમાં પ્રવિષ્ટ થાય છે.
આનંદસૂરિના આ વચનો સાંભળી મુમુક્ષુ આનંદમગ્ન બની ગયો. શરીર પર રોમહર્ષ પ્રગટ થઈ આવ્યો. તેણે વિનયપૂર્વક જણાવ્યું, “ભગવન્, આપના મુખથી સમ્યકત્વનું સ્વરૂપ સાંભળી મારો અંતરાત્મા આનંદમગ્ન થઇ ગયો છે. આત્મસ્વરુપનો શુદ્ધ બોધ હૃદયમાં પ્રકાશિત થઈ ગયો છે. અજ્ઞાનરૂપી અંધકાર ખંડિત થઇ નષ્ટ થઇ ગયું છે. તથાપિ બુદ્ધિની ન્યૂનતાને લઇને એક અલ્પ શંકા પ્રગટ થઇ આવી છે. આપની ઇચ્છા હોય તો નિવેદન કરું.”
આનંદમૂર્તિ આનંદથી બોલ્યા - “હે ભદ્ર, એમ કેમ કહે છે? સશકને નિઃશંક કરવામાં અમારી સદા ઇચ્છા જ છે. શંકારૂપ ગિરિ શિલાને તોડવાને માટે જ મુનિઓના વચનરૂપ વજ સર્વદા સજજ છે. ભદ્ર, ખુશીથી તમારી શંકા પ્રગટ કરો. યથાશક્તિ તેનું નિરાકરણ કરવામાં આવશે.''
મુમુક્ષુ અંજલિ જોડી બોલ્યો- “મહાનુભાવ, આ જગતમાં કેટલાએક એવા જીવો છે કે, જેમને સમ્યકત્વના સ્વરૂપનો યથાર્થ બોધ થયો ન હોય, તે માત્ર એટલું જ સમજે કે, “Rā જિરHi i mple વેર્ય' જે જિનેશ્વર ભગવાને કહેલ છે, તે સર્વ નિઃશંક સત્ય છે.”
આ પ્રમાણે જાણનારા જીવો સમ્યકત્વવાન કહેવાય છે કે નહીં? સૂરિ બોલ્યા, “ભદ્ર,તારી શંકા યથાર્થ છે. જે જીવ પક્ષપાતરહિત એ પ્રમાણે ધારતા હોય અને તેમનામાં એવી તત્વાર્થ શ્રદ્ધા સાચી હોય તો તે પણ સમ્યગદર્શની કહેવાય છે.”
મુમુક્ષુ પ્રસન્ન થઈને બોલ્યો- “મહાનુભાવ, મારી શંકા દૂર થઈ ગઈ છે. હવે સમ્યક્ત્વને વિષે કાંઇ વિશેષ કહેવાનું હોય તો કૃપા કરી કહો.”
આનંદસૂરિ બોલ્યા- ભદ્ર, જે ઉપર વ્યવહારસમ્યકત્વનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે, તેનું સર્વદા મનન કરજે. અને મિથ્યાત્વનો સર્વથા ત્યાગ કરજે. એક રીતે મિથ્યાત્વનો સર્વથા ત્યાગ એ પણ સમ્યકત્વ કહેવાય છે. પ્રથમ વ્યવહારસમ્યક્ત્વનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે, હવે નિશ્ચયસમ્યક્ત્વનું સ્વરૂપ સાંભળ. પૂર્વે નિશ્ચય દેવ. ગુરૂ અને ધર્મનું જે સ્વરૂપ કહ્યું છે, તેજ નિશ્ચય સમ્યત્વનું સ્વરૂપ સમજી લેવું. તે નિશ્ચય સમ્યત્વ પરોક્ષ જ્ઞાનનો વિષય નથી, તેને તો કેવલી જાણી શકે છે. જે જીવને નિશ્ચયસમ્યકત્વ થયું હોય તે કેવલીના જાણવામાં આવી શકે છે. તેમાં ખાસ એટલું જાણવાનું છે કે જેને નિશ્ચય સમ્યક્ત્વ પ્રગટ થયું તે જીવને નરક અને તિર્યંચની ગતિના આયુષ્યનો બંધ થતો નથી. અને તેના મનની પરિણિત સર્વદા ઉચ્ચજ રહે છે.
મુમુક્ષુ અત્યંત પ્રસન્ન થઈને બોલ્યો- “ભગવદ્ એ વાત મારા લક્ષમાં આવી ગઈ છે. હવે કૃપા કરી સામાન્ય રીતે સમ્યકત્વવાનું મનુષ્યનું સ્થૂલ પ્રવર્તન કેવું હોય? તે સમજાવો. જે ઉપરથી સામાન્ય બુદ્ધિ માણસ પણ સમ્યક્ત્વવાનને ઓળખી શકે, અને પોતે તેવો થવાને પ્રયત્ન કરે.”
આનંદસૂરિ સાનંદ થઇને બોલ્યા- “ભદ્ર, જેને સમ્યકત્વ પ્રાપ્ત થયું હોય, તેવા પુરૂષની પ્રવૃત્તિ કેવી હોય છે? તે જાણવા જેવી છે. સમ્યક્ત્વથી અલંકૃત થયેલો પુરૂષ જો શરીર સ્વસ્થ હોય તો જિનપ્રતિમાના દર્શન પૂજન કરવામાં એટલો બધો પ્રીતિવાળો રહે છે કે તે તેમના દર્શન કર્યા વિના ભોજન કરતો નથી. જો પ્રતિમાના દર્શનનો યોગ ન મળે તો પૂર્વ દિશામાં સન્મુખ બેશી વર્તમાન તીર્થકરોને ઉદ્દેશીને ચૈત્યવંદન કરે છે. જો કોઇ રોગાદિ કારણને લઇને દર્શન, ન થાય તો તેને આગાર હોવાથી તેના નિયમનો ભંગ થતો નથી. જેના હૃદયમાં
Page 194 of 197