________________
આવ્યો કે, “આ પડોશમાં વામકર્મા સારો ધનાઢ્ય ગુહસ્થ રહે છે. જો તેની સાથે મૈત્રી કરી હોય તો મને ઘણું દ્રવ્ય પ્રાપ્ત થાય.” આવો વિચાર કરી તે એક દિવસે વામકર્માને ઘેર ગયો. તેણે ચાતુર્ય ભરેલી વાણીથી વામકર્માને ગાળી દીધો અને તેના મુગ્ધ હૃદયને સારી રીતે આકર્ષી લીધું. ત્યારથી તે હમેશા વામકર્મા ને ઘેર જવા લાગ્યો. વામકર્મા પણતના આવવાથી ખુશ રહેવા લાગ્યો. પ્રતિબિંબ પડી ગયું. તેના કુલીન વિચારો અસ્ત થવા લાગ્યા. અનુક્રમે વામકર્મા કર્મદાસના વ્યસનોનો સાથી બની ગયો. પછી કર્મદાસ અને વામકર્મા બંને સાથે મળી જુગાર રમવા લાગ્યા અને બીજા કેટલાએક અસેવ્ય વ્યસનોને તે સેવવા લાગ્યો.
પવિત્ર હૃદયની તેની સ્ત્રીના જાણવામાં આવ્યું કે, પોતાનો પતિ કર્મદાસના સહવાસથી જુગારી થયો છે, આથી તે શુધ્ધહૃદયાસ્ત્રી શોકાતુર રહેવા લાગી. તેણીએ પોતાના પતિને ઘણો સમજાવ્યો તોપણ તે સમજ્યો નહી. આખરે તે સ્ત્રી નિરાશ થઇ પોતાના ભાગ્ય દોષને નિંદવા લાગી.
એક વખતે કર્મદાસ કોઇ ધનાઢયના ઘરમાંથી આભૂષણ ચોરી લાવ્યો અને તે પોતાનું આભૂષણ છે, એમ કહી વામકર્માને રાખવાને કહ્યું. ભોળા દિલના વામકર્માએ તે આભૂષણ ઘરમાં મૂક્યું.
પાછળ કોઈ બાતમીદારના કહેવાથી જે ગૃહસ્થના ઘરમાંથી આભૂષણ ચોરાયું હતું તે ગૃહસ્થને ખબર પડી કે, જુગારી કર્મદાસે આભૂષણ ચોર્યું છે. અને તે તેના મિત્ર વામકર્માના ઘરમાં રાખવામાં આવ્યું છે, તત્કાળ પોલીસમાં તેની ફરીયાદ કરવામાં આવી અને તેની અંદર કર્મદાસ અને વામકર્માના નામ શકદાર તરીકે જાહેર કરવામાં આવ્યા તે ઉપરથી કર્મદાસ અને વામકર્માને પકડ્યા. વામકર્માના ઘરની જપ્તી લેવાથી તેના ઘરમાથી ચોરીનો માલ પ્રગટ થયો, પોલીસના ઉપરિ અધિકારીએ કર્મદાસની સાથે વામકર્માને ઘણો હેરાન કર્યો, અને તેને બાંધીને કારાગૃહમાં રાખવામાં આવ્યો.
આ વખતે વામકર્મા પશ્ચાતાપથી ચિંતવન કરવા લાગ્યો- “અરે ! મેં ઘણું જ નઠારું કામ કર્યું. આ દુષ્ટ કર્મદાસની સોબતથી હું ઘણો જ હેરાન થયો, મારી સુજ્ઞ સ્ત્રીના વચનો મેં ગણકાર્યા નહીં અને હું ઉન્માર્ગે ચડી ગયો. મારા કુળની અને માતાપિતાની પ્રતિષ્ઠાને મેં ગુમાવી. હવે હું ઘણો દુઃખી અવસ્થામાં આવી પડ્યો. મેં ન્યાયરીતિથી મારી સંપત્તિનું સુખ ભોગવ્યું હોત તો હું ઘણો સુખી થાત. હવે આ કારાગૃહમાંથી છૂટીને શી રીતે સંપત્તિના સુખમાં પાછો આવું? નઠારા કર્મનું ફળ નઠારૂં મળે છે. એ વાત મને મારી માતાએ જણાવી હતી, પરંતુ હું કુસંગના દોષથી તે ભૂલી ગયો.” આ પ્રમાણે ચિંતવન કરતો વામકર્મા ચિરકાલ સુધી કારાગૃહમાં રહ્યો હતો.
આનંદસૂરિ બોલ્યા- હે ભવ્ય, આ ઉપનય ઉપરથી જે સમજવાનું છે, તે તું ધ્યાનમાં રાખજે. જે વામકર્મા તે જીવ સમજવો. તેનો પિતા તે ધર્મ અને માતા તે ધર્મકરણિ સમજવી. જ્યારે જીવને ધર્મ અને ધર્મકરણનો વિયોગ થાય ત્યારે તે પાપ કર્મ રૂપ વ્યસનમાં પડે છે. જે કર્મદાસ તે પાપકર્મરૂપ વ્યસન સમજવું. જે પોલીસનો અમલદાર તે કર્મના પરિણામ અને જે બંધન તે કષાયબંધન સમજવું. તે વામકર્મા રૂપ જીવ અવિરતિપણા રૂપ નઠારા કર્મનું ફળ જાણે છે, અને ગૃહસંપત્તિરૂપ વિરતિના સુંદર સુખની અભિલાષા કરે છે, પરંતુ કોટવાલ સમાન બીજા કષાયના બંધનથી છૂટવાની હિંમત કરી શકતો નથી, ત્યાં રહી તે અવિરતિ સમ્યદ્રષ્ટિ ગુણસ્થાનનો અનુભવ કરે છે.
ભદ્ર મુમુક્ષુ, આ ઉપનય ઉપરથી તારા જાણવામાં આવ્યું હશે કે, આ નીસરણીના ચોથા પગથીઆ રૂપ
Page 189 of 197