________________
વધતાં એક ક્રોડ સોનૈયાના માલિક થવા છતાં પણ, તે બીચારાઓને શાંતિ ન થઈ કારણ કે તેમના લોભ અને પરિગ્રહાભિલાષ રૂપ બન્ને પાપ-મિત્રો પણ ખૂબ જ પુષ્ટ થયા હતા. લોભ અને પરિગ્રહાભિલાષ રૂપ તેમના પાપ-મિત્રો જરા પણ કરમાય એવી તો સ્થિતિ જ હતી નહિ. જેમ જેમ લાભ થતો હતો, તેમ તેમ તેઓ પણ પુષ્ટ જ થતા હતા અને તેઓના વશવર્તિપણાથી આ બીચારાઓ પણ વૃદ્ધિ પામતી ઇચ્છાથી રીબાતા જ જતા હતા. ક્રોડ સોનૈયા મલ્યા પછી, એ બે પાપ-મિત્રોના વશથી તેઓના અંતરમાં ક્રોડ રત્નો મેળવવાની ઇચ્છા જન્મી અને તે ઇચ્છાના જન્મ સાથે તેને પોષી પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવાને માટે ક્રોડ સોનૈયા તો તેઓની પાસે હતા જ. ક્રૂરતાએ આપેલી સલાહ :
હવે ક્રોડ રત્નો મેળવવાની ઇચ્છાથી, એ બન્નેના અંતરમાં રત્નભૂમિ પ્રત્યે જવાની ઇચ્છા જન્મી. આથી તેઓએ પોતા પાસે જે હતું તે સઘળું ય ઝહાઝમાં નાખ્યું. સઘળું ય ઝહાઝમાં નાખીને તેઓએ રત્નભૂમિ તરફ પ્રયાણ કર્યું. આ રીતિએ એક જ જાતના મિત્રોની પ્રેરણાથી રત્નભૂમિ તરફ પ્રયાણ કરવા તો બન્ને ય સમ્મત હતા અને એથી બન્નેય જણે સાથે જ પ્રમાણ પણ કર્યુંપણ આપણે જાણીએ છીએ કે-મોટાના બે મિત્રો હતા, ત્યારે નાના કુરંગને બે મિત્રો સાથે એક સખી પણ હતી, તે જેનું નામ ક્રૂરતા છે અને જેણી વૈશ્વાનર એટલે ક્રોધની દીકરી છે. એ સખીએ પોતાના સખા કુરંગનું અધિક હિત (?) ઇચ્છયું. પોતાનો સખા આ બધી મીલ્કતનો અડધો માલીક રહે, એ શ્રીમતી ક્રૂરતાથી ન સહાયું. એથી કૂરતા કુરંગના કાને ગાઢપણે વળગી. જાણે પરમ હિનૈષિણી હોય તેમ તેણી પોતાના પરમ સખા કુરંગને કાનમાં કહે છે કે
આ સાગર એતારા આ ધનના અંશને હરનારો છે, એટલે કે ભાગીદાર છે. એને મારીને આ સઘળાય ધનને તું પોતાને આધીન કરી લે; કારણ કે-આ જગતમાં ધની લોકો સઘળા પણ સુજનો કહેવાય છે.” ક્રૂરતાના સંગથી ભાઇ શત્રુ ભાસ્યો:
કૂરતા' નામની હિનૈષિણી બની બેઠેલી કુરંગની સખીએ, પોતાના મિત્ર બની ચૂકેલા કુરંગને આવી કારમી સલાહ આપી. માત્ર એક જ દિવસે આવી સલાહ આપીને તેણી અટકી નથી, પણ એ પ્રમાણે તેણી રોજ ને રોજ કહે છે. રોજ ને રોજ તેણીના કહેવાથી કુરંગને પણ તે વાત તે જ રીતિએ પરિણામ પામી ગઇ. કુરંગને પણ થઇ ગયું કે- “મારી આ સખીની સલાહ ઘણી જ સુંદર છે. મોટા ભાઇને મારી નાખવાથી હું આ સઘળી ય મીલ્કતનો સ્વામી બની શકીશ. જગતમાં તો ધનવાનો સઘળા ય પણ, તેઓ ગમે તેવા હો તો પણ, સુજનો મનાય છે.” આવા વિચારથી ક્રૂરતાનું સામ્રાજય કુરંગના અંતરમાં સ્થપાયું. લોભસ્વરૂપ સાગરનું અને પરિગ્રહાભિલાષનું સામ્રાજ્ય તો પ્રથમથી સ્થપાયેલું હતું જ અને હવે ક્રૂરતાનું સામ્રાજ્ય પણ સ્થપાયું. એના પરિણામે ભાઈ અને તે પણ મોટો, હવે ભાઈ મટ્યો અને શત્રુ ભાસ્યો. લોભ અને પરિગ્રહાભિલાષની સાથે જયાં કૂરતા ભળે, એટલે માણસ માણસ મટી જાય છે અને રાક્ષસ બની જાય છે. રાક્ષસ બન્યા વિના વડિલ બંધુના વિનાશના વિચારને આધીન થવું, એ તદન અશક્ય છે. સાગરને સાગરમાં ફેંકી દીધો :
Page 178 of 197.