________________
અનુમાન થઇ શકે છે કે-જે અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવ ઓપશમિક સમ્યક્ત્વ પામે તે શ્રેણિ વિનાનું જ હોવું જોઇએ.
કર્મગ્રન્થકારો અને સિદ્ધાન્તવાદીઓની વિચાર-ભિન્નતાનું બીજું સ્થળ એ છે કે જે મનુષ્ય લાયોપથમિક સમ્યકત્વયુક્ત મરણ પામે, તે દેવ, નરક, મનુષ્ય અને તિર્યંચ-એ ચાર ગતિઓમાંથી કઇ ગતિમાં જાય ? આ સંબંધમાં કર્મગ્રન્થકારો તો એમજ કહે છે કે-તે દેવગતિમાં જ જાય અને તેમાં પણ વળી વૈમાનિક દેવ તરીકે જ જન્મે છે. સિદ્ધાન્તકારો આ વાતથી જૂદો અભિપ્રાય ધરાવે છે. તેઓ તો કહે છે કે-તે જીવે સમ્યકત્વ પ્રાપ્ત કર્યા પહેલાં જે ગતિનું આયુષ્ય બાંધ્યું હોય તે ગતિમાંજ તે જાય છે અને સમ્યકત્વ પણ તેની સાથે જાય છે. નરકગતિમાં સાત નરકોમાંથી છટ્ટી નરક સુધી સમ્યક્ત્વને સાથે લઇને જવાય છે.
વિચારભેદનું ત્રીજું સ્થળ એ છે કે-ગ્રન્થિ ભેધા બાદ, સમ્યકત્વ પ્રાપ્ત કર્યા પછી જે જીવ મિથ્યાત્વદશામાં જાય અથત મિથ્યાદ્રષ્ટિ સ્થાને જઇ પડે, તે જીવ ત્યારે મિથ્યાત્વદશાને લગતાં જે કર્મો બાંધે તે કર્મો ઉત્કૃષ્ટ સ્થિતિવાળાં હોય કે કેમ ? આ સંબંધમાં સિદ્ધાત્ત્વિક મહાત્માઓ નકારમાં પ્રત્યુત્તર આપે છે અર્થાત એવી સ્થિતિવાળાં કર્મો ન બંધાય એમ તેઓ કહે છે, જ્યારે કર્મગ્રન્થકાર મહર્ષિઓ એમ કહે છે કે-કમની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે, પરંતુ ઉત્કૃષ્ટ રસવાળાં (પરમ ચિકાસવાળા) કર્મો બાંધવાનો સંભવ નથી.
આ પ્રમાણે મતાંતર હોવા છતાં આપણે તો બંનેય મહર્ષિઓનું વચન નિઃશંક્તિપણે આરાધવાનું-માનવાનું છે જ, અન્યથા સમકિતી પણ મિથ્યાત્વમાં આવી જાય.
હવે આ ઔપશમિક અને ક્ષાયોપશમિક સમ્યકત્વ પરત્વે જે વધુ વિચારો કરવાના છે. તેમાં કોઇ કોઇ સ્થળે આ બે સમ્યક્ત્વ ઉપરાંત તેમ ક્ષાયિક સમ્યક્ત્વને પણ તે વિચારો લાગુ પડે છે; તેથી પ્રથમ ક્ષાયિક સમ્યકત્વનું અવલોકન કરવું આવશ્યક છે. ક્ષાયિક સમ્યત્વ:
ક્ષાયિક સમ્યકત્વ એ ક્ષાયોપથમિક અને ઓપશમિક સમ્યકત્વો કરતાં વધારે ઉંચા દરજ્જાનું છે. તેનું કારણ એ છે કે-ક્ષાયોપથમિક સમ્યકત્વમાં મિથ્યાત્વમોહનીય કર્મનો પ્રદેશ ઉદય રહેલો છે, તેમજ વળી આ સમ્યક્ત્વ દર્શનમોહનીયનાં શુદ્ધ પુદ્ગલોના ઉદયરૂપ છે. આથી આ સમ્યકત્વ પૌગલિક સમ્યકત્વ પણ કહેવાય છે, જ્યારે પથમિક સમ્યકત્વમાં કે જે અપીગલિક-આત્મિક સમ્યકત્વ છે, તેમાં તો મિથ્યાત્વમોહનીય કર્મનો પ્રદેશ-ઉદય પણ હોતો. નથી. ક્ષાયિક સમ્યક્ત્વમાં તો મિથ્યાત્વમોહનીયાદિ કર્મનો કોઇપણ જાતનો ઉદય નથી, એટલું જ નહિ પરંતુ તે કર્મસત્તામાં પણ નથી. અર્થાત્ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ-એ ચાર કષાયો તેમજ સમ્યકત્વમોહનીય, મિશ્રમોહનીય અને મિથ્યાત્વમોહનીયરૂપ દર્શનમોહનીયના શુદ્ધ, મિશ્ર અને અશુદ્ધ એવા ત્રણે પુંજોનો સર્વથા ક્ષય છે. આ પ્રમાણે ઉપર્યુક્ત સાતે પ્રકૃતિનો સમૂલ ક્ષય. થવાથી ઉત્પન્ન થતું સમ્યકત્વ “ક્ષાયિક સમ્યક્ત્વ' કહેવાય છે.
વિશેષમાં ક્ષાયિક સમ્યકત્વની મહત્તા સંબંધી એમ પણ કહી શકાય કે-ક્ષાયોપથમિક તેમજ ઓપશમિક સમ્યકત્વો કંઇ આત્માની સાથે સ્થાયી રહેતાં નથી, અર્થાત્ તેની પ્રાપ્તિ થયા પછી તે જતાં રહે છે. અર્થાત આત્મા કુસંગતિવિપરિણામ વિગેરે કારણોને લઇને મિથ્યાત્વી પણ બની જાય
Page 145 of 197