________________
વિપાક-ઉદય કે પ્રદેશ-ઉદય એ બેમાંથી એક પણ જાતનો ઉદય નહિ હોવાથી સમ્યગ્દર્શન અર્થાત સમ્યકત્વનો પ્રાદુર્ભાવ થાય છે. આ સમ્યકત્વ અંતર્મુહૂર્ત સુધી રહે છે, કેમકે-અન્તરકરણનો કાળ અન્તર્મુહૂર્તનો જ છે. વિશેષમાં અંતરકરણમાં રહ્યો થકો જીવ દેશવિરતિ કે સર્વવિરતિને પણ પામી શકે છે.
આ ઉપરથી જોઇ શકાય છે કે-અનિવૃત્તિકરણ રૂપ અધ્યવસાયને પ્રાપ્ત થતાં પ્રાણી પ્રતિસમય વિશુદ્ધ પરિણામને પામતો થકો બહુ કર્મોને ખપાવે છે : અને તેમાં ખાસ કરીને જે મિથ્યાત્વમોહનીય કર્મો ઉદયમાં આવ્યાં હોય તેને વેદી નાંખે છે, અને જે ઉદયમાં ન આવ્યાં હોય અર્થાત ઉદીરણાદિક કરણ દ્વારા પણ જેને (વિપાક-ઉદય કે પ્રદેશ-ઉદય એ બેમાંથી એક પણ) ઉદયાભિમુખ બનાવી શકાય તેમ ન હોય તેને દબાવી રાખે છે અર્થાત તેને ઉપશમાવે છે. આ પ્રમાણે મિથ્યાત્વની સ્થિતિના બે વિભાગ પાડી અન્ડરકરણ કરે છે અને એવી જ સ્થિતિમાં અંતર્મુહૂર્ત સુધી રહે છે.
અત્ર એ ધ્યાનમાં રાખવું કે-ઉપર્યુક્ત અન્તર્મુહૂર્તવેધ મિથ્યાત્વદલિકનું જ્યાં સુધી જીવ વેદના કરતો હોય ત્યાં સુધી તો તે મિથ્યાદ્રષ્ટિ જ કહેવાય. પરંતુ આ દલિકોને વેદી નાખ્યા બાદ અર્થાત્ અનિવૃત્તિકરણની પ્રાપ્તિ થયા પછીનો અન્તર્મુહૂર્તનો કાળ વિત્યા બાદ જ અંતરકરણના પ્રથમ સમયમાં ઉપશમ સમ્યક્ત્વ ખપવે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-જેમ વનમાં દાવાનળ લાગ્યો હોય અને તે દાવાનળ પ્રસરતા પ્રસરતા જ્યારે ઉખર ભૂમિમાં આવે ત્યારે આપોઆપ તે ઓલવાઇ જાય છે-શાંત બની જાય છે, તેમ પ્રસ્તુતમાં મિથ્યાત્વવેદનરૂપ દાવાનળ પણ અન્ડરકરણરૂપ ઉખરભૂમિને પ્રાપ્ત થતાં ઓલવાઇ જાય છે અર્થાત “ઉપશમ સમ્યકત્વ' ની પ્રાપ્તિ થાય છે. સખ્યત્ત્વ પ્રાપ્ત થતાં આનંદની વૃષ્ટિ:
આપણે જોઇ ગયા તેમ અન્ડરકરણની પ્રથમ ક્ષણમાં મિથ્યાત્વમોહનીય કર્મનો અલ્પાંશે પણ ઉદય નહિ હોવાને લીધે તેમજ અતિ દીર્ધ સ્થિતિવાળા કર્મને આત્માના અનિવૃત્તિકરણરૂપ શુભ પરિણામને લઇને દબાવી રાખેલાં હોવાને લીધે અર્થાત્ રાગ-દ્વેષની ઉપશમ અવસ્થાને લઇને આત્માને પથમિક સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. આ સમ્યક્ત્વનો પ્રાદુર્ભાવ થતાં આત્માને જે આલાદ થાય છે તે ખરેખર અવર્ણનીય છે. ગ્રીખબદતમાં ખરે બપોરે સૂર્યના પ્રખર તાપથી પીડિત થયેલા નિર્જળ વનમાં ભટકતા વટેમાર્ગુને વૃક્ષની છાયારૂપ શીતળ સ્તાન નજરે પડે તો પણ તેને કેટલો આનંદ થાય ? તો પછી આ વટેમાર્ગુને આવા શીતળ સ્થાનમાં આરામ લેવાનું મળે, એટલું જ નહિ પરંતુ તે ઉપરાંત ત્યાં આવીને કોઇક તેને શીત જળનું પાન કરાવે તેમજ આખા શરીરે ચંદનાદિકનો લેપ કરે, ત્યારે તેને કેટલો આહલાદ થાય વારૂ ? તેવીજ રીતે અનાદિકાલિક સંસારરૂપ ગ્રીષ્મઋતુમાં જન્મ-મરણાદિકરૂપ નિર્જળ વનમાં કષાયરૂપ તાપથી દગ્ધ થયેલા અને તૃષ્ણારૂપ તૃષાથી દુઃખિત થતાં એવા ભવ્યજીવ રૂપ વટેમાર્ગુને અંતરકરણરૂપ શીતળ છાયા દ્રષ્ટિગોચર થાય, ત્યારે તે, તે તરફ હર્ષઘેલો થઇને દોડે એમાં શું નવાઇ ? અને ત્યાં જતાં જ અંતરકરણરૂપ સ્થાનમાં પ્રવેશ કરતાં જ ચંદનથી પણ અનેકગણા શીતળ એવા સમ્યકત્વ રૂપ ધનસાર (ચંદન)થી તેનો આત્મા ચર્ચિત થાય, ત્યારે તો તેના હર્ષ વિષે પૂછવું જ શું? આવા સમયે અનંતાનુબંધી કષાયો અને મિથ્યાત્વરૂપ પરિતાપ તેમજ તૃષ્ણારૂપ તૃષા તો તેના તરફ દ્રષ્ટિપાત પણ કરી શકતા નથી.
રણસંગ્રામમાં જય મળતાં વીરપુરૂષોને જે આનંદ થાય છે, તેનાથી કરોડ ગણો અરે તેથી પણ
Page 140 of 197