SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ મોટા મંત્રીશ્વર હોવા છતાં પણ, પેથડશા નિકાલ શ્રી જિનપૂજા નિયમિત કરતા હતા. એક વાર એવું બન્યું કે-અવન્તિની સીમમાં પર રાજ્યનું સૈન્ય આવી પહોંચ્યું. પર રાજ્યનું સૈન્ય અચાનક આંગણે આવી પહોંચ્યાનું જાણીને, માલવ દેશના રાજાએ એ સૈન્યને લઇને લડવા આવનાર રાજાની સાથે સંધિની વાતચીત કરવાનો નિર્ણય કર્યો. રાજાએ તરત જ રાજ્યમાં જ્યોતિષનો જે મોટો જાણકાર હતો, તેને બોલાવ્યો; અને, તેને મુહૂર્ત જોવાનું કહ્યું. જ્યોતિષીએ કહ્યું કે-આજે મધ્યાહ્ન કાળની વેળાથી પૂર્વેની એક ઘડી અને મધ્યાહ કાળની વેળાથી પછીની એક ઘડી, એટલા સમયમાં વિજય નામનો યોગ છે અને તે યોગ સર્વ કાર્યમાં સિદ્ધિ આપનારો છે. રાજાએ એ વિજય નામના યોગમાં પ્રયાણ કરવાનો નિર્ણય કર્યો, પણ તે પહેલાં મંત્રી જોડે મંત્રણા તો કરી લેવી જોઇએ ને ? આથી રાજાએ શ્રી પેથડશા મંબિને બોલાવી લાવવાને માટે પોતાનો માણસ મંત્રીશ્વરના ઘરે મોકલ્યો. અહીં બનેલું એવું કે-મંત્રીશ્વર મધ્યાહ્ન કાળની પૂજામાં બેઠા હતા અને વિવિધ પુષ્પોથી પ્રભુજીની અંગરચના કરતા હતા. મંત્રીશ્વર રોજ પોતાના એક માણસને સ્નાનાદિ કરાવીને અને શુદ્ધ વસ્ત્ર પહેરાવીને પોતાની પાછળ બેસાડતા હતા અને એ માણસ મંત્રીશ્વરને પ્રભુજીની અંગરચનામાં જરૂરી પુષ્પ ક્રમવાર આયે જતો હતો. એટલે, મંત્રીશ્વરને પુષ્પ લેવા માટે પણ ભગવાન ઉપરથી નજર ખસેડવી પડતી નહિ અને એકાગ્રપણે તેઓ અંગરચના કરી શકતા હતા. રાજાનો માણસ મંત્રીશ્વરને તેડવા મંત્રીશ્વરના ઘરે આવ્યો. મંત્રીશ્વરની પત્નીને તેણે કહ્યું કેમહારાજા બહુ અગત્યના કામે જલ્દીથી મંત્રીશ્વરને બોલાવે છે. મંત્રીશ્વરની પત્નીએ તેને કહ્યું કે“હમણાં તો મંત્રીશ્વર નહિ મળી શકે, કેમ કે-તેમનો આ દેવપૂજાનો સમય છે.' રાજાનો માણસ પાછો જાય છે, પણ એની મંત્રીશ્વરની પત્નીને ચિન્તા થતી નથી. રાજાના માણસને આમ ભગવાનની પૂજાનો સમય કહીને પાછો જવા દેવાય ? હા; ગમે તે થાય તો પણ પૂજામાં તો વિક્ષેપ કરાય જ નહિ, એમ એ બાઇ માનતી હશે ને ? પેલા માણસે રાજા પાસે પહોંચીને, મંત્રીશ્વરની પત્નીએ આપેલો જવાબ રાજાને કહી સંભળાવ્યો, પણ રાજાને મુહૂર્તની ચિન્તા હતી. મુહૂર્તની વેળા જતી રહે, એ રાજાને ગમતું નહોતું. આથી રાજાએ મંત્રીશ્વરના ઘરે બીજા દૂતને મોકલ્યો. બીજા દૂતે પણ મંત્રીશ્વરના ઘરે આવીને મંત્રીશ્વરની દાસી, કે જે દ્વાર પાસે ઉભી હતી, તેને રાજાની આજ્ઞા કહી સંભળાવી. મંત્રીશ્વરની પત્નીએ સાંભળ્યું. તરત જ તેણીએ રાજાના દૂત પાસે આવીને મીઠાશથી કહ્યું કેભાઇ ! રાજાને કહેજો કે-હજુ પણ મંત્રીશ્વર દેવપૂજામાં છે અને તેમને હજુ બે ઘડી જેટલો સમય. લાગશે.' આમ બીજો દૂત પણ મંત્રીશ્વરના ઘરેથી પાછો વળ્યો. એ વખતેય મંત્રીશ્વરની પત્નીને એમેય થતું નથી કે-મંત્રીશ્વરને ખબર તો આપું ! પ્રસંગ જેવો તેવો નથી. રાજા તરફ્ટી ઉપરાઉપરી તેડાં આવે છે. રાજાને અતિ અગત્યનું કામ ન હોય તો આવું બને જ નહિ, એ વાત મંત્રીશ્વરની પત્ની સમજે છે. મંત્રીશ્વર જો અન્ય કોઇ કાર્યમાં હોત તો તેણીએ મંત્રીશ્વરને સમાચાર જરૂર પહોંચાડ્યા હોત. પણ હાલ મંત્રીશ્વર ધર્મકાર્યમાં, દેવપૂજાના કાર્યમાં રોકાયેલા હતા; રોજનો એમનો એ નિયમ હતો; એટલે જે થવું હોય તે થાય, પણ અત્યારે તો મંત્રીશ્વરને કાંઇ જ જણાવાય નહિ, એમ Page 116 of 197
SR No.009174
Book TitleChoud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy