________________
જિનપૂજા સર્વ આદરથી જ કરવાનું ક્રમાવ્યું છે. જો વિચાર કરવામાં આવે, તોપૂજા શબ્દ પોતે જ આદરભાવના સહિતપણાને સૂચવે છે !તમને પોતાને કોઇની પણ પૂજા કરવાનું મન થાય, એ ક્યારે બને ? એના પ્રત્યે હૈયામાં આદરભાવ પ્રગટે તો જ ને ? હૃદયના સાચા ભાવથી કોઇને માન આપવાનું મન પણ તેના પ્રત્યે સભાવ પ્રગટ્યા વિના થતું નથી, તો પછી હૃદયના સાચા ભાવથી પૂજા કરવાનું મન તો જેની પૂજા કરવી હોય, તેના પ્રત્યે આદરભાવ પ્રગટ્યા વિના થાય જ શી રીતિએ ? આપણે ત્યાં અનાભોગ દ્રવ્યપૂજાની વાત પણ આવે છે. પૂજાનો વિધિ બરાબર ન હોય, અને ભગવાન શ્રી જિનેશ્વરદેવોના ગુણોનું જ્ઞાન પણ ન હોય, તો પણ માત્ર શુભ પરિણામથી જે જે પૂજા થાય, તે અનાભોગ દ્રવ્યપૂજા કહેવાય છે. એવી દ્રવ્યપૂજા પણ અનુક્રમે શુભ, શુભતર પરિણામોને પ્રગટાવવા દ્વારા સમ્યકત્વને પમાડનારી બને છે. આ વાતનું આલંબન લઇને જો કોઇ અવિધિનું સમર્થન કરે અને આદરભાવથી પૂજા કરવાના વિધાનનો વિરોધ કરે, તો તે બીચારો મિથ્યાત્વથી જ પીડાઇ રહ્યો છે, એમ કહેવું પડે. અનાભોગ દ્રવ્યપૂજા લાભ આપનારી બને છે, તે શુભ પરિણામોના યોગે. શુભ પરિણામો કાંઇક ને કાંઇક આદરભાવના સૂચક છે, પણ તેના અભાવના સૂચક નથી. શ્રી જિનના ગુણોનું તેવા પ્રકારનું જ્ઞાન નહિ હોવા છતાં પણ, એ તારકની પૂજા કરવાનું મન થયું, એ તારકની પૂજા કરવાના નિર્દોષ અને શુભ પરિણામો થયા, એ આદરભાવ પ્રગટ્યા વિના બને જ નહિ. એવા આત્માને વિધિનું જ્ઞાન નહિ હોવાથી, તે અવિધિએ પૂજા કરે તોય તેને ઉત્તરોત્તર લાભ થાય : કારણ કે-અવિધિએ કરવાનો તેને આગ્રહ નથી અને વિધિનું જ્ઞાનાદિ હોય તો અવિધિએ કરવાની તેની ઇચ્છા પણ નથી. આથી એવા આત્માઓને, અજ્ઞાન અને અવિધિ એ દોષ રૂપ હોવા છતાં પણ, વસ્તુતઃ દોષ રૂપ બને નહિ અને શુભ પરિણામોથી શ્રી જિનપૂજાની જે શુભ પ્રવૃત્તિ થાય, તે તેમને ઉત્તરોત્તર સારો લાભ આપ્યા વિના પણ રહે નહિ. સાચો આદરભાવ જોઇએ :
તમે કાંઇ ભગવાન શ્રી જિનેશ્વરદેવોના ગુણોથી સર્વથા અજ્ઞાન નથી. જૈન કુળમાં જન્મેલાઓ ભગવાન શ્રી જિનેશ્વર દેવોના ગુણોથી સર્વથા અજ્ઞાન હોય, એવું તો ભાગ્યે જ બને; પણ જ્ઞાન રૂચિપૂર્વક કેટલું છે, એ વિચારવાનું રહે છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવોના ગુણો વિષે જેટલું જ્ઞાન થયું, તે હૈયે રૂચવું જોઇએ ને ? એ ગુણો ગુણ તરીકે લાગવા જોઇએ ને ? જેમકે- ભગવાન શ્રી અરિહંતદેવો એ મોક્ષમાર્ગના દાતા તરીકે પરમ ઉપકારી છે, એમ જાણ્યું; પણ જ્યાં સુધી મોક્ષમાર્ગ પ્રત્યે આદરભાવ પ્રગટે નહિ, ત્યાં સુધી મોક્ષમાર્ગના દાતાર તરીકે એ તારકો પ્રત્યે આદરભાવ પ્રગટે શી રીતિએ ? અને એ વિના એ જ્ઞાન રૂચિવાળું બને શી રીતિએ ? જેનામાં મોક્ષમાર્ગની રૂચિ થવા જોગી લાયકાત ન હોય, તેને એ તારકોના માર્ગદાતા તરીકેના પરમ ઉપકારની વાત રૂચે શી રીતિએ ? આથી ભગવાન શ્રી જિનેશ્વરદેવોના ગુણોનું જે કાંઇ જ્ઞાન હોય, તેને રૂચિપૂત બનાવવું જોઇએ. એ તારકો પ્રત્યે અન્તરમાં આદરભાવ પ્રગટે અને એથી જો એ તારકોની સ્થાપનાની પૂજા કરવાનું મન થાય, તો એ પૂજા કદી પણ આદિરવિહીન હોય નહિ. આજે પૂજા કરનારા કેટલા અને પૂજા કરનારાઓમાં પણ આદરપૂર્વક પૂજા કરનારા કેટલા ? અંદર સાચો આદરભાવ ન હોય, તે છતાં પણ બાહ્ય આદર ઘણો મોટો હોય એય સંભવિત છે. સ્વાસ્થદિને વશ બનેલાઓ પોતાના સ્વાથિિદની સિદ્ધિને માટે દુર્ગણવાળાની પણ મહા ગુણવાન તરીકે થાય તેવી પૂજા
Page 104 of 197