________________
છે. એને લઇને એ આત્મા લોકમાં જેમ ગૌરવપૂર્ણ જીવનવાળો હોય છે, તેમ અન્તરમાં અનાસક્ત જીવનવાળો હોય છે. આવા જીવનના પ્રતાપે એ આત્માને સર્વત્યાગ પણ સુલભ બને છે અને મુક્તિ પણ સુલભ બને છે. આમ, શ્રી જિનપૂજાને કરનારો આત્મા નિર્વિઘ્ન પણ બને છે, અભ્યુદયશાલી
પણ બને છે અને અન્તે શ્રી નિર્વાણફ્લને પામનારો પણ બને છે. શ્રી જિનપૂજા નિર્વાણસાધની કેવી રીતિએ ?
શ્રી જિનપૂજા કરનારને આ લોકમાં વિઘ્નોપશમન દ્વારા સમાધિનું અને પરલોકમાં ગૌરવપૂર્ણ ભોગોનું ફ્લ મળે-એ તો સમજ્યા, પણ શ્રી જિનપૂજાથી શ્રી જિનપૂજકને નિર્વાણફ્લની પ્રાપ્તિ થાય-એ વાત કેમ બંધબેસતી થાય ? -આવી શંકા ઉત્પન્ન થવા પામે નહિ અને કદાચ આવી શંકા ઉત્પન્ન થવા પામી હોય, તો તે શમી ગયા વિના પણ રહે નહિ, એ માટે પણ શાસ્ત્રકાર પરમર્ષિ આ વિંશિકામાં જ ફરમાવે છે કે-પાણીના એક પણ બિન્દુને જો મહાસમુદ્રમાં નાખવામાં આવે, તો તે જેમ અક્ષયભાવને પામે છે. તેમ શ્રી જિનપૂજા પણ આત્માને અક્ષયભાવને પમાડે છે. જે ભાવ અક્ષયભાવમાં મળી જવા પામે છે, તે ભાવ નિયમા સમસ્ત અક્ષયભાવને સાધનારો બને છે ! રસથી
વિંધાયેલું તાંબું જેમ ીથી તાંબાપણાને પામતું નથી, તેમ અક્ષયભાવમાં જે ભાવ મળી ગયો, તે અક્ષયભાવને સાધ્યા વિના રહેતો નથી. પરિપૂર્ણ મોક્ષ એ પરિપૂર્ણ અક્ષયભાવવાળી સ્થિતિ છે. એ સ્થિતિ ક્રમે કરીને જ પ્રગટ થાય છે. શ્રી જિનપૂજાના યોગે જીવ એ ક્રમને પામી જાય છે અને એ ક્રમને પામેલો આત્મા પરિપૂર્ણ અક્ષયભાવવાળી સ્થિતિને અવશ્યમેવ પામે છે. આમ શ્રી જિનપૂજા પરંપરાએ પણ નિર્વાણની સાધક બની શકે છે અને એ કારણથી જ શાસ્ત્રકાર પરમર્ષિએ મનોયોગની પ્રધાનતાવાળી શ્રી જિનપૂજાને નિર્વાણસાધની તરીકે ઓળખાવી છે. એ પૂજામાં આત્મા પરમાત્મસ્વરૂપની પૂજાની પ્રધાનતાવાળો હોય છે. એનું લક્ષ્ય માત્ર આત્માના અજ-અમરપણા તરફ હોય છે.
અન્તિમ સદબોધ :
આ રીતિએ શ્રી જિનપૂજાના ફ્લને વર્ણવીને અને એ ફ્લની પ્રાપ્તિના વિષયમાં નિઃશંક બનાવીને, શાસ્ત્રકાર પરમર્ષિ, આ વિંશિકાના અન્ત ભાગમાં એટલે ઓગણીસમી ગાથામાં, ભવ્ય જીવોને શ્રી જિનપૂજા કરવાની પ્રેરણા કરતાં ફરમાવે છે કે-આ શ્રી જિનપૂજા, એ સંસાર રૂપ સાગરને તરવાને માટે જહાઝ સમાન છે અને એ કારણથી સમજુ માણસે સઘળા આદરપૂર્વક ભગવાન શ્રી જિનેશ્વરદેવોની પૂજા કરવી જોઇએ. આ પછી શાસ્ત્રકાર પરમર્ષિ કહે છે કે-શાસ્ત્રોમાં દ્રવ્યપૂજાને અંગે જે કહ્યું છે તેમાંથી અહીં ટૂંકમાં દ્રવ્યપૂજા દર્શાવી છે અને ભાવપૂજા, કે જેને માટે મુખ્યત્વે યતિઓ જ અધિકારી છે, તે યોગના અધિકારમાં કહીશું; એટલે કે-એ વાત સત્તરમી યોગ વિંશિકામાં આવશે. આમ કહીને શાસ્ત્રકાર પરમર્ષિએ આ આઠમી વિંશિકા સમાપ્ત કરી છે. પૂજામાં આદરભાવનું સૂચન
પરમ ઉપકારી શાસ્રકાર પરમર્ષિએ જેમ સર્વ આદરપૂર્વક શ્રી જિનપૂજા કરવાનું માવ્યું છે, તેમ બીજા પણ જે જે ઉપકારિઓએ શ્રી જિનપૂજાના સંબંધમાં વિવેચનાદિ કર્યું છે, તેઓએ પણ શ્રી
Page 103 of 197