________________
હોય અને કાં તો એને નષ્ટ કરવાનો આપણો ઉદ્યમ ચાલુ હોય; એવું કાંઇ છે? જો એ ન હોય, તો આપણે કાંઇ મુગ્ધ તો નથી જ. આ વાત ઉપરથી દરેકે પોતાના આશયનો વિચાર કરવાનો છે. પોતે જે કાંઇ ધર્મક્રિયાઓ કરે છે, તે ધર્મક્રિયાઓ કયા આશયથી કરે છે અને તે કયા આશયથી કરવી જોઇએ, તેનો વિચાર પોતે જ કરવો જોઇએ. આરાધના સાથે પ્રભાવનાનો લાભ પણ મળે :
આ વાત અહીં આપણે એટલા પૂરતી કરીએ છીએ કે-આપણી ધર્મક્રિયાઓ કેવી છે, તેનો આપણને ખ્યાલ આવે અને જે ખામી હોયતેને કાઢવાનું મન થાય. આપણી ધર્મક્લિાઓ એવી છે ખરી, કે જે ધર્મક્રિયાઓને જોઇને અન્ય યોગ્ય આત્માઓના અંતરમાં આ ધર્મક્રિયાઓ પ્રત્યે બહુમાન ભાવ પ્રગટે ? ખરેખર, કોઇ પણ દોષને વશ બનીને જ પોતાનું બગાડે છે, તે બીજાનું પણ પ્રાય: બગાડે જ છે. ધર્મક્રિયાઓ જેટલી સારી રીતિએ વિધિપૂર્વક થાય, તેટલી જ તે સ્વ-પર ઉભયને ઉપકારક થાય. વિધિબહુમાનપૂર્વક, બાહા ને આન્તર શુદ્ધિના પ્રયત્નપૂર્વક, ધર્મક્રિયાઓને જેવી રીતિએ કરવાનું શાસ્ત્ર ફરમાવ્યું છે, તેવી રીતિએ જો આ ધર્મક્રિયાઓ થાય, તો આ ધર્મક્રિયાઓમાં પણ અસાધારણ શકિત છે. એવી રીતિએ ધર્મક્રિયાઓને આચરવાના પ્રયત્નવાળા પુણ્યાત્માઓ શાસનના આરાધક બનવા સાથે શાસનના પ્રભાવક પણ બની શકે છે. જે આત્માઓના અન્તરમાં ભગવાન શ્રી જિનેશ્વરદેવોના શાસન પ્રત્યે સાચો આરાધકભાવ પ્રગટે છે, તે આત્માઓ જેમ શકિત મુજબની આરાધનામાં ઉજમાલ બને છે, તેમ તેઓમાં જો પુણ્યોદયાદિના યોગે અમુક અમુક વિશિષ્ટ પ્રકારની શકિતઓ હોય છે, તો તેઓ શાસનના પ્રભાવક પણ બને છે. શાસ્ત્રમાં પ્રવચનિક, ધર્મકથિક આદિને શાસનના પ્રભાવક તરીકે વર્ણવ્યા છે; તેમાં ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ મોક્ષને માટે ફરમાવેલાં ધર્માનુષ્ઠાનોને સારી રીતિએ વિધિ મુજબ આચરનારા પુણ્યાત્માઓને પણ શાસનના પ્રભાવક તરીકે વર્ણવ્યા છે. આપણામાં બીજી કોઇ વિશિષ્ટ શકિત ન હોય તો પણ, આપણે જો ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલાં ધર્માનુષ્ઠાનોને, એક માત્ર મોક્ષના આશયથી સારી રીતિએ વિધિ મુજબ આચરવાના પ્રયત્ન કરીએ, તો પણ આપણે શાસનના આરાધક બનવા સાથે શાસનના પ્રભાવક પણ બની શકીએ. આરાધનાના યોગે જે લાભ થવાનો હોય તે તો થાય જ, પણ તેમાં જ્યારે પ્રભાવનાનો લાભ ઉમેરાઇ જાય, એટલે તો કમાલ થઇ જાય ને ? પછી મેળવવા ધારેલું પરમ કુલ કેટલું જલદી મળે ? એ આરાધના અને પ્રભાવનાનું ફલ એકઠું થઇને ભવાન્તરમાં ધર્મારાધન આદિની કેવી સુન્દર સામગ્રી પૂરી પાડે ? શાસનના પ્રભાવક બનવાની સાચી અભિલાષા ભાવદયામાંથી જ જન્મે છે. “જેમ હું આ મોક્ષના સાધનને પામ્યો છું, તેમ સૌ કોઇ મોક્ષના સાધનને પામો' –એવી મનોવૃત્તિ ભાવદયાના ઘરની છે; પણ પોતાના આત્માની જ જ્યાં આવી ભાવદયા ન હોય ત્યાં અન્ય આત્માઓને માટેની ભાવદયા જન્મે શી રીતિએ ? તમે થોડી-ઘણી પણ ધર્મક્રિયાઓ કરો છો, માટે જ તમને ખાસ કરીને કહેવાનું મન થાય છે કે-જે ધર્મક્રિયાઓને તમે કરો છો, તે ધર્મક્રિયાઓને તમે એવી રીતિએ કરવાને માટે પ્રયત્નશીલ બનો, કે જેથી તમને આરાધનાનો તેમજ પ્રભાવનાનો લાભ પણ મળે. બીજની પ્રાપ્તિ કેવી રીતિએ થાય છે ?
શુદ્ધ ધર્મની પ્રાપ્તિના ક્રમમાં પહેલી વાત ધર્મક્રિયાઓની કહી. બીજાઓને ધર્મક્રિયાઓને કરતા જોઇને, એ ક્રિયાઓને કરવાનું પોતાનું મન થાય, એ ધર્મવૃક્ષનું બીજ છે. ધર્મક્લિાઓને કરનારાઓને જોઇને એમ થઇ જાય કે- “હું પણ આ ધર્મક્રિયાઓને આચરું !' આવી પણ ઇચ્છા કેવી રીતિની હોવી
Page 99 of 234