________________
કરનાર પણ યથાવિધિ ક્રિયા કરનાર તો નથી જ. એવા જીવો ભગવાન શ્રી જિનેશ્વરદેવોને ભગવાન શ્રી જિનેશ્વરદેવી તરીકે સ્વીકારે છે તથા એ તારકે પ્રત્યે તેઓના હૈયામાં ભક્તિભાવ છે, એટલે એ ભકિતભાવથી એ જીવોની પૌગલિક અપેક્ષા નાશ પામી શકે છે અને એથી જ તે ક્રિયાઓ ભાવધર્મનું કારણ બની શકે છે, એવી પણ ક્રિયાઓ ભાવધર્મનું કારણ બને છે, તેમાં સદુભકિત એ જ કારણ છે. બાકી મુગ્ધ જીવોને લાભ જ થાય એવો નિયમ નહિ અને ગતાનુગતિકપણે ધર્મક્રિયાઓને કરનારાઓમાં તો કોઇ કોઇને જ લાભ થઇ જાય છે. હવે ધર્મક્રિયાઓને કરનારાઓમાંના ચોથા વિભાગના આત્માઓ તો વિધિબહમાનથી રહિત જ હોય છે. વિધિબહુમાનથી રહિત હોવા છતાં પણ, તેઓ પોતાની પૌગલિક લાલસાને સફલ કરવાને માટે ધર્મક્રિયાઓના બાહા ફ્લેવરને સારી રીતિએ જાળવનારા હોય એ શક્ય છે. આ બધું છતાં, ત્રીજા વિભાગના અને ચોથા વિભાગના આત્માઓ જે ધર્મક્રિયાઓને આચરતા હોય છે, તે ધર્મક્રિયાઓ અન્ય આત્માઓને માટે બહુમાનનું કારણ નથી જ બનતી-એવું એકાન્ત કહી શકાય નહિ; પણ એ રીતિએ શુદ્ધ ધર્મ રૂપ કલ્પવૃક્ષના બીજની પ્રાપ્તિ જે આત્માઓને થાય, તેઓ જો એ ત્રીજા અને ચોથા વિભાગના આત્માઓના પરિચયમાં આવે, તો પછી તેનું બીજનાાદિ પરિણામ આવવાનો સંભવ પણ ખરો. એવો ભય પહેલા બે વિભાગના આત્માઓ માટે નહિ. આપણી ધર્મક્રિયાઓ કયી કક્ષામાં ?
આપણે પણ ધર્મક્રિયાઓ તો કરીએ જ છીએ ને ? આપણે ધર્મક્રિયાઓ કરીએ તો છીએ, પણ તે કયા હેતુથી કરીએ છીએ? આપણે મોક્ષપ્રાપક ધર્મના અર્થી છીએ એ માટે ધર્મક્રિયાઓ કરીએ છીએ કે ધર્મસિદ્ધ છીએ એ માટે ધર્મક્રિયાઓ કરીએ છીએ? જો ધર્મસિદ્ધ પણ નથી અને મોક્ષપ્રાપક ધર્મના અર્થી પણ નથી, તો આપણી ગણના કયા વિભાગમાં થાય તેમ છે ? ભગવાન શ્રી જિનેશ્વરદેવો પ્રત્યે ભકિતભાવ જાગ્યો હોય અને એથી એમ થયું હોય કે ભગવાન શ્રી ક્લેિશ્વરદેવોએ ફરમાવેલી આ ધર્મક્રિયાઓ છે, માટે કલ્યાણના હેતુથી આ જ કરવા લાયક છે, તો તો જ્યારે ખબર પડે કે- “ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ મોક્ષના આશયથી જ આ ધર્મક્રિયાઓને આચરવાની કહી છે અને સંસારના ઇહલૌકિક અગર પારલૌકિક સુખના આશયથી આ ધર્મક્રિયાઓને આચરવાનો નિષેધ કર્યો છે, ત્યારે પોતાનો ધર્મક્રિયાઓને આચરવા પાછળ જે પૌગલિક આશય હોય, તે ખટક્યા વિના રહે ખરો? એ પાપાશયને તજી દેવાનું મન થયા વગર રહે ખરૂં? ભગવાન શ્રી જિનેશ્વરદેવોના પ્રત્યે ભકિતભાવ હોવાના કારણે જ જો એ તારકોએ ફરમાવેલી ધર્મક્રિયાઓ ઉપર રૂચિ થઇ હોય, તો એ તારકો જે આશયનો નિષેધ કરતા હોય, તે આશયના નિષેધની પણ એ તારકોની જ આજ્ઞા છે, એવું જાણ્યા પછી એ આશયને તજવાનું મન થાય નહિ, એ બને જ નહિ. પૌગલિક આશયના નિષેધની આજ્ઞા જાણ્યા પછી, એ આશયને જો તજવાનું મન થાય નહિ અને એ જ આશયનો આગ્રહ રહે, તો તો સમજવું જોઇએ કે-મૂળ ભકિતની વાતમાં જ ખામી છે; ભગવાન શ્રી જિનેશ્વરદેવો પ્રત્યેની સદભકિતથી જ એ તારકોએ ફરમાવેલી ક્રિયાઓ રૂચી નથી, પણ પૌગલિક આશયથી જ એ ક્રિયાઓ રૂચી છે. સભકિતવાળા આત્માઓમાં પૌગલિક આશય હોય તો પણ, તેના ધર્માચરણમાં પૌગલિક આશય પ્રધાન હોતો નથી, પણ સભકિત જ પ્રધાન હોય છે અને એ સભકિતમાં પૌગલિક આશયને નિવારવાની તાકાત હોવાના કારણે જ, પૌગલિક આશયવાળા પણ એવા આત્માઓની ધર્મક્રિયાઓ ભાવધર્મને પમાડનારી બની શકે છે. આપણી ધર્મક્રિયાઓ આ કક્ષામાં જાય એવી પણ છે ખરી? આપણી ધર્મક્રિયાઓ જો આ કક્ષામાં જાય તેવી પણ હોય, તો મોક્ષના આશય આદિની આટલી બધી વિચારણા પછી તો, આપણો પૌગલિક આશય કાં તો નષ્ટ થઈ ગયો
Page 98 of 234