________________
જોઇએ ? બહુમાનપૂર્વક્ની તેની શુદ્ધ પ્રશંસાપૂર્વની ! તેના પ્રત્યેના બહુમાનથી સંગત એવી તેની શુદ્ધ પ્રશંસા કરવાનું મન થાય અને એ પ્રકારે એ ધર્મક્રિયાઓને કરવાની ઇચ્છા થાય. સાચી અનુમોદનાનો આ પ્રકાર છે. ધર્મક્રિયાઓને આચરનારાઓનું દર્શન થયું; એ દર્શન થતાંની સાથેજ એ ધર્મક્રિયાઓ પ્રત્યે હૃદયમાં આદરભાવ પ્રગટ્યો; ધર્મક્રિયાઓ પ્રત્યે આદરભાવ પ્રગટે, એટલે ધર્મક્રિયાઓને આચરનારા પુણ્યવાનો પ્રત્યે પણ આદરભાવ પ્રગટે જ; ધર્મક્રિયાઓ પ્રત્યે અને ધર્મક્રિયાઓને આચરનારા પુણ્યવાનો પ્રત્યે આદરભાવ પ્રગટે, એટલે એની કોઇ પણ પ્રકારના સ્વાર્થથી રહિત, ઉપહાસથી પણ રહિત અને ‘આની પ્રશંસા કરવામાં આપણું શું જાય છે ?' –એવા વિચારથી પણ રહિત એવી શુદ્વ પ્રશંસા કરવાનું મન થાય; અને એ પ્રશંસા એવી જ હોય, કે જેમાં હું પણ આ ધર્મક્રિયાઓને આચરૂં -એવી ઇચ્છાને જન્માવવાનું સામર્થ્ય ન હોય, એવું બને જ નહિ. આવી રીતિએ, ધર્મક્રિયાઓને આચરવાની આત્મામાં જે ઇચ્છા ન્મે, તેને ઉપકારી મહાપુરૂષો શુદ્ધ ધર્મ રૂપી ક્લ્પવૃક્ષના બીની ઉપમા આપે છે. આજની મોટા ભાગની ધર્મક્રિયાઓ :
અહીં આપણે એ વાતનો પણ વિચાર કરવો જોઇએ કે-આપણે કેટલીક ધર્મક્રિયાઓને તો પામ્યા
છીએ, પણ ધર્મક્લ્પવૃક્ષના બીને પામ્યા છીએ કે નહિ ? એમ માનતા નહિ કે-આ બીના અભાવમાં ધર્મક્રિયાઓ સંભવતી જ નથી. આ બીના અભાવમાં પણ ધર્મક્રિયાઓ સંભવે છે. અભવ્યોની-દુર્ભવ્યોની અને ચરમાવર્તને પામેલા ભવ્યોમાં પણ જેઓ ગુરૂર્મી હોય છે તેઓની ધર્મક્રિયાઓ આ જાતિના બીજ્વાળી હોતી નથી. એવા આત્માઓને ધર્મક્રિયાઓ ધર્મક્રિયાઓ તરીકે ગમતી નથી. સદાચરણ સદાચરણ તરીકે જ ગમવું-એ જૂદી વસ્તુ છે અને ‘મારો અમુક સ્વાર્થ આ સદાચરણ દ્વારા જ સિદ્ધ થાય તેમ છે' -અવું લાગવાથી સદાચરણ ગમવું એ જૂદી વસ્તુ છે. ધર્મક્રિયાઓ ધર્મક્રિયાઓ તરીકે રૂચે-એવું નિર્મલ હૈયું જેનું હોય, તેને તો ધર્મક્રિયાઓના ફલનો વિશેષ અને સ્પષ્ટ ખ્યાલ ન હોય તો પણ, ધર્મક્રિયાઓ રૂચે; જ્યારે કેવળ પૌદ્ગલિક સ્વાર્થવાળાને માટે કોઇ ધર્મક્રિયાઓ ધર્મક્રિયાઓ તરીકે તેને રૂચી છે એમ કહેવાય નહિ. એને તો એવી ખાત્રી થઇ છે કે- ‘આ ક્રિયાઓથી મારો અમુક સ્વાર્થ સિદ્ધ થવાનો છે' માટે જ એને આ ધર્મક્રિયાઓ ગમી છે. બીજી ક્રિયાઓથી જો એને પોતાનો સ્વાર્થ સિદ્ધ થશે એમ લાગે, તો આ ધર્મક્રિયાઓને છોડતાં અને બીજી અનાચારાદિની પાપક્રિયાઓને વળગતાં પણ એને વાર લાગે નહિ. આજે ધર્મક્રિયાઓને આચરનારાઓમાંના મોટા ભાગની દશા એવી ણાય છે કે-એમને ધર્મક્રિયાઓ ધર્મક્રિયાઓ તરીકે તો રૂચી નથી, પણ ‘મારો અમુક પૌદ્ગલિક સ્વાર્થ આ ધર્મયિાઓથી તો અવશ્ય સિદ્ધ થશે' -એ પ્રકારે પણ ધર્મક્રિયાઓ રૂચી નથી. આ રીતિએ સ્વાર્થના હેતુથી જ ધર્મક્રિયાઓ રૂચે એ સારૂં છે-એમ નથી, પણ આ રીતિએ ય જેઓને ધર્મક્રિયાઓ રૂચે છે, તેમની ધર્મક્રિયાઓ પણ આટલી બધી માયકાંગલી, ઠામ-ઠેકાણા વગરની, બાહ્ય વિધિની પણ દરકાર વિનાની,
આ ક્રિયાઓ કેવી રીતિએ કરવી જોઇએ-તેવી જ્ઞિાસાથી પણ હીન અને દરેકે દરેક ધર્મક્રિયાઓ ઝટ ઝટ આટોપી લેવાની વૃત્તિવાળી હોતી નથી. આની ધર્મક્રિયાઓમાંની ઘણા ભાગની ધર્મક્રિયાઓ આવી છે. તેમાં મુખ્યત્વે બે કારણો છે. એક તો ગતાનુગતિકતા અને બીજું પોતાને જે સ્વાર્થને સિદ્ધ કરવાની ઇચ્છા છે, તે સ્વાર્થ પણ અવશ્ય સિદ્ધ થશે જ-એવા દ્રઢ વિશ્વાસનો અભાવ. કેટલાકોને એમ થાય છે કે- ‘આ બધા કહે છે કે આ ક્રિયાઓથી પાપ ટળે અને પુણ્ય બંધાય, તો આપણે પણ આય થોડું-ઘણું કરતા રહો, કે જેથી આ બધા ક્યે છે તે સાચું હશે તો વળી આપણી આ ભવની ભીડ પણ ભાગશે અને પરલોક્માં વ્હેર કરવાની મળશે.’ આવી રીતિએ ધર્મક્રિયાઓને કરનારાઓ તો શુદ્ધ ધર્મ રૂપી કલ્પવૃક્ષના બીને પણ
Page 100 of 234