SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ પામેલા નથી. એવા જીવોને માટે તેઓ બીજને પામેલા છે, એમ કોઇ પણ રીતિએ કહી શકાય નહિ. આવી રીતિએ થતી ધર્મક્રિયાઓ, જેઓની પાસે ધર્મક્રિયાઓ ધર્મક્રિયાઓ તરીકે રૂચે એવું નિર્મલ હૈયું છે, તેઓના હૈયામાં બહુમાનને પેદા કરનારી નિવડે નહિ, તો એમાં આશ્ચર્ય પામવા જેવું કશું જ નથી. ધર્મક્રિયાઓને આચરનારા હોવા છતાં પણ આપણે આ બીજથી પણ જો વંચિત રહી ગયા, તો આપણે માટે એ, તળાવે જઇને તરસ્યા આવવા કરતાં પણ વધારે ખરાબ ગણાશે. ધર્મક્રિયાઓ સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં યા સહાયક બની શકે છે : સમ્યગ્દર્શન એટલે શું? સાચું તત્ત્વદર્શન, એ સમ્યગ્દર્શન છે. જે જવા સ્વરૂપે છે, તેને તેવા સ્વરૂપે જ જોવાની અને માનવાની અત્માની જ લાયકાત, તેનું નામ છે-સમ્યગ્દર્શન. રાગ અને દ્વેષના ગાઢ પરિણામ રૂપ ગ્રન્થિ ભેદાયા પછીથી જ આત્માને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. આત્માના પોતાના રાગ અને દ્વેષના ગાઢ પરિણામ રૂ૫ ગ્રન્થિ ભેદાયા વિના સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઇ શકતી નથી. રાગ અને દ્વેષના ગાઢ પરિણામો આત્માને પદાર્થના સાચા જ્ઞાનને પામવા દેતા નથી તથા જે કાંઇ સાચો ખ્યાલ આવ્યો હોય તેમાં સુનિશ્ચિત બનવામાં અંતરાય કરે છે. સમ્યગ્દર્શન ગુણ પ્રગટતાં, આત્માને હેયોપાદેયનો હેયોપાદેય તરીકેનો ખ્યાલ આવે છે અને એ ખ્યાલમાં તે સુનિશ્ચિત હોય છે. આથી જ, તત્ત્વના શ્રદ્વાનને જેમ સમ્યગ્દર્શન કહેવાય છે, કુદેવ-કુગરૂ-કુધર્મના ત્યાગ પૂર્વનો સુદેવ-સુગરૂ-સુધર્મનો જે સ્વીકાર, એને પણ સમ્યગ્દર્શન કહેવાય છે. તત્ત્વના સ્વરૂપનો સાચો ખ્યાલ પામીને, તેમાં સુનિશ્ચિત બનવાની અત્માની જે લાયકાત, તે સમ્યગ્દર્શન ગુણની અપેક્ષા રાખે છે. આ સમ્યગ્દર્શન ગુણની પ્રાપ્તિમાં પણ સાચા બહુમાનપૂર્વકની ધર્મક્રિયાઓ સુંદર ફાળો આપે છે. ધર્મક્રિયાઓમાં દેવ-ગુરૂ-ધર્મની જ ઉપાસના હોય છે. એ ઉપાસના, તેના ઉપાસકને દેવ-ગુરૂ-ધર્મના સ્વરૂપનું જ્ઞાન મેળવવાને પ્રેરે છે. ધર્મક્રિયાઓને આચરનારની આંખ સામે મુખ્યત્વે દેવ, ગુરૂ અને ધર્મચારી આત્માઓ હોય છે. દેવની પૂજા કરતાં દેવના સ્વરૂપ વિષે, ગુરૂની સેવા કરતાં ગુરૂના સ્વરૂપ વિષે અને બીજી ધર્મક્રિયાઓ કરતાં ધર્મના સ્વરૂપ વિષે તેમજ એ બધામાં પોતાના સ્વરૂપ વિષે વિચારણા આદિ કરવાની પણ સન્દર તક પ્રાપ્ત થાય છે. એ ક્રિયાઓ આત્માને પરભાવથી નિવૃત્ત થવામાં અને સ્વભાવમાં પ્રવૃત્ત થવામાં ખૂબ જ મદદગાર નિવડે છે : એટલે અધિગમ દ્વારા સમ્યગ્દર્શનને ઉપાજવાની કામનાવાળાઓએ પોતાના ચિત્તને ખાસ કરીને ધર્મક્રિયાઓમાં પરોવવું જોઇએ. અધિગમને માટેનો સારામાં સારા અવકાશ પણ ધર્મક્રિયાઓમાં લભ્ય છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવોની ભકિત, ધર્મગુરૂઓની સેવા, ધર્મચારી આત્માઓનું દર્શન અને બીજી પણ ધર્મક્રિયાઓનું આચરણ-આત્માની રાગ અને દ્વેષના ગાઢ પરિણામો રૂપ ગ્રન્થિને ભેદવામાં અપૂર્વ કોટિની સહાય કરી શકે છે. માત્ર આત્માનો હેતુ તેવો સારો લેવો જોઇએ. ચરમ આવર્તમાંય કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રધાનપણે બાધક નિવડે છે : આત્માના શુભ પરિણામ રૂપ સમ્યકત્વ, અપૂર્વ કોટિના આત્મપરિણામ રૂપ “અપૂર્વકરણ' દ્વારા સાધ્ય છે અને તે અપૂર્વકરણ પણ, જ્યાં સુધી કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિ ક્ષીણ થતી નથી, ત્યાં સુધી પ્રાપ્ત થતું નથી. ચરમાવર્ત કાળ દરમ્યાનમાં જ જ્યારે કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિ ક્ષીણ થાય છે, તે પછીથી જ, પાંચમી વિંશિકામાં આપણે જે બીજ આદિનું સ્વરૂપ જોઇ આવ્યા, તે બીની પણ પ્રાપ્તિ થઇ શકે છે. અચરમાવર્ત કાલમાં પણ કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય થઇ શકે છે, પણ ત્યાં કાલદોષની Page 101 of 234
SR No.009173
Book TitleChoud Gunsthanak Part 01 Gunasthank 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy