________________
પ્રધાનતા એવી અન્તરાય કરનારી હોય છે કે- કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય થવા છતાં પણ, જીવ વિશેષ વિશેષ સ્મૃસ્થિતિનો ક્ષય સાધવા દ્વારા એવી દશાને પામી શકતો જ નથી, કે જેથી તેને બીજ આદિની પ્રાપ્તિ થાય. આ વસ્તને સમજવાને માટે, ચરમ આવર્ત કોને કહેવાય છે-તેનો આપણે જેમ વિચાર કર્યો, તેમ કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિ કોને કહેવાય છે, તેનો પણ વિચાર કરવો પડશે. અચરમાવર્ત કાલમાં જેમ કાલની પ્રધાનતા સુનિશ્ચિતપણે છે, તેમજ કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય ન થાય ત્યાં સુધી ચરમાવર્તમાં પણ કર્મની પ્રધાનતા સુનિશ્ચિતપણે છે ચરમાવર્તમાં આવ્યા પછી જેમ તરત જ જીવને ક્રમે કરીને સમ્યકત્વને પમાડનાર બીજ આદિની પ્રાપ્તિ થાય જ-એવો નિયમ નથી; તેમ ચરમાવર્તમાં પણ કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય થાય એટલે તેવા સર્વ ભવ્ય જીવોને તરત જ, જીવને ક્રમે કરીને સમ્યકત્વને પમાડનાર બીજ આદિની પ્રાપ્તિ થાય જ-એવો પણ નિયમ નથી. આથી સમજવાનું એ છે કે-જીવને ક્રમે કરીને સમ્યક્ત્વને પમાડનાર બીજ આદિની પ્રાપ્તિ જ્યારે થાય છે, ત્યારે તે ચરમાવર્ત કાલમાં જ થાય છે અને અચરમાવર્ત કાલમાં કોઇ પણ રીતિએ તે બીજ આદિની પ્રાપ્તિ થઇ શકતી જ નથી; તેમ ચરમાવર્તકાલમાં પણ જીવને ક્રમે કરીને સમ્યકત્વને પમાડનાર બીજ આદિની પ્રાપ્તિ જ્યારે થાય છે ત્યારે કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય થયા પછીથી જ થાય છે, પણ જ્યાં સુધી જીવ કર્મોની ચરમ પણ ઉત્કૃષ્ટ સ્થિતિમાં હોય છે, ત્યાં સુધી તો તેને નિયમા તે બીજ આદિની પ્રાપ્તિ થઇ શકતી નથી. એટલે કે જીવને ક્રમે કરીને સમ્યક્ત્વને પમાડનાર બીજ આદિની પ્રાપ્તિ માટે, પહેલાં અચરમાવર્ત કાલ પ્રધાનપણે બાધક અને કાલની એ બાધા ટળી ગયા પછી કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રધાનપણે બાધક. જડ ક્મનો અનાદિકાલીન યોગ :
શ્રી જૈનશાસનમાં એ વાત પ્રસિદ્ધ છે કે-આત્મા જેમ અનાદિકાલીન છે, તેમ જs કર્મો પણ અનાદિકાલીન છે અને આત્માની સાથેનો જડ એવાં કર્મોનો યોગ પણ અનાદિકાલીન છે. આત્માના સુવિશુધ્ધ સ્વરૂપને આવરનાર જો કોઇ પણ વસ્તુ હોય, તો તે એક કર્મોનો યોગ જ છે. જે સમયે આત્મા એ જs કર્મોના યોગથી સર્વથા રહિત બને છે, તે સમયે જ એ પરિપૂર્ણ મુકિતને પામ્યો એમ કહેવાય છે. આત્માને જો ખરેખરી પરાધીનતા હોય, તો તે જડ કર્મોના યોગની જ છે. સઘળીય પરાધીનતાઓનું મૂળ આત્માની સાથેનો જપ કર્મોનો યોગ છે. આત્માને જે કાંઇ દુ:ખો આદિ ભોગવવાં પડે છે, તે આ જs કર્મોના યોગને કારણે જ ભોગવવા પડે છે. આત્માની એકાન્તિક અને આત્મત્તિક સુખમય એવી સ્વાભાવિક અવસ્થાને રોધનાર પણ એક માત્ર જપ કર્મોનો યોગ જ છે. આ જડ કર્મોનો આત્માની સાથેનો યોગ પહેલ-વહેલો ક્યારે થયા અને શાથી થયો, એ સર્વજ્ઞ પરમાત્માઓથી પણ કહી શકાતું નથી; કારણ કે-આત્માની સાથેનો જપ કર્મોનો યોગ અનાદિકાલીન છે. સર્વથા સુવિશુદ્ધ સ્વરૂપવાળો આત્મા કોઇ પણ કારણે કદી પણ જડ કર્મોના યોગવાળો બની શકતો જ નથી. જો સર્વથા સુવિશુદ્ધ સ્વરૂપવાળો આત્મા કોઇ પણ કારણ કદી પણ જડ કર્મોના યોગવાળો બની શકતો હોય, તો મુકિતની સાધનાનો માર્ગ નિરર્થક બની જાય છે; કારણ કે-મુકિતને મેળવવાનો કાંઇ વિશેષ અર્થ રહેતો નથી. મુકતાત્મા બનેલો આત્મા પણ જો પુન: કર્મબદ્ધ થઇ શકતો હોય અથવા થતો હોય, તો સંસારનાં મળેલા પણ સુખોને તજીને માને મેળવવાનો પ્રયત્ન કરે કોણ? તેમજ જેને સંસારનાં સુખો ન મળ્યાં હોય તે પણ સંસારનાં સુખોને જ મેળવવાનો પ્રયત્ન કરવાને બદલે વિરકત બનીને શા માટે મુકિતમાર્ગની કષ્ટમય આરાધના કરીને મોક્ષને મેળવવાનો પ્રયત્ન કરે? પરન્તુ વસ્તુસ્થિતિ એ છે કે કોઇ પણ મુકતાત્મા કદી પણ જડ ર્મોના યોગવાળો બનતો જ નથી. આત્મા એક વાર પરિપૂર્ણ મુકતદશાને પામ્યો, એટલે તો હંમેશને માટે તે પોતાની
Page 102 of 234