________________
પરિપૂર્ણ એકાન્તિક-આત્યન્તિક સુખમય દશાને જ ભોગવે છે. આ કારણે જ, આપણે, ઇશ્વરના
અવતારવાદની ઇતરોની માન્યતાનો પણ વિરોધ કરીએ છીએ.
જડ કર્મોના યોગથી સર્વથા રહિત બનાય
તેવા માર્ગની પ્રરૂપણા શા માટે ?
આ ઉપરથી આપણે એ વાતની પણ સારી રીતિએ સાચી ક્લ્પના કરી શકીએ એવું છે કે-ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ અને એ તારકે ફરમાવેલા માર્ગને અનુસરનારા પરમષિઓએ માત્ર પુણ્યનો જ માર્ગ કેમ દર્શાવ્યો નહિ અને એક માત્ર મુક્તિમાર્ગની પ્રરૂપણા કરીને તેની અન્તર્ગત આવશ્યક એવા પુણ્યમાર્ગની પ્રરૂપણા કેમ કરી ? ભગવાન શ્રી જિનેશ્વરદેવોના આત્માઓ ધર્મતીર્થની સ્થાપના કરવાનું અને મુક્તિમાર્ગની સ્વતન્ત્રપણે પ્રરૂપણા કરવાનું પુણ્ય, કેટલા બધા દયાળુ બનીને ઉપાર્જે છે, એ તો જાણો છો ને ? જગતનો નાનામાં નાનો, ક્ષુદ્રમાં ક્ષુદ્ર જીવ પણ એ તારકોની દયામાંથી બાતલ રહેવા પામતો નથી. સંસારના સઘળાય જીવો દેહધારી છે. સંસારનો કોઇ પણ જીવ દેહરહિત નથી. દેહરહિત જીવો તો માત્ર મુકતાત્માઓ જ છે. સંસારના સઘળાય જીવો દેહધારી હોવા છતાં પણ, સઘળાય દેહધારી જીવોના દેહને ચર્મચક્ષુથી જોઇ શકાતો નથી. સંસારવર્તી જે દેહધારી જીવોને ચર્મચક્ષુથી જોઇ શકાય એવા જ જીવોનો સમાવેશ ભગવાન શ્રી જિનેશ્વરદેવોની દયામાં થતો હતો એવું નથી; ચર્મચક્ષુથી જોઇ શકાય એવા જીવોનો અને ચર્મચક્ષુથી ન જોઇ શકાય એવા જીવોનો પણ-એમ સઘળાય દેહધારી જીવોનો સમાવેશ ભગવાન શ્રી જિનેશ્વરદેવોની દયામાં થતો હતો. ભગવાન શ્રી જિનેશ્વરદેવોના આત્માઓમાં આમ સઘળાય દેહધારી જીવોને માટે જે દયા પ્રગટી હતી, તે પણ સામાન્ય કોટિની નહિ હતી. સઘળાય જીવો દુ:ખથી મૂકાય અને સુખને પામે, એટલો જ ભાવ એ દયામાં નહિ હતો. એ દયામાં તો એવો ભાવ હતો કે-સઘળાય જીવો દુ:ખ માત્રથી એવી રીતિએ મૂકાય, કે જેથી તેમને દુ:ખનું કોઇ કારણ જ રહે નહિ તથા તેવું કારણ ઉત્પન્ન થવાય પામે નહિ; એટલે ફરીથી કદી પણ તેઓ દુ:ખના એક અંશને પણ પામે નહિ તેમજ સઘળાય જીવો જે સુખને પામે તે સુખ પણ ન તો અધુરૂ હોય કે ન તો કોઇ કાળે કોઇ અંશે પણ ક્ષીણ થાય એવુ હોય. સઘળાય જીવો આવા એકાન્તિક અને આત્યન્તિક સુખને પામો-એવી સર્વોત્તમ કોટિની દયાભાવના ભગવાન શ્રી જિનેશ્વરદેવોના આત્માઓમાં હતી. એ તારકોના આત્માઓની આવી સર્વોત્તમ કોટિની દયાના પરિણામો પણ હળવા નહિ હતા, પણ સર્વોત્કૃષ્ટ કોટિના હતા. સર્વોત્કૃષ્ટ કોટિના એ પરિણામો એટલે શું ? જો તે સમયે શક્ય હોય, તો એ તારના આત્માઓ એક પણ જીવને માટે, તેને એકાન્તિક અને આત્યન્તિક સુખની પ્રાપ્તિ કરાવવામાં, એક ક્ષણનો પણ વિલંબ કરે જ નહિ, એવા એ સર્વોત્કૃષ્ટ કોટિના પરિણામો હતા. આમ સર્વોત્કૃષ્ટ કોટિની દયાના સર્વોત્કૃષ્ટ પરિણામો હોવા છતાં પણ, એ તારકોના આત્માઓને એ જ વિચાર કરવો પડ્યો કે-સઘળાય જીવોને ભગવાન શ્રી જ્ઞેિશ્વરદેવોના શાસનના રસિક બનાવી દઉં ! સઘળાય જીવોને હું ભગવાન શ્રી જ્ઞેિશ્વરદેવોએ ફરમાવેલા એક માત્ર મુકિતમાર્ગના રસિક બનાવી દઉં ! કેમ એમ ? કારણ એ હતું કે-સઘળાય જીવોને પોતે ઇચ્છતા હતા તેવા એકાન્તિક અને આત્યન્તિક સુખના ભોકતા બનાવવાનો એક માત્ર ઇલાજ એ જ હતો. બીજો એક પણ ઇલાજ એવો નહોતો જ, કે જે ઇલાને અજ્માવીને એ તારકોના આત્માઓ સઘળાય જીવોને પોતાની ભાવના મુજ્બ એકાન્તિક અને આત્યન્તિક સુખના ભોક્તા બનાવી શકે, પુણ્યથી સુખસામગ્રી મળે-એ સાચું, પુણ્ય વિના કોઇ પણ સારી સામગ્રી મળી શકે નહિ-એય સાચું, પણ કોઇ જ પુણ્ય એવું છે જ નહિ કે-એ પુણ્ય પ્રાપ્ત થયું એટલે પછી તે સદા કાળને માટે ટકી રહે ! વળી
Page 103 of 234