________________
પુણ્યમાં પણ જે સુન્દર કોટિનાં પુણ્યો છે, તે પુણ્યો, જે જીવો વિષયસુખ તથા કષાયસુખના જ અર્થિઓ છે, તેમને પ્રાપ્ત થતાં જ નથી. કેટલાંક પુણ્યો તો માત્ર મોક્ષના જ આશયથી મોક્ષસાધક ધર્મને આચરનારાઓને જ પ્રાપ્ત થઇ શકે છે. વળી પુણ્યોદયના કાળમાં પણ બીજા પણ કર્મો આત્માને દુઃખી કરી શકે છે. આથી ભગવાન શ્રી જિનેશ્વરદેવોના આત્માઓ જો સઘળાય જીવોને પુણ્યની પ્રાપ્તિના માર્ગના રસિક બનાવી દેવાનો વિચાર કરે, તો એ એ વિચાર તારકોની ભાવનાને બંધ બેસતો ગણાય જ નહિ. ભગવાન શ્રી જિનેશ્વરદેવોના આત્માઓ, ગતના સઘળાય જીવોને જે એકાન્તિક અને આત્યન્તિક સુખના ભોક્તા બનાવવાની ભાવનાવાળા બન્યા હતા, તે સુખનો લાભ જીવને તે જો સર્વ કર્મોના યોગથી રહિત બને તા જ થઇ શકે એમ હતું; એટલું જ નહિ પણ ર્કોના યોગથી સર્વથા રહિત બનવાને માટેનો એક માત્ર ઉપાય એ જ હતો કે-જે જીવને સર્વ કર્મોના યોગથી રહિત બનવું હોય, તે જીવે પોતે જ ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા શાસનની જ આરાધના કરવી જોઇએ; આથી, સર્વોત્કૃષ્ટ કોટિની ભાવદયાના સર્વોત્કૃષ્ટ પરિણામવાળા બનેલા ભગવાન શ્રી જ્ઞેિશ્વરદેવોના આત્માઓએ, પોતાના એ પરિણામોની સફલતાને માટે, એવી જ ભાવના ભાવવા માંડી કે- ‘જ્ગતના સઘળાય જીવોને હું ભગવાન શ્રી નેિશ્વરદેવોના શાસનના રસિક બનાવી દઉં !' આવી ભાવનાના યોગે એ તારકોના આત્માઓએ પોતાના અન્તિમ ભવથી ત્રીજા ભવે એવું સર્વોત્તમ કોટિનું પુણ્યકર્મ ઉપાર્જ્યું, કે જે પુણ્યના વશથી જ એ તારકોએ, પોતાના અન્તિમ ભવમાં કેવળજ્ઞાની બન્યા બાદ, ધર્મતીર્થની સ્થાપના કરી અને મુક્તિમાર્ગની સ્વતન્ત્રપણે પ્રરૂપણા કરી. એક માત્ર મુક્તાત્મા જ, સર્વ પ્રકારે સુખી હોઇ શકે છે અને એકેય પ્રકારે દુ:ખી હોઇ શકતો નથી તેમજ મુક્તાત્મા તે જ બની શકે છે, કે જે પોતાના આત્માની સાથેના અનાદિકાલીન કર્મયોગથી સર્વથા રહિત બને છે- આથી જ ભગવાન શ્રી નેિશ્વરદેવોએ અને એ તારકે ફરમાવેલા માર્ગને અનુસરનારા પરમષિઓએ માત્ર પુણ્યનો જ માર્ગ નહિ દર્શાવતા, આત્માને મોના યોગથી સર્વથા રહિત બનાવવાનો માર્ગ જ બતાવ્યો.
કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય કામનો ક્યારે ?
આત્માને, અનાદિકાલીન જ્ડ કર્મોના યોગથી સર્વથા રહિત બનાવવાને માટે, સૌથી પહેલી આવશ્યકતા ભવ્યત્વ-સ્વભાવની છે. પછી ભવિતવ્યતાની છે, પછી કાળની છે અને તે પછી કર્મ તથા પુરૂષાર્થની છે. જો ભવ્યત્વ સ્વભાવ ન હોય; તો ભવિતવ્યતાના વશથી જીવ વ્યવહાર રાશિમાં આવે તો પણ તે કદી જ કાળની અનુકૂળતાને પામી શકે નહિ અને જીવનો ભવ્યત્વ-સ્વભાવ હોવા છતાં પણ જો ભવિતવ્યતાની અનુકૂળતા મળે નહિ, તો જીવ જ્યાં વ્યવહાર રાશિમાં પણ આવી શકે નહિ. ત્યાં વળી તેને કાળની અનુકૂળતા તો મળે જ શી રીતિએ ? જીવનો ભવ્યત્વ-સ્વભાવ હોય અને ભવિતવ્યતાએ અનુકૂળ બનીને જીવને વ્યવહાર રાશિમાં લાવી મૂક્યો હોય, તો એ જીવને ગમે ત્યારે પણ કાળ આદિની અનુકૂવતા પ્રાપ્ત થવાની, એ વાત તો નક્કી જ; પણ જ્યાં સુધી કાળની અનુકૂળતા પ્રાપ્ત થાય નહિ, ત્યાં સુધી મની અમુક અનુકૂળતા પ્રાપ્ત થાય તો પણ તે, એ દ્રષ્ટિએ તો નકામી જ જ્વાની; કર્મની એ અનુકૂળતા, કોઇ પણ રીતિએ, જીવને પોતાનો જે અનાદિકાલીન જડ કર્મોનો યોગ છે, તેને સર્વથા દૂર કરવાની ઇચ્છા સરખી કરાવવાને પણ સમર્થ નિવડવાની નહિ. જીવ જ્યારે ચરમાવર્તને પામે, તે પછીથી જ ર્મ સંબંધી અનુકૂળતા, ભવિતવ્યતા આદિ અનુકૂળ હોય તો જ, જીવને કાર્યસાધક નિવડવાની. આથી જ, શાસ્રકાર પરમષિએ પહેલાં ચરમાવર્તની વાત કરી. ચરમાવર્તમાં પણ, કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય થયા બાદ જ, શુદ્ધ ધર્મ રૂપ જે સમ્યક્ત્વ, તે રૂપ જે સર્વ ઇષ્ટોને પૂરવાને સમર્થ એવું કલ્પવૃક્ષ, તેના
Page 104 of 234