SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મયિાઓનો તો આ વિષયમાં બહુ વિચાર જ કરવા જેવો નથી. પરમ ફ્લને પમાડનારી ધર્મક્રિયાઓ : ધર્મના સાચા અર્થી અથવા તો ધર્મસિદ્ધ આત્માઓની ધર્મક્રિયાઓ જ ધર્મવૃક્ષના પરમ ફલને પમાડી શકે છે. એ બન્નેય આત્માઓ ધર્મવૃક્ષના પરમ ફલના અર્થી છે. ધર્મનો સાચો અર્થી આત્મા ધર્મક્રિયાઓને આચરે છે, કારણ કે-એને પરમ ફલને પમાડનાર ધર્મનો ખપ છે. એ એને મેળવવો છે. ત્યારે ધર્મસિદ્ધ આત્મા ધર્મક્રિયાઓને કેમ આચરે છે ? તેમાં બે કારણો છે : એક તો એને ધર્મક્રિયાઓ સિવાયની કોઇ પણ ક્રિયામાં ચેન પડતું નથી. બીજી કોઇ ક્રિયામાં એને જો ચેન પડતું હોય, તો એમ સમજી લેવું કે-તેની એ ક્રિયાની અન્તર્ગત પણ કોઇક સ્થલે ધર્મનો અંશ રહેલો છે અને એ અંશના પ્રતાપે જ એ તેવી ધર્મક્રિયા સિવાયની ક્રિયામાં પણ ચેન અનુભવી શકે છે. ધર્મસિદ્ધ આત્મા ધર્મક્રિયાઓને આચરે છે, તેમાં પહેલું કારણ તો એ છે કે-એને ધર્મક્રિયાઓ સિવાય ચેન પડતું નથી અને બીજું કારણ એ છે કે-પોતાનો જેટલો ધર્મ હજુ પણ સિદ્ધ નથી થયો, તેને સિધ્ધ કરીને તેને પરમ ફલને પ્રાપ્ત કરવું છે. આ ઉપરથી તમે સમજી શક્યા હશો કે-સંપૂર્ણ સ્વભાવસ્થતાને પામેલા ધર્મસિદ્ધ આત્માઓની આ વાત નથી, પણ એવા ધર્મસિદ્ધ આત્માઓની આ વાત છે, કે જેઓ બીજા જીવો પણ ચર્મચક્ષુ દ્વારા જોઇ શકે એવી પણ ધર્મક્રિયાઓને આચરે છે. ધર્મક્રિયા-કારકોના ચાર વિભાગ : આ રીતિએ ધર્મક્રિયાઓને આચરનારા આત્માઓને ચાર વિભાગોમાં પણ વહેંચી શકાય. પફ્લો વિભાગ-ધર્મસિદ્ધ આત્માઓનો, બીજો વિભાગ-ધર્મના સાચા અર્થી આત્માઓનો, ત્રીજો વિભાગ-ધર્મક્રિયાઓ નિોત છે એવી સદ્ભક્તિથી તેને આચરનારા જીવોનો તથા ગતાનુગતિકપણે જ ધર્મયિાઓને આચરનારા આત્માઓનો તથા માર્ગના પ્રવેશના હેતુથી ધર્મક્રિયાઓમાં યોજાએલા મુગ્ધ જીવાનો અને ચોથો વિભાગ-કેવળ પૌદ્ગલિક સુખના આશયથી અને મોક્ષનો આશય જોઇએ-એવું જાણવા મળે તોય એ સમજ્ઞે હૈયે સ્પર્શવા દીધા વિના જ ધર્મક્રિયાઓને આચરનારાઓનો. આ ચાર પ્રકારના જીવોની ધર્મક્રિયાઓનું દર્શન થાય. આ ચાર પ્રકારના જીવોમાંથી ક્યા ક્યા પ્રકારના જીવોની ધર્મક્થિાઓના દર્શનથી સદ્ધર્મ રૂપી ક્લ્પવૃક્ષના બીની ઉત્પત્તિ થઇ શકે, એ વાત પણ વિચારવા જેવી છે. ધર્મસિદ્ધ આત્માઓની ધર્મક્રિયાઓ : સમ્યગ્દર્શનાદિ ગુણોને પામેલા આત્માઓ, એ ધર્મસિદ્ધ આત્માઓ છે. ધર્મસિદ્ધ આત્માઓની ધર્મક્રિયાઓ, ઘણી જ સુન્દર અને એથી લઘુÆ વિચક્ષણ આત્માઓને ઝટ આકર્ષી શકે એવી હોય, એ સ્વાભાવિક છે : કારણ કે-એ આત્માઓનો ભગવાન શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞાઓ પ્રત્યેનો રાગ અનુપમ કોટિનો હોય છે. શાસ્ત્ર જે જે સ્થાને જે જે ધર્મક્રિયાઓ જે જે રીતિએ કરવાની ક્થી હોય તથા તેમાં જે જે પ્રકારની બાહ્ય અને આભ્યન્તર શુદ્વિ જાળવવાની કો હોય, તે તે સ્થાને તે તે ધર્મક્રિયાઓ તે તે રીતિએ કરવાની તથા તેમાં તે તે પ્રકારની બાહ્ય અને આભ્યન્તર શુદ્વિ જાળવવાની, ધર્મસિદ્ધ આત્માઓને ખૂબ જ કાળજી હોય છે. એટલી કાળજી હોવા છતાં પણ, અનેક કારણોસર, ધર્મસિદ્ધ આત્માઓની ધર્મક્રિયાઓમાં અવિધિદોષ આવી જાય, એ સુસંભવિત છે; પણ એ અવિધિદોષ પણ ધર્મસિદ્ધ આત્માઓને ખટક્યા વિના રહેતો નથી. ધર્મસિદ્ધ આત્માઓમાં વિધિબહુમાન એટલું જોદાર હોય છે કે-થોડીક અવિધિ થઇ જાય તોયે તે એમને ગમતું નથી અને એથી પોતાની સ્થાનોચિત ધર્મક્રિયાઓને Page 96 of 234
SR No.009173
Book TitleChoud Gunsthanak Part 01 Gunasthank 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy