________________
એ નિયમ મુજબ આત્માનો સ્વભાવ એ જ આત્માનો ધર્મ છે અને એથી તે આત્માની સાથે જ હોય છે. આત્મા એ જેમ ચર્મચક્ષુ દ્વારા દેખાય એવો પદાર્થ નથી, તેમ આત્માનો સ્વભાવ પણ ચર્મચક્ષુ દ્વારા દેખાય તેવું નથી. હવે જ્યારે આત્માના સ્વભાવને ચર્મચક્ષુ દ્વારા જોઇ શકાય નહિ, ત્યારે ધર્મનું દર્શન શી રીતિએ થાય ? ચેતનયુકત દેહમાં રહેલા આત્માનું દર્શન જે રીતિએ થઇ શકે છે, તે રીતિએ અમુક દેહમાં આત્મા રહેલો છે કે નહિ, તે આપણે જેમ લક્ષણો દ્વારા જાણી શકીએ છીએ, તેમ ધર્મિમાં રહેલા ધર્મને પણ ધર્મક્રિયાઓ આદિ દ્વારા જાણી શકાય છે. ધર્મક્રિયાઓ ક્યાં ક્યાં સંભવે ?
ધર્મક્રિયાઓ કાં તો ધર્મના સાચા અર્થી આત્મામાં સંભવે અને કાં તો ધર્મસિદ્ધ આત્મામાં સંભવે. ધર્મના સાચા અર્થી પણ નહિ અને ધર્મસિદ્ધ પણ નહિ, એવાય આત્માઓમાં ધર્મક્રિયાઓ સંભવી શકે, પણ તેનું બહુ મહત્ત્વ નથી. એવા આત્માઓનું પણ વર્ગીકરણ કરવું પડે તેમ છે. કેટલાક આત્માઓ ગતાનગતિકપણે જ ધર્મક્રિયાઓને આચરનારા હોય છે, ત્યારે કેટલાક આત્માઓ એવા મુગ્ધ હોય છે કે-તેમને સમજાવવા માત્રથી તેઓ સંસારના અને મોક્ષના સ્વરૂપને સમજી શકે જ નહિ. એજીવોમાં સમજશકિત એટલી બધી ઓછી હોય છે કે-તેમના અંતરમાં મ મોક્ષનો આશય પ્રગટી શકતો નથી, તેમ તેમને સંસારના આશયથી જ ધર્મક્રિયા કરવાનો આગ્રહ પણ હોતો નથી. તેઓને ધર્મક્રિયા ગમે છે, ઓધ રીતિએ કલ્યાણકારી લાગે છે અને એથી એને આચરવાનું તેમને મન થાય છે. આવા જીવોને ક્રમે કરીને ભગવાન શ્રી નેિશ્વરદેવોએ ફરમાવેલા ધર્મની પ્રાપ્તિ થાય, એ હેતુથી ગીતાર્થ મહાત્માઓ તેમને સૌભાગ્યાદિ તપોનું ઘન કરે છે. શ્રી વલ્કલચીરીના પ્રસંગમાંથી તમને મુગ્ધ જીવો કેવા હોય છે, તેનો ખ્યાલ તો આવ્યો હશે. શ્રી વલ્કલચીરી એવા મુગ્ધ હતા, માટે જ તેમને ભોગરાગી બનાવવાને માટે રાજા પ્રસન્નચન્દ્ર વેશ્યાઓને અંગસ્પર્ધાદિ કરાવવાનું સૂચન કર્યું હતું. એવું કાંઇ અમુગ્ધ જીવોને માટે કરી શકાય ખરૂ? ભોગના રાગી આત્માને એ અંગસ્પર્શ જેવી અસર કરી શકે, તેવી અસર કાંઇ મુગ્ધ જીવોને એ અંગસ્પર્શ કરી શકે નહિ. મુગ્ધ એવા શ્રી વલચીરીને એ અંગસ્પર્શથી પણ ભોગની ઇચ્છા થઇ નહોતી, એ તમે જાણો છો. એ જ રીતિએ, મુગ્ધ જીવોને માર્ગ પમાડવાના હેતુથી ગીતાર્થ મહાત્માઓ જે સૌભાગ્યાદિ તપો રૂપ ધર્મક્રિયાઓ કરાવે, તે પરિણામે તો પ્રાય: ઘર્મના સાચા અર્થિપણા આદિને પમાડનારી નિવડે છે અને તે ક્રિયાઓના કાલમાં પણ તે મુગ્ધ જીવોમાં એવા દુન્યવી સુખના હેતુથી જ ધર્મક્રિયાઓને આચરવાનો આગ્રહ પ્રગટતો નથી. વળી કેટલાક જીવો એવા પણ હોય છે કે-ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ આ ક્રિયાઓ કહી છે, એવી સદભકિતથી ધર્મક્રિયાઓ કરતા હોય, પણ તેમાં આશય સંસારના સુખનો હોય. આવા બધા જીવોને છોડીને, કે જે જીવો ધર્મના સાચા અર્થી પણ નથી તેમજ ધર્મસિદ્ધ પણ નથી, તેવા જીવોમાં જે ધર્મક્રિયાઓ દેખાય, તે તો વસ્તુત: ધર્મનું દર્શન નથી જ. કલ્યાણના અર્થીિઓ માટે એવા પ્રકારનું ધર્માચરણ ત્યાજ્ય જ છે. એની અનુમોદના પણ થઇ શકે નહિ. આમ છતાં પણ, ઓને એ જીવોના વિપરીત આશયની માહિતી ન હોય, તેઓને એ જીવોને ધર્મને આચરતા જોઇને પણલાભ થઇ જાય એ શકય છે. તેઓને એવો લાભ થાય, તો પણ વિપરીત આશયવાળા જીવોને તો એ લાભનો લાભ મળે જ નહિ ! કારણ શું? કારણ એ જ કે-એ લાભ થવા પામ્યો તેમાં હેતુ એક તો ધર્મક્રિયાઓ નિજ સ્વરૂપે સુન્દર છે એ છે અને બીજો હેતુ એને જોનારો આત્મા લાયક છે એ છે; પણ વિપરીત આશયવાળો જીવ એવો લાયક નથી કે-એ એની લાયકાતના બળે, પોતે જે ધર્મક્રિયાઓને આચરે છે, તેના દર્શનથી બીજાઓને લાભ પમાડી શકે. ગતાનુગતિકપણે કરનારા તથા મુગ્ધ જીવોની
Page 95 of 234