________________
જેઓને બરાબર સમજાયો હોય, તેઓએ ભાવધર્મની પ્રાપ્તિને માટે પહેલાં તો પોતાના હૃદયને નિર્મલ બનાવવાનો પ્રયત્ન કરવો જોઇએ. પોતાના હૃદયને એટલું નિર્મલ તો જરૂર બનાવવું જોઇએ, કે જેથી પુણ્યોદયના યોગે પ્રાપ્ત થયેલું ધર્મચારી આત્માનું દર્શન નુકશાનકારક તો નિવડે નહિ, પણ તે નિષ્ફલેય નિવડે નહિ. ધર્મને આચરતા જીવોને જોતાંની સાથે જ આપણા અન્તરમાં બહુમાન જ્ન્મ અને એ બહુમાનના યોગે તેમની તથા તેઓ જે ધર્મને આચરે છે તેની શુદ્ધ પ્રશંસા કરવાનું મન થાય, એટલું નિર્મળ તો હૃદયને અવશ્ય બનાવવું જોઇએ. તમે જૈનકુળમાં જન્મ પામ્યા છો એટલે વાત જૂદી છે, પણ બધા જ આત્માઓને કાંઇ શ્રી નિભાષિત ધર્મને આચરનારા જીવોનું દર્શન થતું નથી. તેઓને ઇતર દર્શનોના યમાદિને આચરનારાઓનું દર્શન પણ થાય. એવખત ય જો હૃદય એટલું નિર્મળ થયું હોય કે-ધર્મનું દર્શન થતાં જ ધર્મ ધર્મ તરીકે રૂચે, તો ઇતર દર્શનોના યમાદિને આચરનારાઓને જોઇને પણ અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવોના હૃદયમાં તેઓ પ્રત્યે તથા તેઓથી આચરાતા ધર્મ પ્રત્યે બહુમાન જાગે, તેની સ્વાર્થાદિક દોષોથી રહિત શુદ્ધ પ્રશંસા કરવાન મન થાય અને પોતાને ધર્મને આચરવાની ઇચ્છા પણ જન્મે. એ ઇચ્છા જો પ્રબલ બને તો ધર્મને આચરવાના ઉપાયોનું અન્વેષણ કરવાનું મન પણ થાય જ. ધર્મના નામે અનેક મતો યાતિને ભોગવતા હોય, એટલે ક્યા ધર્મનો ક્યો ઉપાય આચરવો, એનું પણ જીવ અન્વેષણ કરે, એ સુશક્ય છે. એ પછી એ જીવ પોતાને જે ઉપાયો યોગ્ય લાગ્યા હોય તે ઉપાયોમાં પ્રવૃત્તિ કરે, પણ જો તે આભિગ્રાહિક મિથ્યાત્વવાળો ન બની જાય અને માધ્યસ્થ્યભાવને ધરતો થકો વિવિધ ઉપાયોમાં પ્રવૃત્તિ કરતો રહે, તો તેનો વિકાસ અટકી પડે નહિ. એ જીવને પુણ્યોદયે જો સદ્ગુરૂનો સુયોગ પ્રાપ્ત થઇ જાય, તો એ સદ્ગુરૂની સુદેશના આદિથી એ જીવને સમ્યક્ત્વ રૂપ ભાવધર્મની પ્રાપ્તિ પણ થઇ જાય. અત્યાર સુધી એ જે દેવ-ગુરૂ-ધર્મના સ્વરૂપના સંબંધમાં અનિશ્ચિત હતો, તે સુનિશ્ચિત બની જાય. આપણે તો એવા ભાગ્યશાલી છીએ કે-આપણને જૈનકુલમાં જ્ન્મ થવાના પ્રતાપે અતિ દુર્લભ એવી સુન્દર સામગ્રી મળી ગઇ છે. તમન જો ખ્યાલ આવી શકે, તો તમે પોતે એવી કલ્પના કરી શકો કે-ખરેખર, આપણા સદ્ભાગ્યની અવધિ છે. આટલી બધી સામગ્રી મળ્યા પછી પણ, તમને જો તમારા આવા સર્વોત્તમ કોટિમાં ગણાય તેવા સદ્ભાગ્યનું સાચું સ્વરૂપ ખ્યાલમાં ન આવે, તો એ મનસિબી પણ અસામાન્ય કોટિની ગણાય. તમારે માટે ભાવધર્મની પ્રાપ્તિનો આ પણ એક ઉપાય છે કે-તમે તમારા આ મહત્ સદ્ભાગ્યના સ્વરૂપને યથાર્થપણે પિછાનો ! જ્ઞાનિઓ જે કારણસર તમને મહત્ સદ્ભાગ્યવાળા તરીકે વર્ણવે છે, તે કારણને જો તમે યથાર્થપણે સમજી શકો અને એ કારણ જો તમને રૂચી જાય, તો તમને આ ભવમાં પણ ભાવધર્મ અને તેની સુન્દર આરાધના પ્રાપ્ત થઇ શકે, એવી તમને પ્રાપ્ત થયેલી સામગ્રીના આધારે ક્લ્પના થઇ શકે તેમ છે. આ વિષયમાં જેટલો ઉપેક્ષાભાવ હોય તે જો નીકળી જાય અને પરમ ઉપકારી પરમષિઓનું ફરમાવેલું અત્યારે જે કાંઇ સાંભળવા મળે છે તેનું મનન આદિ કરીને તેને હૈયામાં સારી રીતિએ રૂચાવવાનો પ્રયત્ન થાય, તો અનન્તાનન્ત ભવોમાંથી આ ભવ ગુણસમૃદ્ધિની પ્રાપ્તિની અપેક્ષાએ નોખો પડી ગયા વિના રહે નહિ. તમે સમજો તો આજે બાજી તમારા હાથમાં છે. ઢીલ હોય તો તે માત્ર તમારા પ્રયત્નોની જ છે. સદ્ગુરૂઓની સુદેશના આદિનો સુયોગ જે કોઇ જીવોને જ્યારે મળે, ત્યારે જો તેઓમાં યોગ્યતા હોયતો તે સુંદર પરિણામ નિપજાવ્યા વિના રહેતો જ નથી; અને જીવો અયોગ્ય હોય તો તેમાં બીજો કોઇ ઉપાય પણ નથી.
ધર્મદર્શન ધર્મક્રિયાઓથી :
ધર્મ, એ કોઇ એવી વસ્તુ નથી, કે જેને ચર્મચક્ષુઓ દ્વારા જોઇ શકાય. વસ્તુનો સ્વભાવ-એ ધર્મ,
Page 94 of 234