________________
પેદા કરવાનો પ્રયત્ન કરવા જોઇએ. ધર્મવૃક્ષનું કાષ્ઠ કોને કહેવાય ?
“મારે પણ આ ધર્મકરણી કરવી જ છે' - આવો નિશ્ચયાત્મક ભાવ આત્મામાં જન્મ્યો, એટલે આત્મા, પોતાના તે ભાવને સફલ બનાવે તેવા ઉપાયો ક્યા કયા છે, તેનું અન્વેષણ કરે. આ અન્વેષણને, પરમ ઉપારી શાસ્ત્રકાર પરમષિ સદુધર્મ રૂપ કલ્પવૃક્ષના કાષ્ઠ તરીકે ઓળખાવે છે. ઇચ્છા જન્મી, એ ઇચ્છા વધતે વધતે પ્રબલ પણ બની, પણ એ ઇચ્છાને સફલ કરવાના ઉપાયો હાથ લાગવા જોઇએ ને ? આચરવી છે ધર્મક્રિયાઓને જ, એ વાતનો તો નિર્ણય છે પણ હવે પોતાની શકિત , સામગ્રી આદિનો વિચાર કરવો પડે ને ? કયી ધર્મક્રિયાઓ આચરવી અને તે કેમ આચરવી, તેનોય વિચાર તો કરવો પડે ને ? ગમે તેમ આંધળીયા કરે, તો એ ટકે કેટલો વખત ? યથાશક્તિની જે વાત ઉપકરિઓએ ક્કી છે, તે પણ ઉપકરબુદ્ધિથી જ કહી છે. યથાશકિત એટલે શું ? શકિતને ગોપવવી પણ નહિ અને શકિતને ઉલ્લંઘવી પણ નહિ. શક્તિને જોઇને, જેટલી શકિત હોય તેનો સારામાં સારી રીતિએ ઉપયોગ કરવાનો વિચાર કરવો જોઇએ. ધર્મક્રિયાઓ તો બધી આચરવા લાયક જ છે, પણ જ્યાં પોતાની શકિતનો સવાલ આવ્યો, એટલે જોવું પડે કે- “આ ધર્મક્રિયાઓમાં હું આચરી શકું અને મેં આચરવા માંડેલી ધર્મક્રિયાઓનો છેક સુધી હું સારી રીતિએ નિર્વાહ કરી શકુ-એવી ધર્મક્રિયાઓ કયી કયી છે ?' જે પુણ્યાત્માને ધર્મક્રિયાઓને આચરવાની ઉત્કટ ઇચ્છા થઇ છે, તે પુણ્યાત્મા એવો પણ વિચાર કરે કે- “મારે જે ધર્મક્રિયાઓને આચરવી છે, તે ધર્મક્રિયાઓને આચરવાને માટે મારે કયા કયા ઉપાયો લેવા જોઇએ ?' આ બધું સદુધર્મ રૂપ કલ્પવૃક્ષના કાષ્ઠ તરીકે ગણાય. કાષ્ઠ એટલે શું ? વૃક્ષનું થડ અને તેનાં ડાળાં-ડાળીઓ, એ વિગેરે કાષ્ઠ કહેવાય. ધર્મક્રિયાઓ, કે જેને પોતે આચરવાને ઇચ્છે છે, તેના નાના પ્રકારના ઉપાયોનું જે અન્વેષણ કરાય એ સધર્મ રૂપ કલ્પવૃક્ષનું કાષ્ઠ ગણાય. પાંદડાં પુષ્પ અને ફ્લ :
થડ તથા ડાબાં-ડાળી વિગેરે જમ્યા પછી શાનો ઉદભવ થાય ? કાળાં-ડાળી આવ્યા પછી પાંદડા આવે ને ? ધર્મક્રિયાઓને અથવા તો ધર્મક્રિયાઓ દ્વારા ધર્મનું આચરવાને માટેના જૂદા જૂદા પ્રકારના ઉપાયોનું અન્વેષણ કર્યા પછીથી, તે ઉપાયોને વિષે વિવિધ પ્રવૃત્તિ કરવી, એ સધર્મ રૂપ વૃક્ષનાં પાંદડાંઓની ઉપમાને પામે છે. અને પછી તેમાંથી ગુરૂસંયોગાદિ રૂપ પુષ્પ પેદા થાય છે અને તે પછી સદગુરૂની સુદેશના આદિના યોગે જીવને જે સમ્યકત્વ રૂપ ભાવધર્મની પ્રાપ્તિ થાય છે. તેને પરમ ઉપારી શાસ્ત્રાર પરમષિ ફલ તરીકે વર્ણવીને, ફરમાવે છે કે-સમ્યકત્વ રૂપ આ ફલ અવશ્યમેવ મોક્ષ રૂપ પરમ ફલનું સાધક બને છે. પાંચમી વિંશિકાનો ઉપસંહાર :
સમ્યગ્દર્શન રૂ૫ ભાવધર્મની પ્રાપ્તિ તો ચરમાવર્ત કાલ પૈકીનો પણ અડધો કાલ વ્યતીત થયા પહેલાં થતી જ નથી અને આપણે સધર્મ રૂપ કલ્પવૃક્ષના જે બીજનો વિચાર કરી આવ્યા તે બીની પ્રાપ્તિ પણ જીવે ચરમાવર્તમાં આવ્યા પહેલાં થતી જ નથી. આ વાત તેમજ બાકીનાં ચારેય કારણોની વાત પણ આપણે વિચારી આવ્યા છીએ, એટલે હવે કટલીક ઉપસંહારાત્મક વાતો કરીને, આપણે છઠ્ઠી વિશિકામાં પરમ ઉપકારી શાસકર પરમષિએ જે ફરમાવ્યું છે, તેમાં મુખ્ય મુખ્ય કયી હકીકતો છે, એ જોવાનું પ્રાપ્ત થાય છે. અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવ ચરમાવર્તમાં આવ્યા પછી સામાન્ય રીતિએ તો આવા જ ક્રમે કરીને સમ્યકત્વ રૂપ ભાવધર્મને પામે, એ વાત યોગ્ય આત્માઓને સહેલાઇથી સમજી શકાય એવી છે. આ ક્રમ
Page 93 of 234