SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યન્ત સંસારમાં રઝળાવી શકે નહિ. આથી ધર્મક્રિયાઓ ન બની શકે અથવા તો ધર્મક્રિયાઓ તરફ રૂચિભાવ ન પ્રગટી શકે, તો પણ ધર્મક્રિયાઓ પ્રત્યે લેશ માત્ર પણ દ્વેષ થઇ જાય નહિ, તેની તો પૂરતી કાળજી રાખવી જોઇએ. ધર્મક્રિયાઓની સાચી રૂચિ, એ તો ધર્મવૃક્ષનું બીજ છે. ધર્મચારી આત્માઓને જોતાની સાથે જ આત્મામાં બહુમાનભાવ પ્રગટે, એવી અન્ત:કરણની શુદ્ધતા જ્યાં સુધી ન થાય, ત્યાં સુધી ધર્મવૃક્ષનું આ બીજ આત્મામાં પ્રગટી શકે નહિ. ધર્મવૃક્ષનો અંકુરો : બીની સાર્થકતા પણ ફલને જ આભારી છે; ફલની કિમંત ન હોય તો બીની કશી જકિમંત નથી; બીજ દ્વારા ફલ નિપજે, એ માટે બીજમાંથી પહેલાં તો અંકુરા ફુટવા જોઇએ. એ મુજબ સદુધર્મ રૂપ કલ્પવૃક્ષના બીને અંકુરો ફુટવો જોઇએ ને ? બીજમાં ધર્મક્રિયાઓને કરવાની જેવી સુન્દર ઇચ્છા, તેવો જ તે ઇચ્છાનો સુન્દર એવો જે અનુબંધ, એને ઉપકારી મહાપુરૂષોએ સદુધર્મ રૂપ કલ્પવૃક્ષના અંકુરા તરીકે ફરમાવેલ છે. આ સંસારમાં જીવની સઘળી જ ઇચ્છાઓ અનુબંધવાળી હોય, એવો નિયમ નથી. ઘણી ઇચ્છાઓ તો એવી હોય છે કે-એ મ્યા પછી લાંબો કાળ જીવી શકતી પણ નથી; ત્યાં એના ફળસંપાદનની તો વાત જ શી કરવી? ન્મેલી ઇચ્છાઓ જીવે, વિરૂપ બને નહિ અને પ્રબળ બનતી જાય, તો એ ઇચ્છાઓનો અમલ કેમ કરવો, તેના ઉપાયોનું અન્વેષણ થાય. ધર્મનું આચરતા આત્માનું દર્શન થયું, એ પુણ્યોદયનું સૂચક છે. પુણ્યોદય વિના તો સારી ચીજનું દર્શન પણ જીવને લભ્ય થતું નથી. પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી ધર્મચારી આત્માનું દર્શન થયું હોય, તો તો એ દર્શનને પામનાર આત્મામાં એ ધર્મચારી આત્માની ધર્મક્યિા પ્રત્યે તથા ધર્મચારી આત્મા પ્રત્યે પણ બહુમાન જાગ્યા વિના રહે નહિ. ધમચારી આત્માને જોતાં દુર્ભાવ જાગે તો સમજવું કે-એ દર્શન થયું પુણ્યોદયે, પણ એ પુણ્ય પાપાનુબંધી હોવું જોઇએ. જે પુણ્યના ઉદયથી ધર્મચારી આત્માનું દર્શન થયું, તે પુણ્ય કેટલું જોરદાર છે-એ પણ જોવું પડે. ધર્મચારી આત્માને જોઇને ખાસ કાંઇ અસર થાય નહિ, એમ પણ બને. એ વખતે સદ્ભાવ અગર દુર્ભાવ જાગે અને ધર્મચારી આત્મા આંખ આગળથી દૂર થતાં એ વાત વિસરી જવાય-એમ પણ બને ધર્મચારી આત્માનું દર્શન થતાં ધર્મક્રિયા અને ધર્મચારી આત્મા પ્રત્યે બહુમાનભાવ જાગ્યો અને એથી ઉત્તમ આત્માઓ આવી ઉત્તમ ક્રિયાઓને આચરીને પોતાના જીવનને ધન્ય બનાવે છે. આ જીદગીમાં આવી ઉત્તમ ક્રિયાઓ જ કરવા લાગક છે -આવા પ્રકારની શુદ્ધ પ્રશંસા પણ જીવે કરી તેમજ “હું પણ આવી ક્રિયાઓ કરૂં' -આવી ઇચ્છા પણ જન્મી : આ બીજ તો પ્રાપ્ત થયું, પણ પછી શું? એ ઇચ્છા દબાઇ જવી જોઇએ નહિ, તેમ એ ઇચ્છામાં કોઇ પણ પ્રકારનો વિપરીતભાવ આવી જવા પામે નહિ, તેની પણ કાળજી રાખવી જોઇએ. ધર્મકરણની ઇચ્છા રૂપ જે બીજ, તે ઇચ્છાનો જે નિષ્કલંક અનુબંધ, તે અંકુર. સારી પણ ાં પડેલાં બીજોને જો જરૂરી સામગ્રી પ્રાપ્ત ન થાય, તે બીજોને જો જરૂરી સામગ્રીથી સહિત બનાવવાની કાળજી રાખવામાં આવે નહિ, તો તે બીજોને વણસી જતાં વાર લાગતી નથી. અહીં પણ ધર્મકરણની જન્મેલી ઇચ્છા જો ક્રમસર વૃદ્ધિને પામે નહિ, તો તે અંકુરપણાને પામી શકતી નથી. ધર્મક્રિયાઓની અને ધર્મચારી આત્માઓની બહુમાનપૂર્વની શુદ્ધ પ્રશંસા જેમ ધર્મને આચરવાની ઇચ્છાને ન્માવવામાં સફળ નિવડે છે, તેમ એ ઇચ્છાને અનુબંધવાળી બનાવવાને માટે પણ એ જ ઉપાયને સારી રીતિએ આચરવો જોઇએ. ધર્મક્લિાઓની અને ધર્મચારી આત્માઓની બહુમાનપૂર્વકની શુદ્ધ પ્રશંસા દ્વારા, પોતાની ધર્માચરણની ઇચ્છાને પ્રબલ બનાવવી જોઇએ. એ ઇચ્છાને નિર્ણયાત્મક દશાએ પહોંચાડવી જોઇએ. “મારે પણ આ ધર્મકરણી કરવી જ છે' -એવા સુન્દર નિશ્ચયાત્મક ભાવને આત્મામાં Page 92 of 234
SR No.009173
Book TitleChoud Gunsthanak Part 01 Gunasthank 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy