________________
તો મોક્ષસાધક પુરૂષાર્થ વેગળો રહી જાય અને જીવ મેળવેલી ગુણસમૃદ્ધિને પણ હારી જાય, એવું પણ બને. એવા પણ જીવને પોતાના ધ્યેયને સિધ્ધ કરવાને માટે ફરીથી પાછો જ્યારે અવસર મળે ત્યારે મોલાસાધક પુરૂષાર્થને આચરીને જ ગુણસમૃદ્ધિને પ્રાપ્ત કરવી પડે છે અને એ જ રીતિએ સકલ કર્મોના યોગથી રહિત એવી મુકતાવસ્થાને પ્રાપ્ત કરવી પડે છે. આથી આપણે માટે તો એક માત્ર મોક્ષસાધક પુરૂષાર્થ પ્રત્યે લક્ષ્યવાળા બનવું, એ જ હિતાવહ છે. આવા શ્રવણથી ય વૈરાગ્ય જન્મ :
મહાત્મા શ્રી વલચીરીના પ્રસંગમાં આપણે એ પણ જોયું કે-એ મહાત્માના જીવે પૂર્વભવમાં રત્નત્રયીની જે આરાધના કરી હતી, તે આરાધનાની યાદ માત્રે પણ કેટલું બધું સુન્દર કામ આપ્યું ? પૂર્વભવમાં કરેલી ચારિત્રરત્નની આરાધના યાદ આવવાના પ્રતાપે જ શ્રી વલ્કલચીરી ઉત્કટ વૈરાગ્યને પામ્યા હતા ને ? મોક્ષને માટે આચરેલો મોક્ષસાધક પુરૂષાર્થ કેટલો બધો ઉપકારક છે, એ વિચારો ! એનું
સ્મરણ પણ તારક નિવડે છે. એ મહાત્માને જેમ પૂર્વભવના શ્રમણપણાના સ્મરણે વૈરાગ્યવાન બનાવ્યા, તેમ એવા મહાત્માઓના જીવનપ્રસંગોનું શ્રવણ આદિ કરવાથી અને તેનું મનન કરવાથી, આપણામાં પણ જો લાયકાત હોય અને તેવી કોઇ ગુરૂકમિતા ન હોય, તો વૈરાગ્યભાવ પ્રગટ્યા વિના રહે નહિ. આવા પ્રસંગોને સાંભળીને વૈરાગ્ય ન આવે, તો આવા પ્રસંગોનો ખૂબ ખૂબ ઝીણવટથી વિચાર કરીને વૈરાગ્યને પામવાનો પ્રયત્ન કરવો. એમ કરવાથી પણ આત્મામાં વૈરાગ્યને પ્રગટવામાં આડે આવનારા કર્મોને ક્ષીણ કરી શકાય છે. આથી પાંચ કારણોની સ્વરૂપની, તેના સમાગમની, તેની સંક્લનાની અને તેની પ્રધાન-ગૌણતાની સમજ મેળવીને પણ મોક્ષના અર્થી પણાને માટે કામ તો મોક્ષસાધક પુરૂષાર્થને સાધવાનો પ્રયત્ન કરવાનું જ રહે છે. કર્મ નડે-એ બને, કોઇ વાર તેવું કર્મ ક્ષીણ થાય ત્યાં સુધી કાળક્ષેપ કરવો પડે-એમ પણ બને, પણ એ વખતે ય લક્ષ્ય તો મોક્ષસાધક પુરૂષાર્થની સાધના તરફનું જ હોવું જોઇએ. પરમ ફ્લનું ધ્યેય :
જીવ મોક્ષપુરૂષાર્થની સાધના કરનારો કેવી રીતિએ બને છે, એ જાણવાને માટે આ પાંચમી “બીજાદિ-વિંશિકા' માં પરમ ઉપકારી, સુવિહિતશિરોમણિ, સમર્થ શાસ્ત્રકાર, આચાર્ય-ભગવાન શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ ફરમાવેલા બીજાદિના ક્રમને પણ સારો રીતિએ સમજી લેવો જોઇએ. અહીં આ શાસ્ત્રકાર પરમષિએ શુદ્ધ ધર્મને કલ્પવૃક્ષની ઉપમા આપી છે. કલ્પવૃક્ષ તે કહેવાય છે, કે જેની પાસેથી માગ્યું મળે. જે જાતિનાં કલ્પવૃક્ષ હોય તે જાતિની માગણી જો તેની પાસે યથાવત કરવામાં આવે, તો એ માગણી કરનાર ગમે તે હોય, પણ તેને તેના ઇચ્છિતની પ્રાપ્તિ થયા વિના રહે જ નહિ. શુદ્ધ ધર્મ, એ એવું કલ્પવૃક્ષ છે કે- એના દ્વારા જીવ ઇષ્ટ ફલને પામી શકે છે. એ કલ્પવૃક્ષમાં પરમ ફલ એટલે કે મોક્ષને આપવાનું સામર્થ્ય પણ છે; માત્ર આપણામાં તે ફલને પામવાજોનું સામર્થ્ય પ્રગટવું જોઇએ. આપણે જો એના પરમ ફલના અર્થી બની જઇએ તેની આરાધના કરવા માંડીએ, તો તેની પરિપૂર્ણ આરાધનાને અન્ને આપણને પરમ ફલ તો મળે જ; પણ જે કાળમાં આપણી આરાધના ચાલુ હોય તે કાળમાં પણ એ કલ્પવૃક્ષ દ્વારા આપણાં સઘળાય ઇષ્ટો પરિપૂર્ણ બને. જેઓને આ શુદ્ધ કર્મ રૂપ કલ્પવૃક્ષના પરમ ફલને પામવાનું લક્ષ્ય નથી હોતું, તે જીવો આ કલ્પવૃક્ષની સાચી આરાધના કરી શકતા નથી. તેમાંય જે જીવો એ પરમ ફલની વાતને માનતા જ નથી અને એથી જ જીવોનું લક્ષ્ય એ પરમ ફલથી વિપરીત પ્રકારના ફલનું જ હોય છે, તેઓ તો ખાસ કરીને આ કલ્પવૃક્ષની સાચી આરાધના કરી શકતા જ નથી. એવા જીવો જે બાહા
Page 90 of 234