SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રસગ ઉપરથી આપણે જોઇ શકીએ છીએ કે-અન્તિમ ભાવમાં પણ કેવી ગાઢ મુગ્ધતા હોઇ શકે છે. અન્તિમ ભવમાં ય જેમ ગાઢ મુગ્ધતા સંભવિત છે, તેમ વિષય-કષાયની તીવ્રતાના પ્રકારો આદિ પણ સંભવિત છે. અન્તિમ ભવમાં, એવી કારમી હાલત હોય તો પણ મુકિતની પ્રાપ્તિનો કાલ નજદિક હોવાથી, તેવા પ્રકારની તથાભવ્યતા હોવાથી અને જીવનો તેવા પ્રકારનો સ્વભાવ હોવાથી, કોઇ ને કોઇ નિમિત્તને પામીને જીવ એકદમ ધર્મની આરાધનામાં ઉમાલ બને છે. મુકિતસાધક પુરૂષાર્થને ખેડવામાં ઉમાલ બનેલા એ જીવને કર્મની અનુકૂળતા પણ મળી જ જાય છે. જીવ મુકિતને પામ્યો, એમ કયારે કહેવાય ? એ જ્યારે સકલ કર્મોથી રહિત બને ત્યારે જ ! એટલે મુકિતને માટેનો પુરૂષાર્થ પૂરેપૂરો સફલ બન્યો, એવું ક્યારે કહેવાય ? જીવના સક્લ કર્મો સર્વથા ક્ષીણ થઇ જાય ત્યારે જ ! કર્મ અને પુરૂષાર્થનો આ સંબંધ છે અને એથી નિશ્ચય નયની અપેક્ષાએ ઉપકારિઓએ મુકતને કર્મજનક તરીકે પણ વર્ણવેલ છે. કર્માનિત કેમ ? તો કે-પૂર્વકૃત સલ કર્મો જાય તો જ જીવ મુક્તિને પામી શકે છે માટે ! તો પછી પુરૂષાર્થનું શું ? તો કે-એના દ્વારા જ જીવ સક્લ કર્મોથી રહિત બની શકે છે. આ અપેક્ષાએ સમ્યક્ત્વથી મુકિતની પ્રાપ્તિ પર્યન્ત પુરૂષાર્થની અને કર્મની સમ પ્રધાનતા પણ માનવામાં આવી છે. ઉપારિઓએ સ્વ-પરના સાચા ઉપકારને માટે રચેલા શાસ્ત્રગ્રન્થોનો જો અભ્યાસ કરવા માંડો, તો આવા કાર્ય-કારણના અનેકવિધ સંબંધોનો પણ ખ્યાલ આવ્યા વિના રહે નહિ. આ માટે પણ પહેલો નિર્ણય તો એ કરવો જોઇએ કે-મારે મારાં સજ્જ કર્મોને ક્ષીણ કરીને એવી અવસ્થા પ્રાપ્ત કરવી છે, કે જે અવસ્થા શાશ્વત છે અને જે અવસ્થામાં માત્ર આત્મરમણતાનું જ નિર્વિકાર સુખ છે. આવો નિશ્ચય કરીને એ નિશ્ચયને સફળીભૂત બનાવે, એવા પ્રયત્નમાં લાગી જવું જોઇએ. પુરૂષાર્થની સાધના : કાર્યસિદ્ધિ પાંચ કારણોના યોગ વગર થવાની નથી, પણ આપણે માટે તો એક માત્ર મોક્ષસાધક પુરૂષાર્થ તરફ લક્ષ્ય આપીને ચાલવું એ હિતાવહ છે. એ પુરૂષાર્થને આચરતાં કર્મ નડે છે એમ લાગે, તોય માનવું કે- કર્મોની નિરા સાધવાનો ઉપાય આ સિવાય કોઇ નથી. વગર ભોગવ્ય ક્ષીણ થાય નહિ એવાં કર્મોને સમભાવથી વેદી લેવાની કુશળતા પણ પ્રાપ્ત કરવી જોઇએ. કર્મોના ઉદયનું સમભાવે વેદન, એ પણ એક પ્રકારનો મોક્ષસસાધક પુરૂષાર્થ જ છે. સારું ધ્યાન, એ પણ મોક્ષસાધક પુરૂષાર્થ જ છે. એ પુરૂષાર્થના બળે શ્રી વલ્કલચીરી જેવા એક વખતના અતિ મુગ્ધ જીવે પણ ઉજ્વલ કેવલજ્ઞાનને ઉપામ્યું અને આયુષ્યને પ્રાન્ત સકલ કર્મોથી રહિત બનીને એ મહાત્મા પરમાત્મપદને પામ્યા. તેમના મોટા ભાઇ શ્રી પ્રસન્નચંદ્ર, ઉત્કટ વિરાગી બનીને મુનિ બન્યા તે પછી, નિમિત્તવશ એવા દુર્ગાનને વશ બન્યા હતા કે-જો એ વખતે તેમના આયુષ્યનો અન્ત આવે તો તેમનું દુર્ગાન તેમને છેક સાતમી નરકે મોકલ્યા વિના રહે જ નહિ; પણ એ મહાત્મા નિમિત્તવશ જેમ એવા ઉત્કટ દુર્ગાનને પામ્યા હતા, તમ નિમિત્તવશ પાછા ધર્મધ્યાનને પામ્યા અને ધર્મધ્યાનને ઉલ્લંઘી જઇને શુકલધ્યાનને પણ પામીને તેમણે વીતરાગદશાને તથા કેવલજ્ઞાનને પણ પામી આયુષ્યને અત્તે શ્રી નિર્વાણપદને પણ ઉપાર્યું. ખરાબ નિમિત્તોથી પણ બચવું : શ્રી વલ્કલચીરીનો અને શ્રી પ્રસન્નચન્દ્રનો પ્રસંગ, એ પણ સૂચવે છે કે-મોક્ષસાધક પુરૂષાર્થને સાધવાને તત્પર બનેલા આત્માઓએ ખરાબ નિમિત્તોથી પણ બચતા રહેવું જોઇએ અને તેવાં કોઇ નિમિત્તોનો યોગ થઇ જાય ત્યારે તેની અસરથી બચી જવાય તેની પણ કાળજી રાખવી જોઇએ. આટલા સાવધ રહેવા છતાં પણ, ભવિતવ્યતા એવી જ હોય અને તેવા સમયે દુષ્કર્મનો તેવો કાઇ ઉદય થઇ જાય, Page 89 of 234
SR No.009173
Book TitleChoud Gunsthanak Part 01 Gunasthank 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy