________________
અટકાવવાનો પ્રયત્ન, એ રોગને વધારે ગંભીર બનાવવાનો પ્રયત્ન કરવા સમાન છે. અચરમાવર્ત કાલમાં ભવરોગ માટે આવું જ બને છે. એ કાળમાં, ભવરોગને નાબૂદ કરવાને માટે અકસીર એવું પણ ઔષધ, કોઇ રીતિએ કારગત નિવડતું નથી. એ કાળમાં ઔષધ દેવાની અગર લેવાની ભૂલ ન જ થાય-એવો નિયમ નહિ, પણ જ્યારે જ્યારે ઔષધ લેવાય ત્યારે ત્યારે પહેલાં રોગ જરા દબાએલો લાગે, પણ પછી એકદમ વિફરે. ચરમાવર્ત કાલ, એ એવો કાલ છે કે-એ કાલમાં અપાએલું ઔષધ જો બીજી કોઇ પ્રતિકૂળતા નડે નહિ તો સફલ નિવડ્યા વિના રહે નહિ. ભવ્યોને ઉદેશોને જ ઉપદેશ કેમ ?
આથી જ, ઉપકારિઓ જ્યારે જ્યારે ધર્મોપદેશ આપવાને માટે પ્રવૃત્ત થાય છે, ત્યારે ત્યારે તેઓમાં સર્વ જીવોના હિતની કાંક્ષા હોવા છતાં પણ, તેઓ માત્ર ભવ્ય જીવોને ઉદેશીન જ ધર્મોપદેશ આપે છે. ઉપકારિઓ ઇચ્છે છે કે- “સર્વ જીવો એક માત્ર મોક્ષ પુરૂષાર્થને જ સાધનારા બને તો સારું' તેઓ માત્ર ભવ્ય જીવોના જ કલ્યાણને ઇચ્છે છે અને ભવ્ય સિવાયના જીવોના કલ્યાણને ઇચ્છતા નથી, એવું નથી જ. કોઇ પણ જીવના અકલ્યાણની ઇચ્છાથી રહિત અને સર્વ જીવોના કલ્યાણની ઇચ્છાથી સહિત-એવા પણ ઉપકારી મહાપુરૂષો જ્યારે માત્ર ભવ્ય જીવોને જ ઉદ્દેશીને ધર્મોપદેશ આપે, ત્યારે આપણે સમજવું જોઇએ કે-અતિ પ્રબલ કારણ વિના એવું બને જ નહિ. એ કારણ બીજું કોઇ નથી, પણ તે એ જ છે કે-મોક્ષસાધક ધર્મના ઉપદેશ પ્રત્યે સાધક રૂચિ પણ માત્ર ભવ્યાત્માઓમાં જ એટલે ચરમાવર્તી આત્માઓમાં જ પ્રગટી શકે છે. અભવ્યો અને દુર્ભવ્યોમાં તો નિયમા મોક્ષસાધક ધર્મના ઉપદેશ પ્રત્યે સાધક રૂચિ પણ પ્રગટી શકતી નથી. ભવ્યોમાં તે પ્રગટી શકે છે, પણ ભવ્યોમાં પણ જેઓ ગુરૂકર્મી હોય છે, તેઓમાં પણ એ ગુરૂકમિતાના કારણે, મોક્ષસાધક ધમાપદેશ પ્રત્યે સાધક રૂચિ પ્રગટી શકતી નથી, સમજે તેનામાં ભાવદયા જન્મઃ
ચરમાવર્ત કાલમાં આવેલા જીવો જો પુણ્યોદયના પ્રતાપે ધર્મસામગ્રીને પામ્યા હોય અને લઘુકમિતાના પ્રતાપે સમ્યકત્વની, દેશવિરતિની અથવા તો સર્વવિરતીની પ્રવૃત્તિને પામ્યા હોય, તો-એવા સમયે જો તેઓ ગાઢ મિથ્યાત્વમાહનીયના ઉદયથી રીબાતા ન હોય તો-તેઓમાં સંસારનો ઉદ્વેગ અને મોક્ષનો અભિલાષ પ્રાય: પ્રગટ્યા વિના રહે જ નહિ. એવા સમયે, એ આત્માઓને તો, સદ્ગુરૂનો સુયોગ ઘણી જ સહેલાઇથી સંસારથી વિરકત અને મોક્ષની સાધનામાં પ્રવૃત્ત બનાવી શકે છે. આવા આત્માઓને - “ધર્મના આરાધનમાં મોક્ષનો અભિલાષ અવશ્ય હોવો જ જોઇએ એવું નથી; સંસારના વિરાગની ખાસ જરૂર છે એવું નથી અને સંસારસુખના ઉદ્દેશથી પણ ધર્મકરણી વિહિત છે.' -આવું આવું ઉપદેશનાર કુગુરૂનો યોગ ન થઇ જાય, એ જ હિતાવહ છે. આ બધી વાતો જેના હૈયામાં રમતી હોય, તેનામાં કેવી સુન્દર ભાવદયા હોય ? કોઇ પણ જીવ, તેને ધર્મ પમાડવાનો ઘણો ઘણો શ્રમ કરવામાં આવે તોય, જો તે ધર્મને પામે નહિ, તો પણ દયા જ આવે; અને આટલું બધું સાંભળવા-જાણવાનું મળે તે છતાં પણ, પોતાનો આત્મા જો સંસારથી વિરકતભાવવાળો અને મોક્ષની રૂચિવાળો ન બનતો હોય, તો પોતાના આત્માનો પણ દયા જ આવે. વળી ધર્મને પામવો એ કેટલું બધું મુશ્કેલ છે-એનો ખ્યાલ આવવાથી, જે કોઇ જીવો ધર્મને પામતા હોય અને ધર્મને પામેલા હોય, તેમને જોઇને ખૂબ ખૂબ આનંદ થાય. એ આનંદ પણ ક્રમે કરીને શુદ્ધ ધર્મનો પ્રાપક બની શકે છે.
કર્મ અને પુરૂષાર્થની સરખી પ્રધાનતા :
Page 88 of 234