________________
પુરૂષાર્થની સાધનામાં જ કેમ લાગી શકાય, તેનો વિચાર અને પ્રયત્ન કરવો જોઇએ. મોક્ષસાધક પુરૂષાર્થની સાધનાના પરિણામો ન જાણતા હોય, તોય હતાશ થયા વિના એ પરિણામોને ગવવાના પ્રયત્નો કર્યા કરવા જોઇએ. એ માટે સદ્ગુરૂઓનો પરિચય, સચ્છાસ્ત્રોનું શ્રવણ, તેનું મનન તથા શ્રી જિનપૂજાદિ નિયમિત રીતિએ કરવું જોઇએ, એમ કરવાથી સમ્યગ્દર્શન શુદ્ધ બને છે અને વિરતિના પરિણામોને રોધનાર કર્મ ક્ષીણ થઇ જાય છે. સમ્યગ્દર્શન ગુણને નહિ પામેલા આત્માઓ પણ, આવા પ્રયત્નો દ્વારા મોક્ષાભિલાષને તેજ બનાવીને સમ્યગ્દર્શન ગુણની પ્રાપ્તિમાં સહાયક એવી સુંદર આત્મદશાના સ્વામી બની શકે છે.
સ્વભાવ ભવ્ય હોય તો :
અહીં કાળની વાત આવવાથી અને પાંચ કારણોમાં તેની પ્રધાનતા ક્યારે કેવી હોય છે-તે વાત આવવાથી, એ વાત કાંઇક વિસ્તારથી વર્ણવી છે; પણ આ વાત યથાર્થપણે સમજ્યા પછી તો ‘કાળ પાકશે ત્યારે સૌ થઇ રહેશે' -એવો વિચાર પણ સમજુ આત્માને સ્પર્શી શકે નહિ. કાળ તો પાંચ કારણોમાંનું એક કારણ છે. વળી કાળની આવી પરિપક્વતાની વાત પણ ચરમાવવર્તી આત્માને જ રૂચી શકે છે, એટલે કાળનું, સ્વભાવનું તથા ભવિતવ્યતાનું પણ અનુકૂળપણું જ છે-એમ સમજીને આપણે તો મોક્ષસાધક પુરૂષાર્થની સાધનામાં જ લાગી જવાના પ્રયત્ન કરવો જોઇએ. મુખ્યત્વે પુરૂષાર્થથી જ કર્મોની ક્ષીણતા થવાની છે અને સમ્યગ્દર્શનથી મોક્ષ પર્યન્તની ગુણસમૃદ્ધિ પ્રાપ્ત થવાની છે. આપણને કાળ નડે, ભવિતવ્યતા નડે, કર્મ નડે-એ બધું શક્ય છે, પણ આખર જીત તો મોક્ષસાધક પુરૂષાર્થની જ થવાની છે. આપણે વ્યવહારરાશિમાં તો આવેલા જ છીએ અને વ્યવહારમાં આવેલા જીવો જો અભવ્ય ન હોય તો તેઓ કોઇને કોઇ કાળે પણ કાલાદિની અનુકૂળતાને પામીને પુરૂષાર્થની પ્રધાનતાથી મોક્ષને પામે જ છે. જેઓને મોક્ષની પ્રાપ્તિને અનુલક્ષીને થતી ચરમાવર્ત-અચરમાવર્તની વાત રૂચે છે, તેઓ તો અભવ્ય પણ નથી, દુર્ભાવ્ય પણ નથી. વ્યવહારરાશિને પામેલા હોવાથી તેઓ જાતિભવ્ય હોવાનો પણ અસંભવ જ છે, એટલે તેઓ નિયમા ભવ્ય છે. ભવ્યોને ગુણની પ્રાપ્તિમાં કાળ, ભવિતવ્યતા અને કર્મ નડે-એ બને, અંતરાય કરે-એ બને, તેના પુરૂષાર્થને રોકી શકે-એમ પણ બને, પણ એ કરી કરીને છેવટ કરી શું શકે ? વિલંબ થાય એટલું જ. અન્તે તો પાંચેય કારણોનો સમાગમ થઇ જાય અને તેમાં પુરૂષાર્થની પ્રધાનતાથી જ સમ્યગ્દર્શનાદિ ગુણોની પ્રાપ્તિ થાય. આથી આપણે તો મોક્ષસાધક પુરૂષાર્થને સેવવાને લક્ષ્યવાળા જ બનવું જોઇએ.
‘એકાન્તે મોક્ષમાર્ગને આરાધવો છે અને તે ગૃહસ્થપણામાં બની શકે તેમ નથી; આ કારણે મારે મારા ગૃહવાસનો ત્યાગ કરીને સાધુજીવન સ્વીકારવું જોઇએ.' -આવી વૃત્તિથી સાધુજીવનને સ્વીકારનારો પુણ્યાત્મા મોક્ષમાર્ગની આરાધના માટે તથા તેની પ્રભાવના અને રક્ષા આદિને માટે કેટલો બધો પ્રયત્નશીલ હોય ?
ઔષધકાળ :
ચરમાવર્ત કાલને ઉપકારિઓએ જેમ ‘ધર્મયૌવન કાળ' તરીકે ઓળખાવ્યો છે, તેમ ‘ચિકિત્સ્યકાલ' તરીકે પણ ઓળખાવ્યો છે. અચરમાવર્ત કાલ એટલે ભવબાલકાલ, એ વ્યાધિના ઉદયનો કાલ ગણાય છે અને ચરમાવર્ત કાલ એટલે ધર્મયૌવનકાલ, એ ઔષધકાલ ગણાય છે. વ્યાધિનો ઉદયકાળ તે કહેવાય છે, કે જે કાળમાં સમજુ ચિકિત્સકો ઔષધ આપવાનું પસંદ જ કરે નહિ. એ કાળમાં આપેલું ઔષધ રોગનિવારણનું કારણ તો બને નહિ, પણ કદાચ રોગવૃધ્ધિનું કારણ બને. એ કાળમાં રોગને
Page 87 of 234