________________
નિવિવાદ વાત છે; પણ આત્માના પુરૂષાર્થને સફલ નહિ થવા દેવામાં જેમ તેવા પ્રકારનાં બલવાન કર્મોનું જોર અને ભવિતવ્યતા કારણ રૂપ હોઇ શકે છે, તેમ કાલ પણ કારણ રૂપ હોઇ શકે છે. ઉગ્ર પુરૂષાર્થના યોગે આત્મા ગમે તેવાં બલવાન કર્મોની પણ નિરા કરી શકે છે, તેમ છતાં પણ એવાંય બલવાન કર્મો હોય છે, કે જે કર્મો ભલભલા પુરૂષાર્થી આત્માને પણ પટકી નાખે. ત્યાં આપણે પુરૂષાર્થને સફલ નહિ થવા દેનાર એ કર્મોની પ્રધાનતાને પણ સ્વીકારવી પડે. કેટલાંક કર્મો તો એવા પણ હોય છે કે-સાયિક સમ્યગ્દર્શનને પામેલા આત્મામાં પણ ઉગ્ર પુરૂષાર્થના પરિણામોને પ્રગટવા દે જ નહિ. ત્યાં પણ આપણે કર્મોની પ્રધાનતાને જ સ્વીકારવી પડે. આથી તો પુરૂષાર્થ જોરદાર બનીને સજ્જ કર્મોની નિર્જરા સાધી શકે એવી દશા જ્યાં સુધી પ્રાપ્ત થતી નથી, ત્યાં સુધી જીવ અખંડ ક્ષપકશ્રેણિને પામી શકતો જ નથી. કર્મોમાં તેવું બળ ન હોય અને પુરૂષાર્થ જોરદાર હોય, પણ વીતરાગતા આદિને પામવાનો કાળ આવ્યો ન હોય, તોય કોઇ ને કોઇ નિમિત્તને પામીને જીવ તેવા પ્રકારના પુરૂષાર્થને પામી શકતો નથી. અન્તિમ અર્ધ પગલપરાવર્તમાં પણ જીવની ભવિતવ્યતાને અનુસારે જ કર્મ અને પુરૂષાર્થ સફળ નિવડી શકે છે. પાંચ કારણોના સમાગમની અને તે પાંચમાં ક્યા, વખતે ક્યા કારણની પ્રધાનતા હોય છે, તેની વાત પણ કલ્યાણના અથિઓએ આ અને આવી બીજી પણ યોગ્ય રીતિઓએ સુવ્યવસ્થિતપણે સમજી લેવાની જરૂર છે. મોક્ષસાધક પુરૂષાર્થ માટે ઉત્સાહિત બનો :
જે જીવો આ પાંચ કારણોના સમાગમની અને તેની પ્રધાનતા-ગૌણતાની સંક્લનાની વાતને યથાસ્થિતપણે સમજી શકે છે અને તેને સારી રીતિએ હૃદયસ્થ બનાવી શકે છે, તે જીવોને એક માત્ર મોક્ષસાધક પુરૂષાર્થમાં જ લાગ્યા રહેવાનું મન થાય છે. તેઓને એમ થાય છે કે- “આપણી આ સમજ અને આ રૂચિ સૂચવે છે કે-આપણે નિયમાં ભવ્ય છીએ, એટલે સ્વભાવ પણ અનુકૂળ છે, કાળ પણ અનુકૂળ લાગે છે અને ભવિતવ્યતા પણ અનુકૂળ લાગે છે. હવે રહ્યા કર્મો; તે તો પુરૂષાર્થ દ્વારા નિર્જરી શકે છે.
1 જીવોને કાંઇ એવાં નિકાચિત કર્મો હોતાં નથી, કે જે કર્મો પુરૂષાર્થથી નિર્જરી શકે નહિ અને તેને વિપાકોદયથી ભોગવ્યા સિવાય છૂટકો જ થાય નહિ.” તેઓને એમ પણ થાય છે કે- “આમ તો કાલ અને ભવિતવ્યતા અનુકૂળ લાગે છે, પણ કોઇ વિશિષ્ટ સિદ્ધિને માટે તે કદાચ અનુકૂળ નહિ હોય, તોય મોક્ષસાધક પુરૂષાર્થ કરવામાં મારે કાંઇ ખોવાપણું તો છે જ નહિ. મારો પુરૂષાર્થ, મને, કાલ અને ભવિતવ્યતાની તેવી અનુકૂળતા પ્રાપ્ત થાય ત્યાં સુધી સસારમાં પણ સારી સામગ્રીમાં જ રાખશે. મોક્ષસાધક પુરૂષાર્થને આદરીને હું તો મોક્ષના પ્રગટીકરણમાં રોધક કર્મોને ક્ષીણ કરી નાખવાને જમથીશ, છતાં કોઇ કમ બહુ બલવાન હોવાથી મને ધક્કો મારીને પાછો હઠાવવામાં કદાચ સફલ નિવડશે, તોય મારો પુરૂષાર્થ કાંઇ એળે જવાનો નથી. એ કર્મ ભોગવાઇ ગયા પછી પુન: મોક્ષસાધક પુરૂષાર્થની પ્રાપ્તિ થવામાં મારો આ પુરૂષાર્થ અવશ્ય મદદગાર નિવડશે.” આવા પ્રકારના વિચારોથી જીવ પોતાને મોક્ષસાધક પુરૂષાર્થની સાધનામાં ઉત્સાહિત બનાવી શકે છે. તેવા પ્રકારનાં કર્મોનો ઉદય જોરદાર હોય, તો મોક્ષસાધક પુરૂષાર્થ આદરવાના પરિણામો પ્રગટે નહિ એ શકય છે, પણ આ સામગ્રીને પામેલા જીવે પ્રયત્ન કરવાનું છોડવું નહિ જોઇએ. ફરી ફરી પ્રયત્ન કરતા રહેવું જોઇએ. અભવ્ય અને દુર્ભવ્ય આત્માને જેમ મોક્ષસાધક પુરૂષાર્થની વાત રૂચતી નથી, તેમ કર્મગુરૂ ભવ્યાત્માઓને પણ તેમની કર્મગુરૂતાના પ્રતાપે મોક્ષસાધક પુરૂષાર્થની વાત રૂચે નહિ એ શક્ય છે; પણ આપણને તો આ બધી વાતો સમજાય છે અને રૂચે છે ને ? અને આ બધી વાતો સમજાય છે અને રૂચે છે, તેઓએ તો હવે એક માત્ર મોક્ષસાધક
Page 86 of 234