________________
પ્રગટ્યો, તેને સારી રીતિએ જાળવી રાખ્યો હતા, પછી દીક્ષા લીધી હતી અને એ રાજર્ષિ પણ કેવલજ્ઞાનને પામીને મુકિતએ પધાર્યા હતાં. વિચિત્ર પ્રકારની કાલની પ્રધાનતા :
તમે જોયું ને કે-યુવાવસ્થાને પ્રાપ્ત થયા પછી પણ કેટલા સમયે અને કેટલી મહેનતે વલ્કલચીરીમાં ભોગરાગ જન્મ્યો ? ભોગરાગ જન્મી શકે એવું હૈયું હોય અને યુવાન વય આવી લાગે, તો પણ આવાં કેટલાંક કારણોસર યુવાનીનો કેટલોય સમય પસાર થઇ જાય ત્યાંસુધી ભોગરાગ પ્રગટ થવા પામે નહિ, એ શક્ય છે ને ? બસ, એજ વાત અહીં ધર્મરાગના વિષયમાં પણ સમજ્વાની છે. ચરમાવર્ત કાલ, એ ધર્મયૌવનકાળ છે, પણ કાળ અને સ્વભાવ-એ બેની અનુકૂળતા થવા માત્રથી કંઇ જીવમાં ધર્મરાગ પ્રગટી જાય નહિ. પુણ્યોદયના યોગે તેવી સામગ્રી મળે, યથાપ્રવૃત્તિકરણથી જરૂરી લઘુકમિતા થાય, એથી આત્મા પુરૂષાર્થવાળો બને અને ભવિતવ્યતા અનુકૂળ હોય તો જ ચરમાવર્તમાં આવ્યા પછી પણ જીવને શુદ્ધ ધર્મના રાગની, મોક્ષાભિલાષની, સદધર્મ રૂપ કલ્પવૃક્ષના બીજાદિની અને સમ્યગ્દર્શનાદિને પમાડવામાં કારણભૂત બને તેવાં પ્રધાન અનુષ્ઠાનો આદિની શકય પ્રાપ્તિ થાય. આવું બધું જ જીવોને માટે બનવાનું હોય તે જીવોને માટે બને ખરું. પણ તે ચરમાવર્ત કાલમાં જ ! અચરમાવર્ત કાલમાં તો નહિ જ ! અને એ જ ચરમાવર્ત કાલની મહત્તા છે. આથી આપણે એ વાત પણ સમજી શકીએ એવું છે કે-ચરમાવર્ત કાલમાં પણ જ્યાં સુધી જીવને સધર્મ રૂપ લ્પવૃક્ષના બીજાદિની પ્રાપ્તિ થતી નથી, ત્યાં સુધીનો કાલ ચરમાવર્તની અપેક્ષાએ “ધર્મયૌવન કાળ' માં ગણાતો હોવા છતાં પણ, તે જીવને માટે એ કાળ પણ “ભવબાલકાલ' જેવો જ હોય છે. વળી મોક્ષાભિલાષ વિગેરેને માટે જેમ ઉપકારી મહાપુરૂષો ફરમાવે છે કે- જે જીવનો સંસારકાલ જ્યાં સુધી એક પુદગલપરાવર્ત કાલથી અધિક બાકી હોય છે, ત્યાં સુધી તે જીવને મોક્ષાભિલાષ વિગેરેની પ્રાપ્તિ થઈ શકતી નથી; તેમ ઉપકારી મહાપુરૂષો ફરમાવે છે કે-જીવનો સંસારકાલ જ્યાં સુધી અર્ધ પગલપરાવર્ત કાલથી અધિક બાકી હોય છે ત્યાં સુધી તે જીવને સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ પણ થઇ શકતી નથી; એટલે સમ્યગ્દર્શનાદિની અપેક્ષાએ અન્તિમ અર્ધ પુદગલપરાવર્ત કાલની પૂર્વેના કાળમાં કાળદોષની પ્રધાનતા પણ ગણી શકાય. એ જ રીતિએ, પરિપૂર્ણ મોક્ષની અપેક્ષાએ વિચારીએ તો, જીવના સંસારકાલના અન્તિમ સમય સુધીના કાળમાં પણ કાળદોષની પ્રધાનતા મુકિતની અપ્રાપ્તિમાં ગણી શકાય. એ જ રીતિએ, જીવને જે ભવમાં મુકિતની પ્રાપ્તિ થવાની હોય છે, તે ભવમાં જ અખંડ ક્ષપકશ્રેણિની-વીતરાગપણાની અને સર્વજ્ઞપણા આદિની પ્રાપ્તિ થઇ શકે છે, એટલે તે તે વસ્તુઓની અપ્રાપ્તિમાં અન્તિમ ભવની પૂર્વના સઘળાય ભવામાં કાલદોષની પ્રધાનતા પણ માની શકાય. વળી અન્તિમ ભાવમાં પણ ગર્ભથી અગર તો જન્મથી માંડીને ઉત્સર્ગમાર્ગે આઠ વર્ષોનેય બાદ કરવાં પડે તેમ છે : કારણ કે-ખાસ કોઇ જીવ વિશેષના અપવાદ સિવાય અન્તિમ ભવમાં અગર તો છેલ્લા અર્ધ પગલપરાવર્ત કાલમાંના કોઇ પણ મનુષ્યભવમાં જીવનું શરીરપ્રમાણ જ્યાં સુધી આઠ વર્ષનું બને નહિ, ત્યાં સુધી તે જીવમાં સર્વવિરતિના પરિણામો પ્રગટી શકતા જ નથી; વળી અન્તિમ ભવમાં જીવને અખંડ ક્ષપકશ્રેણિ અવશ્ય પ્રાપ્ત થાય છે, પણ જન્મથી આઠ વર્ષ વીત્યા પહેલાં તો તે પ્રાપ્ત થતી જ નથી. વળી તે અખંડ ક્ષપકશ્રેણિ આદિની પ્રાપ્તિ સર્વવિરતિના પરિણામો વિના પણ પ્રાપ્ત થઇ શકતી જ નથી. કર્મો આદિની પ્રધાનતા :
સમ્યગ્દર્શનથી માંડીને મોક્ષની પ્રાપ્તિ પર્યન્તની ઉન્નત અવસ્થા પુરૂષાર્થથી જ સાધ્ય છે, એ
Page 85 of 234