________________
પછી બન્નેય ભાઈઓ આશ્રમમાં પેઠા. સોમચન્દ્ર ઋષિને જોઇને રાજા પ્રસન્નચન્દ્ર નમસ્કાર કરતા કહ્યું કે તાત ! આપનો પુત્ર પ્રસન્નચન્દ્ર આપને નમસ્કાર કરે છે. નમસ્કાર કરતા એવા રાજાને દેહે સોમચન્દ્ર ઋષિએ એવી રીતિએ હાથ ફેરવવા માંડ્યો, કે જાણે તેનાં અંગો ઉપરની માર્ગમાં ઉડેલી ધૂળને સાફ કરતા હોય. રાજાએ પણ એ વખતે રોમાંચનો અનુભવ કર્યો.
હવે વલચીરી પણ સોમચન્દ્ર ઋષિને પ્રણામ કરતાં બોલ્યા કે - “આ વલચીરી આપના ચરણકમળના ભ્રમરપણાને પામ્યો છે. એટલે કે-હવે પોતે અહીંથી પાછો જવાને ઇચ્છતો નથી, એમ વલચીરીએ સુચવી દીધું. પ્રમોદને પામેલા સોમચન્દ્ર ઋષિએ તેના માથાને કમળની જેમ સુંબું અને પર્વતને જેમ વરસાદ આલિંગે, તેમ તેનાં સર્વ અંગોને આલિગન કર્યું. તે વખતે હર્ષના અતિરેકથી સોમચ ઋષિની આંખમાં સ્ટેજ ઉષ્ણ આંસુ આવી ગયાં અને એ આંસુઓએ તે જ ક્ષણે તેમના અન્યપણાનો નાશ કરવાને માટેના પરમ ઔષધનું કામ કર્યું.
તત્કાલ પ્રકાશવાળાં બનેલાં પોતાનાં બન્નેય નેત્રોથી સોમચન્દ્ર ઋષિએ પોતાના બન્નેય પુત્રોને જોયા. પોતાના ગૃહસ્થપણાના સ્નેહનું બંધન પુન: આવૃત્ત થયું હોય, એવી તેમની તે વખતે દશા થઇ તે પછી તેમણે પોતાના બન્નેય પુત્રોને સુખપૃચ્છા કરી અને તે બન્નેએ કહયું કે- “લ્યાણ રૂપી વૃક્ષના દોહન સમાન આપની કૃપાથી અમારો સમય સુખે પસાર થયો છે.'
પછી વલચીરીને વિચાર થયો કે- “આટલો કાળ થયાં તાપસપણાનાં જે ઉપકરણોને મેં જોયા નથી, તેની હાલત તો હું જોઉં !' આવો વિચાર કરીને તે ત્યાંથી ઉડ્યો અને ઝડપથી તે ઉટની અંદરના ભાગમાં પેઠો. ત્યાં તાપસપણાનાં ઉપકરણોને જોઇને તેનામાં પૂર્વકાલીન મમત્વભાવ જાગૃત થયો અને તેણે પોતાના ઉત્તરીય વસ્ત્રના છેડાથી તે તાપસપણાનાં ઉપકરણોનું પ્રતિલેખન કરવા માંડ્યું.
એ ઉપકરણોનું પ્રતિલેખન કરતાં કરતાં તેને વિચાર થયો કે- “શું પાત્રોને પ્રતિલેખવાની પાત્રકેસરિકા એટલે કોમળ વસ્ત્ર વડે મેં પૂર્વે યતિનાં પાત્રોનું ક્યાંક પ્રતિલેખન કર્યું હશે ખરું ?' આવી રીતિએ વિચાર કરતાં કરતાં તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું અને એ જ્ઞાનના ઉત્પન્ન થવાથી શ્રી વલ્કલચીરીને પોતાના પૂર્વના દેવ અને મનુષ્યપણાના ભાવો યાદ આવ્યા.
પૂર્વ ભવમાં પોતે જે શ્રમણપણાનું પાલન કર્યું હતું, તે પણ તેમને જાતિસ્મરણ જ્ઞાન થવાથી યાદ આવ્યું અને નિર્વાણ રૂપી લક્ષ્મીના મિત્ર સમાન પરમ વૈરાગ્યને તે પામ્યા. પછી તો તરત જ, પરમ વૈરાગ્યને પામેલા તે શ્રી વલલચીરી ધ્યાનારૂઢ બન્યા અને ધર્મધ્યાનને ઉલ્લંઘીને શુકલધ્યાનમાં આવી જઇને ચારેય ઘાતી કર્મોનો ક્ષય કરવા દ્વારા શ્રી વલ્કલચીરી મહાત્માએ કેવલજ્ઞાન ઉપામ્યું.
ઉજ્વલ કેવલજ્ઞાનને પામેલા શ્રી વલ્કલચરી મહાત્માએ તત્કાલ પોતાના પિતાને તથા વડિલ ભાઇને સુધા સમી ધર્મદેશના દીધી અને તે બન્નેયને બોધ પમાડ્યો. તે પછી દેવતાઓએ અર્પણ કરેલા મનિવેષને કેવલજ્ઞાની મહાત્મા શ્રી વલચીરીએ ધારણ કર્યો, એટલે શ્રી સોમચન્દ્ર તથા શ્રી પ્રસન્નચન્દ્ર તેમને વન્દન કર્યું.
કેવલજ્ઞાનને પામ્યા પછી પણ શ્રી વલ્કલચીરી મહાત્માએ પોતાના પિતા શ્રી સોમચન્દ્ર મુનિવરને રઝળતા મૂક્યા નથી. જ્યારે ભગવાન શ્રી મહાવીર પરમાત્મા વિચરતા વિચરતા પોતનપુર પાસના મનોરમ નામના ઉદ્યાનમાં પધાર્યા, ત્યારે પોતાના પિતાને તે તારને સોંપ્યા પછીથી જ, પ્રત્યેકબુદ્ધ એવા શ્રી વલલચીરી મહાત્મા અન્યત્ર વિહરી ગયા હતા.
અહીં શ્રી વલ્કલચરી મહાત્માનો પ્રસંગ પૂરો થાય છે. શ્રી પ્રસન્નચન્ટે પણ, તે વખતે જે વૈરાગ્ય
Page 84 of 234