________________
વલચીરીએ તે રથિને પોતાના માર્ગના ઉપકારી તરીકે ઓળખાણ કરાવીને છોડી દીધો.
વલચીરી તો અહીં સુખસાહાબીમાં કાળ નિર્ગમન કરતો હતો, જ્યારે વનમાં સોમચન્દ્ર તાપસના દુ:ખનો પાર નહોતો. પહેલાં તો તેમણે વલચીરીને જોયો નહિ, એટલે તે વકલચીરીને શોધવાને માટે આખાય જંગલમાં ફરી વળ્યા. કોઇ ઝાડ એવું નહોતું, કે જે ઝાડ વલચીરીને શોધતા સોમચંદ્ર તાપસના આંસુથી ભીંજાયું ન હોય પછી રાજા પ્રસન્નચંદ્ર મોક્લેલા માણસોએ સોમચંદ્ર તાપસની પાસે આવીને વલચીરીના સઘળા સમાચારો કહા અને તેથી સોમચંદ્ર તાપસ પ્રફુલ્લ નેત્રોવાળા બન્યા, પરંતુ પુત્રના વિયોગથી સોમચંદ્ર તાપસે એટલું બધું રૂદન કર્યું હતું, કે જેને લઇને તે અન્યપણાને પામ્યા હતા. એ વૃદ્ધ અને અન્ય બનેલા સોમચંદ્ર તાપસને બીજા તાપસો ફલ વિગેરે લાવી આપતા હતા અને તે ફલાદિકથી સોમચન્દ્ર તાપસને તપનું પારણું કરાવતા હતા.
આમ બાર વર્ષના વહાણાં વહી ગયાં. તે પછી એક વાર વલચીરી મધ્યરાત્રિએ જાગી ગયો. એ વખતે એને એના પિતા સોમચન્દ્ર તાપસ યાદ આવ્યા. તેણે પોતાના પિતાના ઉપકારોને યાદ કરવા માંડ્યાં. તેણે વિચાર્યું કે- “મન્દ ભાગ્યવાળો હું જમ્યો કે તરત જ મારી માતા મરણ પામી; એટલે પિતાજીએ અરણ્યમાં વસવા છતાં પણ બાળક એવા મારી ચાકરી કરી. હું અહનિ પિતાજીની કેડમાં રહેતો હતો અને એથી દુરાત્મા એવા મેં પિતાજીને તપના કષ્ટથી પણ અધિક એવું કષ્ટ આપ્યું હતું. તે પછી યુવાવસ્થાને પામેલો હું જ્યાં પિતાજીના પ્રત્યુપકારને માટે સમર્થ બન્યો, ત્યાં તો અજિતેન્દ્રિય અને પાપી એવો હું દૈવના યોગે અહીં આવ્યો. ખરેખર, પિતાજીનો મારા ઉપર એવો મોટો ઉપકાર છે કે-એક ભવમાં તો હું તેમના ઋણમાંથી મુકત થઇ શકું તેમ નથી : કારણ કે પિતાજીએ પોતે કષ્ટોને સહન કરીને મને છેક નાનેથી આટલો મોટો કર્યો છે !'
રસાસ્વાદના લોભમાં અને પછી ભોગરાગની આધીનતામાં પિતાજી ભૂલાઇ ગયા હતા-એ સાચું, પણ જ્યારે પિતાજી યાદ આવ્યા ત્યારે તે કેવા પ્રકારે યાદ આવ્યા, એ જોવાનું છે.
આ યાદમાંથી તો, હવે, જબરસ્ત શુભ પરિણામ નિપજવાનું છે.
આ પ્રમાણે પિતાજીના ઉપકારનો વિચાર કરીને, તે વલચીરી, પોતાના બંધુ રાજા પ્રસન્નચન્દ્રની પાસે ગયા અને તેમને કહાં કે- “દેવ ! પિતાજીનાં ચરણોનું દર્શન કરવાને માટે હું ખૂબ જ ઉત્સુક બન્યો છું.'
રાજાએ કહ્યું કે- “એ આપણા બન્નેના પિતા છે; એ જેમ તારા પિતા છે તેમ મારા પણ પિતા છે, એટલે અમનાં ચરણોનું દર્શન કરવાનું જેવું ઔસુક્ય તને છે, તેવું સુજ્ય મને પણ છે.'
પછી બન્ને ભાઇઓ, પરિવાર સાથે પોતાના પિતા સોમચન્દ્ર તાપસનાં ચરણોથી જે આશ્રમ વિભૂષિત હતો તે આશ્રમે પહોંચ્યા. બન્ને ય ભાઇ ત્યાં આવીને જેવા વાહનમાંથી નીચે ઉતર્યા, વલચીરીઅ કહ્યું કે- “આ તપોવનને જોઇને રાજ્યલક્ષ્મી તો મને તણખલા સમી લાગે છે. આ તે સરોવર છે, કે જ્યાં હું હંસની જેમ ક્રીડા કરતો હતો; આ તે વૃક્ષો છે, કે જેમની સાથે હું મિત્રની માફક ધૂળમાં રમ્યો હતો; અને આ તે માતા સમી ભેંસો છે, કે જેમનાં દૂધ મેં પીધાં છે. સ્વામિનું ! આ વનમાં કેટલાં બધાં સુખો છે, તેનું હું કેટલુંક વર્ણન કરું? અરે, બીજાં બધાં ય સુખોની વાત તો દૂર રહી; પણ અહીં પિતાજીની સેવાનું જ એક સુખ છે, તે પણ રાજ્યમાં મને કયાં મળે તેમ છે ?'
વલચીરીના અન્ત:કરણમાં કેવું મોટું પરિવર્તન આવી જવા પામ્યું છે, તેનો ખ્યાલ તેમનાં આ વચનોથી પણ આવી શકે તેમ છે.
Page 83 of 234