SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ નહિ એ શક્ય છે-એ વાતના સમર્થન માટે જે વક્લચીરીને યાદ કર્યા હતા, તેમનો શેષ પ્રસંગ પૂરો કરી લઇએ. બાલને જેમ ધૂળનાં ઘર બનાવવાં-એ વિગેરે બાલક્રીડાઓમાં જ આનંદ આવે છે, પણ યુવાનવય આવતાં જ્યારે તેનામાં ભોગરાગ જન્મે છે, ત્યારે તેન એ જ બાલક્રીડાઓ પ્રત્યે અરૂચિભાવ પ્રગટે છે અને ભોગની સાધનામાં જ આનંદ આવે છે; તેમ અચરમાવર્ત કાલમાં જીવને વિષય અને કષાયની આધીનતામાં જ આનંદ આવે છે, પણ શરમાવર્ત કાલ રૂપ ધર્મયૌવનના કાળમાં આવતાં જ્યારે તેનામાં ધર્મરાગ જન્મે છે, ત્યારે તેને વિષયકષાયની આધીનતામાં પહેલાંના જેવો આનંદ આવતો નથી, પણ તે તરફ અરૂચિભાવ પ્રગટે છે અને ધર્મની સાધનામાં જ સાચો આનંદ આવવા લાગે છે. એ વાતને અંગે આપણે વિચાર્યું કે-સામગ્રીના અભાવ આદિ કારણે જેમ યુવાનવયને પામેલા પણ માણસમાં ભોગરાગ ન્મે નહિ. એ શકય છે, તેમ ચરમાવર્તન પામેલા પણ જીવમાં, સામગ્રીનો અભાવ, ગુરૂકર્માિતા આદિ કારણે કેટલાક કાલ પર્યન્ત ધર્મરાગ જન્મે નહિ-એ શક્ય છે. એ વાતને અંગે આપણે વલચીરીને યાદ કર્યા અને તે યુવાવસ્થાને પામ્યા પછી પણ ક્યા કારણે ભોગરાગને પામ્યા નહિ તેમજ કેટલી મુશ્કેલીએ એ ભોગરાગને પામ્યા, એ આપણે જોઇ આવ્યા. એ પુણ્યાત્મા એ જ ભવમાં કેવલજ્ઞાનના સ્વામી બનીને પોતાના પિતા તથા પોતાના વડિલ ભાઇના પણ તારક બન્યા હતા અને એથી જ આપણે એ પુણ્યાત્માના શેષ પ્રસંગને જોવાને ઇચ્છીએ છીએ. રાજા પ્રસન્નચન્દ્ર વલચીરીને સઘળા વ્યવહારને જાણનારો બનાવ્યો-એટલું જ નહિ, પણ પિતાના રાજ્યનો એક વિભાગ વલ્કલચીરીન આપીને રાજાએ કૃતાર્થતા અનુભવી. આવી રીતિએ પોતાના નાના ભાઇને બોલાવીને પિતાની સંપત્તિમાંથી ભાગ આપનારા આજે કેટલાક નીકળે? નાના ભાઇને બોલાવીને તેનો ભાગ તેને સુપ્રત કરી દેવા સુધી ન પહોંચાય, તો પણ એ લેવા આવે તો તો આનંદથી તેને તેનો ભાગ આપી દેવાની તૈયારી ખરી ને ? એને અદાલતનો આશરો લેવાનું કહેવાજોગી હાલત તો નહિ ને ? આ વાતનો પણ તમે વિચાર કરી જોજો. રાજા પ્રસન્નચંદ્ર તો વલ્કલચીરીને રાજ્યનો વિભાગ આપ્યા પછીથી, તેને અપ્સરાઓ જેવી રાજકન્યાઓ પણ પરણાવી. હવે તો વલ્કલચીરીમાં ભોગરાગ ઉત્પન્ન થઇ ગયેલો છે, એટલે ભોગની વાત આવે છે. સુખ રૂપી સાગરના જલમાં વલ્કલચીરી હાથીની જેમ પોતાની પત્નીઓની સાથે સારી રીતિએ રમવા લાગ્યો અને તેની સર્વ અભિલાષાઓ પૂર્ણ થવા લાગી. વલ્કલચીરી આટલી બધી સુખસાહાબીને પામનારો અને તેને ઇચ્છા મુજબ ભોગવનારો બન્યો, તે છતાં પણ તેને પેલા રથિનો ઉપકાર યાદ હતો. તમને યાદ તો હશે જ કે-વક્લચીરીને યેન કેન લલચાવીને પોતનપુરમાં લઇ આવવાને માટે રાજાએ જ વેશ્યાઓને વનમાં મોકલી હતી, તે સોમચંદ્ર તાપસના શ્રાપના ભયથી વલચીરીને લીધા વિના જ ભાગી ગઇ હતી અને વલચીરી રઝળતો થઇ ગયો હતો. તે વખતે તેને માર્ગમાં એક રથવાળો મળ્યો હતો અને તેણે વલચીરીને પોતનપુર સુધી લાવીને કેટલુંક દ્રવ્ય પણ આપ્યું હતું. એ દ્રવ્ય ચોરની મિલ્કત હતી, એ વાત પણ યાદ છે ને? પોતનપુરમાં આવ્યા પછીથી તે રથિક પેલા ચોરે આપેલાં ઘરેણાંને વેચવાને માટે નગરમાં નીકળ્યો. પેલા ચોરે આ નગરમાંથી જ ચોરી કરીને મિલ્કત કરી હતી, એટલે આ રથિક જ્યાં નગરમાં ચોરે દીધેલા દાગીના વેચવા નીકળ્યો, ત્યાં જ સપડાઇ ગયો. સૌએ પોતપોતાના દાગીનાઓને ઓળખી કાઢ્યા અને પેલા રથિને જ ચોર માનીને તેને કોટવાળોની પાસે પકડાવ્યો. કોટવાળો તેને બાંધીને રાજકારે લઇ આવ્યા. ત્યાં તેને વલ્કલચીરીએ જોતાંની સાથે જ ઓળખી કાઢ્યો અને તેના તરફ અમતભરી નર કરી. પછી Page 82 of 234
SR No.009173
Book TitleChoud Gunsthanak Part 01 Gunasthank 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy