________________
દુઃખે દુઃખિત બનેલું છે, તે વખતે આ ક્યો લોકોત્તર સુખી છે, કે જેના આંગણે વાજિદ્રનો ઘોષ થાય છે ? અથવા તો સૌ કોઇ સ્વાર્થનિષ્ઠ છે, કારણ કે-મૃદંગનો આ અવાજ કોઇન્ને આનંદ આપે છે, જ્યારે મને તો જાણે મૃદુગરના ઘા જેવો લાગે છે.'
અહીં એ પણ વિચારવા જેવું છે કે-રાજાને વાજિદ્મનો નાદ સત ઉપર ક્ષાર નાખવા જેવો લાગે છે, છતાં રાજા એ નાદને અટકાવવાનો હુકમ કરતો નથી. રાજાના દુ:ખે દુ:ખી નહિ થતાં, પોતાના આનંદમાં મસ્ત રહીને વાજિદ્ર વગડાવનારને પકડીને બાંધી લાવવાનો હુકમ રાજા કરતો નથી. એ વિચાર કરે છે કે-મને જેમ મારો સ્વાર્થ પ્રિય છે, તેમ એને એનો સ્વાર્થ પણ પ્રિય હોય ને ? રાજા હોવા છતાં આવા સમયે આવો વિવેક રહેવો, એ બહુ મુશ્કેલ વાત છે. શેઠીયાઓ પણ નોકરોના આવા કૃત્યને સહી લે ખરા ?
પણ અહીં બને છે એવું કે-રાજા જે બોલ્યા, તે કોઇકે સાંભળ્યું. એણે બીજાને વાત કરી, બીજાએ ત્રીજાને વાત કરી, એમ એ વાત એકદમ ફેલાઇ ગઇ અને એ વાત પેલી વેશ્યાના કાને પણ પહોંચી ગઇ. તરત જ તે વેશ્યા રાજા પ્રસન્નચન્દ્રની પાસે પહોંચી ગઇ. વેશ્યા છે એટલે તેને ધૃષ્ટતાભરી પ્રગલ્યવાણી વદતાં તો આવડે ને ? રાજાને નમસ્કાર કરી, હાથ જોડીને તે કહેવા લાગી કે- ‘દેવ ! મારે ત્યાં કેટલાક વખત પહેલાં એક દૈવજ્ઞ આવ્યો હતો. તેણે કહ્યું હતું કે-તારે ઘેર ઋષિવેષને ધરનારો એક યુવાન આવશે અને તેને તું તારી કન્યા આપજે. એ દૈવષે કહા મુજબ આજે મારે ત્યાં એક ઋષિવેષને ધરનારો યુવાન આવ્યો. બળદીયા જેવો તે વ્યવહારને તો જાણતો જ નથી, પણ મેં તો દૈવષે કહ્યા મુજબ મારી ન્યાને તેની સાથે પરણાવી. દેવ ! એ વિવાહના ઉત્સવ નિમિત્તે મારે ત્યાં વાજિંત્રો વાગતાં હતાં. આપ દુઃખી છો-એવું હું જાણતી નહોતી, તો આપ મારા અપરાધની ક્ષમા કરો !'
અજાણી વેશ્યાએ વલ્કલચીરીની એટલી બધી આગતા-સ્વાગતા કેમ કરી, તેનું કારણ હવે સમજાયું ને ? નિમિત્તના જાણકારો આવી ભવિષ્યની વાતો પણ કહી શકે છે. નિમિત્તણે કહયું હશે કે-તારે ત્યાં જે યુવાન ઋષિકુમાર આવશે તે રાફુખને ભોગવનારો બનશે, એટલે વેશ્યા મળેલી તેવી તકનો લાભ લેવામાં વિલંબ કરે ખરી ? વેશ્યાએ તો અપરાધમાંથી છૂટવાને માટે પાતાની હકીકત હી પણ એ હકીકત સાંભળીને રાજા પ્રસન્નચંદ્રને તરત જ એ વિચાર આવ્યો કે- “આ વેશ્યા જે ઋષિકુમારની વાત કરે છે, તે કદાચ મારો નાનો ભાઇ વલ્કલચીરી હોય તો ?' આથી રાજાએ તે માણસોને બોલાવ્યા, કે જેમણે અગાઉ વલચીરીને જોયો હતો અને તેમને પેલી વેશ્યાને ત્યાં જઇને એ ઋષિકુમાર તે વલ્કલચરી જાતે જ છે કે નહિ' -તેની ખાત્રી કરી આવવાની આજ્ઞા ફરમાવી. એ માણસો જાતે જઇને વલ્કલચીરીને જોઇ આવ્યા અને રાજા પ્રસન્નચંદ્રને કહયું કે- “આપ ધારો છો તે જ એ ઋષિકુમાર છે.' સુંદર
સ્વમના દર્શનથી માણસ જેમ હર્ષ પામે તેમ રાજા પ્રસન્નચન્દ્ર પણ એ વાતને સાંભળીને અતિશય ખૂશ થઇ ગયા. તરત જ રાજા પ્રસન્નચન્દ્ર પેલી વેશ્યાના ઘરે ગયા અને વલચીરીને તેની નવવધૂ વેશ્યાપુત્રીની સાથે હાથી ઉપર બેસાડીને પોતાના મહેલમાં લઇ આવ્યા.
અહીં પરમ ઉપકારી, કલિકાલસર્વજ્ઞ, આચાર્ય ભગવાન શ્રીમદ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે
"अखिलव्यवहारज्ञो, राजाकारि क्रमेण स: ।" એટલે કે-રાજા પ્રસન્નચન્દ્ર ક્રમે કરીને તે વલ્કલચીરીને અખિલ વ્યવહારને જાણનારો બનાવ્યો.
હવે આપણે આ પાંચમી વિશિકામાં સદુધર્મ રૂપ કલ્પવૃક્ષના બીજ આદિની વાતમાં જતાં પહેલાં, ચરમાવર્તન પામેલા પણ જીવોને કેટલાક કાલ પર્યન્ત કેટલાંક કારણસર શુદ્ધ ધર્મનો રાગ પ્રાપ્ત થઈ શકે
Page 81 of 234