SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ વિના, ઉતારી લીધા. હવે તેને સ્નાન કરાવવાને માટે વેશ્યાએ તેનું વલનું વસ્ત્ર ઉતારી લઇને બીજું વસ્ત્ર પહેરાવ્યું. આ વસ્તુ વલચીરીને માટે ખૂબ અસહા બની. તે બાળકની માફક રટણ કરતાં કરતાં વેશ્યાને કહેવા લાગ્યો કે- “હે મહામુનિ ! જે મુનિવેષમેં જન્મથી ધારણ કર્યો છે, તેને આપ લઇ લો નહિ !' વેશ્યાએ જવાબમાં કહયું કે- “આ આશ્રમમાં જે મહર્ષિઓ અતિથિ તરીકે પધારે છે, તેમનો આવો જ ઉપચાર કરાય છે, તો તમો કેમ ના પાડો છો ? મનિપુત્ર ! જો તમે અમારા આશ્રમના આવા આચારોને સ્વીકારશો, તો જ તમને અહીં કુટીર મળી શકશે.” વેશ્યાએ આવું કહ્યું એટલે વલચીરી તો, મંત્રથી વશ કરેલા સાપની જેમ, સ્થિર થઇ ગયો; કારણ કે-એને અહીં રહેવાનો લોભ હતો. પછી વેશ્યાએ જાતે જ વલચીરીના માથામાં તેલ નાખીને તેના જટિલ કેશપાશને ચોળ્યો અને તેના એક એક વાળને છૂટો પાડ્યો. તે પછી તેણીએ વલચીરીના શરીરે તેલનું મર્દન કર્યું અને તે વલ્કલચીરીને એટલું બધું મીઠું લાગ્યું કે-એની આંખો એના સુખથી ઘેરાવા લાગી. આટલું કરીને વેશ્યાએ વલ્કલચીરીને ઉષ્ણ અને સુગંધવાળા પાણીથી સ્નાન કરાવીને ઉત્તમ પ્રકારનાં વસ્ત્રાભૂષણો પહેરાવ્યાં. પછી તે વેશ્યાએ પોતાની એક ન્યાનું વલચીરીની સાથે લગ્ન કર્યું. તે વખતે ત્યાં આવી મળેલી બધી વેશ્યાઓએ વર-વહને ગાવા માંડ્યાં, ત્યારે વક્લચીરી વિચાર કરે છે કે- “આ ઋષિઓ શાનો પાઠ કરે છે? ત્યાં તો વળી વેશ્યાઓએ મંગલ વાંજિત્રો વગાડ્યાં. એ વાજિત્રોના નાદથી “આ શું ?' એમ સંભ્રાન્ત થઇ જઇને વલ્કલચીરીએ પોતાના બન્ને હાથથી પોતાના બન્ને કાનોને ઢાંકી દીધા. આટઆટલું થવા છતાં, વલચીરીની મુગ્ધતા હજુ ગઇ નથી અને તેનામાં ભોગરાગ પ્રગટ્યો નથી. આમ જૂઓ તો વય યુવાન છે, છતાં આ દશા છે. આપણો મુદી એ જ છે કે-ચરમાવર્તને પામેલો જીવ પણ જો તેવો ગુરૂકર્મી આદિ હોય તો શુદ્વ ધર્મરાગને સહેલાઇથી પામી શકતો નથી. તમને એમ થતું હશે કે-અજાણી વેશ્યાએ વલચીરીની આટલી બધી આગતા-સ્વાગતા કેમ કરી ? પણ તેમ કરવામાં તેનો ઉડો સ્વાર્થ હતો. અહીં વેશ્યાના આંગણે ગાજતો વાજિંત્રોનો નાદ, છેક રાજા પ્રસન્નચંદ્રના કાન સુધી પહોંચી ગયો. રાજા તે સમયે દુ:ખની અતિશય અરતિથી, માછલું જેમ થોડા પાણીમાં તરફડે તેમ, તરફડતો શય્યામાં પડ્યો હતો. રાજાના દુ:ખનું કારણ એ હતું કે-વલચીરીને યેન કેન લલચાવીને પોતનપુરમાં લઇ આવવાને માટે રાજાએ જે વેશ્યાઓને નિવેષ ધારણ કરાવીને જંગલમાં મોક્લી હતી, તે જેવી ગઇ હતી. તેવી પાછી આવી ગઇ હતી. તેમણે આવીને રાજાને કહાં હતું કે- “આપે સૂચવેલા પ્રકારોથી અમે તે વનેચર કુમારને લલચાવવામાં તો સફલ નિવડી; કુમારે અહીં આવવાને માટે અમારી સાથે સંકેત પણ કર્યો; પરન્તુ તે જ વખતે તેમના પિતાને દૂરથી આવતા જોઇને, તેમના શ્રાપના ભયથી અમે ત્યાંથી ભાગી છૂટી : કારણ કે-અમે સ્ત્રીઓ સ્વભાવથી જ કાયર હોઇએ છીએ તે કુમાર અમારા પ્રલોભનને આટલો બધો વશ બની ગયો હતો કે-હવે તે અમને શોધતો શોધતો વનેવન રખડશે, પણ તેના પિતાના આશ્રમમાં પાછો નહિ જાય.” આ સાંભળીને રાજા પશ્ચાત્તાપના દુ:ખમાં ડૂબી ગયો. તે વિચારવા લાગ્યો કે- “જs એવા મેં આ કરી શું રાખ્યું ?' પિતા-પુત્રનો વિયોગ કરાવ્યો અને નાનો ભાઇ તો મને મળ્યો નહિ ! પિતાથી વિખૂટો પડી ગયેલો તે હવે કેમ કરીને જીવશે? આ દુ:ખના યોગે બેચેનીથી તરફડતો રાજા જ વખતે શય્યામાં પડ્યો હતો, તે વખતે તેના કાને વાજિંત્રોનો ધ્વનિ પહોંચ્યો. વાજિંત્રનો એ ધ્વનિ તેને અપ્રિય અતિથિના જેવો લાગ્યો. તે બોલ્યો કે- “જે વખતે આખુંય નગર મારા Page 80 of 234
SR No.009173
Book TitleChoud Gunsthanak Part 01 Gunasthank 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy