________________
એ છે કે-વલચીરીનો જીવ એ જ ભવમાં ધર્મરાગથી માંડીને તે શુદ્ધ ભાવધર્મને પામી, ક્ષપકશ્રેણિને પામી, વીતરાગ બની, કેવલજ્ઞાન પામીને મોક્ષને પામેલ છે. જે ભવમાં એ જીવ મોક્ષ રૂપ પરમ ફલને પામનાર છે, તે ભવની આ મુગ્ધતા છે !
પછી રથિકે વલચીરીને લાડવા ખાવાને માટે આપ્યા. વક્લચીરી તે ખાઇને તેના આસ્વાદથી ખૂબ આનંદમગ્ન બન્યો થકો કહેવા લાગ્યો કે- “પોતનાશ્રમમાં રહેનારા મહષિઓએ આવાં જ વનફલો મને આપ્યાં હતાં અને તે મેં ખાધાં હતાં.”
આ રીતિએ વાતો કરતા કરતા તેઓ ચાલ્યા જતા હતા, ત્યાં રસ્તે તેમને એક બળવાન ચોર મળ્યો. એ ચોર અને રથિક વચ્ચે યુદ્ધ જામ્યું. તેમાં રથિકે ગાઢ પ્રહાર કરીને તે ચોરને હણી નાખ્યો. ચોરે મરતાં પહેલાં રથિને કહ્યું ક- “દુશ્મનનો પણ ઘા જ વખાણાય છે. પ્રહારથી તેં મન જીતી લીધો, તેથી હું તુષ્ટ થયો છું. અહીં મારૂં જે વિપુલ ધન છે, તેને તું ગ્રહણ કર !” આથી ત્રણેયે મળીને ચોરનું ધન રથમાં ચઢાવ્યું.
આમ તેઓ પોતનપુરે આવી પહોંચ્યા. રથિકે વલચીરીને કહ્યું કે- “આ જ તારો પોતનાશ્રમ છે.” પછી, પોતાની પાસેના ધનમાંથી કેટલુંક ધન વલ્કલચીરીને આપીને, રથિકે પોતાના તે માર્ગમિત્રને હસતાં હસતાં કહયું કે- “આ આશ્રમમાં દ્રવ્ય વગર આશ્રય મલી શકતો નથી, માટે આ દ્રવ્ય કોઇને આપીને તેના બદલામાં આશ્રય મેળવજે.'
આમ કહીને રથિક, તે તો પોતાના સ્થાને ચાલ્યો ગયો અને આ વલ્કલચીરી નગરનાં મકાનોને જોતો જોતો અને “હું આમાં જાઉં” કે “તેમાં જાઉં' એમ વિચાર કરતો કરતો આખા નગરમાં ભટક્યા લાગ્યો. રસ્તામાં જે કોઈ સ્ત્રી કે પુરૂષ મળે, તે સર્વને મહર્ષિ કલ્પીને મુગ્ધ બુદ્ધિવાળો આ કુમાર, તેમને નમસ્કાર કરવા લાગ્યો. વનમાં એને મહર્ષિ સિવાયનો પરિચય નહોતો અને જે કોઇ મહર્ષિ મળે તેમને નમસ્કાર કરવાનું અને શિક્ષણ મળ્યું હતું. એ મુજબ તે અહીં પણ જે મળે તેને મહર્ષિ માનીને નમસ્કાર કરવા લાગ્યો અને એથી નગરનો તેનો ઉપહાસ કરવા લાગ્યા.
આવા માણસને જોઇને તેનો ઉપસાહ કરાય કે તેની હકીકતને જાણવાનો પ્રયત્ન કરાય ? લોકમાં અન્યનો ઉપહાસ કરવાનો એટલો બધો રસ હોય છે કે-તક મળી જાય તો એ ગમે તેનો ઉપહાસ કરવાનું ચૂકે નહિ. હીન ગુણવાળાને, અલ્પ બુદ્ધિવાળાને, બહેરા-મુંગા-બોબડા વિગેરેને જોઇને, તેમનો ઉપહાસ કરનારાઓએ, સમજવું જોઇએ કે-એવો ઉપહાસ ભવાન્તરમાં આપણને એથી પણ વધારે ઉપહાસજનક હાલતમાં મૂકી દે છે.
આ રીતિએ લોકો જ્યારે વલ્કલચીરીનો ઉપહાસ કરવા લાગ્યા, એટલે વલચીરી ધનુષ્યમાંથી છૂટેલા બાણની માફક જરાય સ્કૂલના પામ્યા વિના એક મકાનમાં, ઝડપથી પેસી ગયો. એ મકાન એક વેશ્યાનું હતું. વલચીરી તો વેશ્યાના એ મકાનને પણ આશ્રમ માનતો હતો અને વેશ્યાને મુનિ માનતો હતા, એટલે વેશ્યાને જોઇને તેણીને પણ ‘તાત' દ્દીને તેણે નમસ્કાર કર્યો. પછી પોતાની પાસે જે દ્રવ્ય રથિકનું આપેલું હતું, તે તેણે વેશ્યાની સામે ધરીને પ્રાર્થના રૂપે કહાં કે- “મને એક કુટીર આપો અને તેના ભાડાનું આ દ્રવ્ય લો.'
વેશ્યાએ કહ્યું કે- “આ તમારી જ કુટીર છે, માટે આને તમે ગ્રહણ કરો.'
આમ જ્હીને વેશ્યાએ વલ્કલચીરીના અંગસંસ્કારને માટે હજામને બોલાવ્યો. વલચીરી ના પાડતો રહ્યો અને હજામે તો વેશ્યાની આજ્ઞાથી તેના હાથ-પગના નખ, તેને કશી જ તક્લીફ પમાડ્યા
Page 79 of 234