________________
માટે તો મોટી ગભરામણનું અને ભાગાભાગનું કારણ બન્યું.
વેશ્યાઓ વલ્ક્લચીરીને યેન કેન લલચાવીને તેને પોતનપુર ઉઠાવી જ્વા આવી હતી, એટલે સાથે ચરપુરૂષોને પણ લાવી હતી. જે સ્થાને વલ્કલચીરીએ તથા વેશ્યાઓએ મળવાનું નક્કી કર્યું હતું, તે સ્થાન તરફ કોણ આવી રહ્યું છે, તેની તપાસ રાખીને માહિતી આપવાને માટે વેશ્યાઓએ ચરપુરૂષોને વૃક્ષ ઉપર ચઢાવ્યા હતા; કે જેથી જે કોઇ આ તરફ આવતું હોય તેને દૂરથી પણ જોઇ શકાય. ચરપુરૂષોએ સોમચન્દ્ર તાપસને એ સ્થાન તરફ આવતા જોયા, એટલે વેશ્યાઓને એ ણાવ્યું. વેશ્યાઓએ જેવું સાંભળ્યું કે-સોમચન્દ્ર તાપસ આ તરફ આવે છે, તેવી જ તે ત્યાંથી શીકારીને દેખીને જેમ હરણીયા ભાગે તેમ ભાગવા માંડી; એક-બીજાનો સંગાથ કરવા પણ ઉભી ના રહી; કેમકે-સોમચંદ્ર તાપસ શ્રાપ આપશે, એવી એ વેશ્યાઓને બીક લાગી હતી.
હવે વલ્ક્લચીરીનું શું થાય ? તેના પિતા સોમચંદ્ર તાપસ પોતાના સ્થાને ચાલ્યા ગયા, એટલે વલ્ક્લચીરીએ પેલી વેશ્યાઓને ઢુંઢવા માંડી. વેશ્યાઓ ભાગી ગઇ, એથી વલ્ક્લચીરીને પોતાનું સર્વસ્વ લૂંટાઇ ગયું હોય એમ લાગ્યું. તે આખાયે વનમાં શોધી વળ્યો, પણ તેને પેલી વેશ્યાઓ મળી નહિ. હતાશ થઇને તે મૃગલાની જેમ વનમાં આમથી તેમ આંટા મારવા લાગ્યો.
એટલામાં તેણે રથને હંકારી જતા એક પુરૂષને જોયો. વલ્ક્લચીરીએ માન્યું કે-આપણ એક ઋષિ જ છે; કારણકે-આ દુનિયામાં ઋષિ સિવાયના કોઇ માણસો જ નથી, એવો એનો ખ્યાલ હતો. વલ્ક્લચીરીએ પોતાના માનેલા એ ઋષિને સંબોધીને કહ્યું કે- ‘તાત ! આપને મારા નમસ્કાર હો.’
રથિએ પૂછયું કે- ‘કુમાર ! તું ક્યાં જાય છે ?'
વલ્ક્લચીરીએ કહ્યું કે- ‘મહર્ષિ ! પોતન નામે જે આશ્રમસ્થાન છે ત્યાં મારે વું છે.'
રથિકે કહ્યું કે- ‘મારે પણ પોતનાશ્રમમાં વું છે.'
આથી વલ્ક્લચીરીએ તેની પાછળ પાછળ ચાલવા માંડ્યું.
રથિક સ્ત્રી રથમાં બેઠી હતી. વલચીરીએ રસ્તે ચાલતાં વાત વાતમાં તેણીને પણ વારંવાર
‘તાત' તરીકે સંબોધવા માંડી. આથી તેણીએ પોતાના સ્વામિને પૂછયું કે- ‘આ કુમાર મને કેમ ‘તાત’ ‘તાત' કહ્યા કરે છે ?’
રથિકે કહ્યું કે - ‘સ્ત્રીનશૂન્ય એવા આ વનમાં રહેનારો આ મુગ્ધ કુમાર સ્ત્રી-પુરૂષના ભેદને જાણતો નથી અને એથી તે તને પણ પુરૂષ માને છે.'
વલક્લચીરીએ જેમ ઋષિ સિવાયના માણસોને જાણ્યા નહોતા, તેમ મૃગલાં સિવાયનાં ઘોડા વિગેરે દોડનારાં મોટાં પશુઓને પણ જાણ્યાં નહોતાં. આથી રથને જોડેલા અશ્વોને જોઇને વલ્ક્લચીરીએ રચિક્ને કહ્યું કે- ‘તાત ! આ મૃગોને તમ કેમ રથે જોડ્યા છે ? મુનિને આ છાજે નહિ.’
રથિકે સ્મિત કરીને કહ્યું કે- ‘આ મૃગલાઓનું આ જ કામ છે, એટલે આમાં દોષ જેવું કાંઇ નથી.' આ વાતો ઉપરથી તમે સમજી શકશો કે વલ્ક્લચીરી કેટલો બધો મુગ્ધ હતો ? તેના આવા મુગ્ધપણાના યોગે જ, તેને પહેલાં ભોગરાગ ગાવે એવી સામગ્રી મળી હતી તોય, તેનામાં ભોગરાગ જાગ્યો નહોતો. પેલી વેશ્યાઓની સાથેનો પહેલો પરિચય, એ ભોગરાગ ગાવે એવી સામગ્રી હતી ને ? આ જ રીતિએ, જીવ ચરમાવર્તને પામેલો હોય તો પણ, જો એ અતિ મુગ્ધ હોય છે, તો તેને શુદ્ધ ધર્મનો રાગ પ્રગટાવે તેવી સામગ્રી મળી જાય તોય, તે તરત ધર્મરાગને પામી શક્તો નથી. ચરમાવર્તને પામેલા આત્માઓમાં આવા મુગ્ધ આત્માઓ પણ ન જ હોય, એવું તો કોઇ પણ સુજ્ઞ કહી શકે નહિ. ખૂબી તો
Page 78 of 234