________________
ધર્માચરણોને સેવનારો પણ બની શકે છે.
આપણે અહીં એવા ભવ્ય જીવની વાત કરી રહ્યા છીએ, કે જે જીવમાં શુદ્ધ ધર્મનો રાગ પ્રગટે એવી સ્વભાવસિદ્ધ યોગ્યતા પણ છે અને જે જીવ શુદ્ધ ધર્મનો રાગ પ્રગટે એવા કાલમાં પણ આવી ગયો છે. એ માટે જ આપણે વલ્ક્લચીરીનું ઉદાહરણ લીધું છે. ચરમાવર્ત કાલના ધર્મરાગના સ્વરૂપને સમજાવવાને માટે ઉપકારિઓએ યુવાનના ભોગરાગને આગળ ધર્યો છે. ભોગરાગના યોગે યુવાનને જેમ બાલક્રીડાઓમાં કશો જ રસ રહેતો નથી, તેમ શુદ્ધ ધર્મના રાગને પામેલા જીવને પણ સંસાર પ્રત્યે ઉદ્વેગ આવે છે. ભોગરાગને જ્ન્મવાને માટે જેમ યુવાનીની અપેક્ષા પ્રધાનપણે રહે છે. તેમ ધર્મરાગને જ્ન્મવાને માટે ચરમાવર્ત કાલની અપેક્ષા પ્રધાનપણે રહે છે. ચરમાવર્ત કાલને પામ્યા પછી ય જીવને શુદ્ધ ધર્મરાગની પ્રાપ્તિ, જરૂરી સામગ્રીની પ્રાપ્તિ તથા લઘુમિતાની પ્રાપ્તિ-એ વગેરેના અભાવમાં થઇ શકતી નથી. જેમ યુવાનીને પામેલા અને ભોગરાગ જેનામાં જન્મી શકે એવું છે એવા પણ જીવમાં સામગ્રીનો અભાવ, અજ્ઞાન આદિ કારણે ભોગરાગ જ્ન્મી શકતો નથી તેમ ! એ માટે આ વલ્ક્લચીરીનું ઉદાહરણ ઘણું જ બંધબેસતું છે.
‘અમારા આશ્રમનાં મહારસવાળાં વનફળોનું જે કોઇ આસ્વાદન કરે છે, તેનું શરીર આવું સુકોમળ બની જાય છે અને તેનું વક્ષ:સ્થલ પણ આવું ઉન્નત બની જાય છે.' -આવું વેશ્યાઓએ હ્યું, એટલે વલ્ક્લચીરીએ તો વેશ્યાઓની એ વાત પણ માની લીધી; એથી વેશ્યાઓને તો લાગ્યું કે-આને આકર્ષણ તો થયું; એટલે તક જોઇને વલ્ક્લચીરીને વેશ્યાઓએ કહ્યું કે- ‘મહર્ષિ ! તમે પણ તમારા આ આશ્રમને અને આ સાર વગરનાં ફલોને હવે તજી દો; પધારો અમારા આશ્રમમાં અને તમે પણ બનો અમારા જેવા !’
વલ્ક્લચીરી તો મિઠાઇની મધુરતાથી અને તેના આસ્વાદનના તેને વ્હેવામાં આવેલા પરિણામથી એટલો બધો લોભાઇ ગયો હતો કે-તે જાણે વેશ્યાઓના આવા આમંત્રણની રાહ જ જોઇ રહ્યો હતો. વલચીરી તરત જ તે વેશ્યાઓની સાથે જ્વાને માટે તૈયાર થઇ ગયો. તેમણે અંદર અંદર નક્કી કરી લીધું કે-આપણે હવે અમુક સમયે અને અમુક સ્થળે મળીશું.
આ મુજબનો સંકેત કરીને વેશ્યાઓ અને વલ્ક્લચીરી છૂટાં પડ્યાં. વલચીરી પોતાના મઠમાં ગયો. ત્યાં જઇને તેણે પોતાની પાસે જે તાપસપણાનાં ઉપકરણો હતાં તે મૂકી દીધાં અને જે સ્થાને વેશ્યાઓને મળવાનું નક્કી કર્યું હતું તે સ્થાન તરફ તે ચાલ્યો.
ભવિતવ્યતાનો યોગ એવો વિચિત્ર છે કે-રાજા પ્રસન્નચંદ્રને પોતાના નાના ભાઇને મળવામાં વિલંબ થવાનો છે તેમજ બન્ને ભાઇઓ મળે તે પહેલાં તો વલ્ક્લચીરીનું એક વેશ્યાપુત્રીની સાથે લગ્ન થવાનું છે તથા એ નિમિત્તે જ બન્ને ભાઇઓનું મિલન થવાનું છે; એટલે અહીં આટલે સુધી આવેલી વેશ્યાઓની બાજી બગડી જાય છે. પુરૂષાર્થ કરવા છતાં પણ કાર્યસિદ્ધિમા ભવિતવ્યતાની અનુકૂળતાની પણ કેટલી બધી જરૂર પડે છે, તે આ પ્રસંગ ઉપરથી પણ સમજી શકાય તેમ છે.
વેશ્યાઓએ વલ્ક્લચીરીને જે સ્થળે મળવાનું ઢેલું, તે સ્થળ તરફ એક તરફથી જેમ વલ્ક્લચીરી આવી રહ્યો હતો, તેમ બીજી તરફથી તેના પિતા સોમચંદ્ર તાપસ પણ આવી રહ્યા હતા. વલ્ક્લચીરી ભાગો જ્વાનો છે અગર તો વેશ્યાઓ તેને ફોસલાવીને ઉઠાવી જ્વાની છે, એ વાતની સોમચંદ્ર તાપસને ગંધ આવી ગઇ છે અને એથી જ તે આ તરફ આવી રહ્યા છે-એવું નથી; એ તો વનમાં ફરતાં ફરતાં કુદરતી રીતિએ જ આ તરફ આવી રહ્યા છે, પણ તેમનું આ તરફનું સ્વાભાવિક આગમન પણ વેશ્યાઓન
Page 77 of 234