________________
વલ્કલચીરીમાં ભોગરાગ જન્માવીને તેને નગરમાં ઘસડી લાવવાની આ પેરવી ચાલી રહી છે ! એ કારણસર જ વનમાં મોકલવાને માટે વેશ્યાઓને પસંદ કરવામાં આવી છે. રાજા પ્રસન્નચંદ્ર વેશ્યાઓને આજ્ઞા કરી કે- “તમારે મુનિવેષે જંગલમાં જઇને તમારા કોમળ અંગોના સ્પર્શથી, મધુર વાકયથી અને સાકરનાં બનાવેલાં વનફળો જેવાં ફળોથી મારા નાના ભાઇને લોભાવીને, તેને જેમ બને તેમ જલદી અહીં લઇ આવવાનો છે.”
રાજાની આજ્ઞા મુજબ તે વેશ્યાઓ જંગલમાં જઇને વલ્કલચીરીને મળી. એ વેશ્યાઓને જોતાંની સાથે જ વલ્કલચીરીએ તેમને પૂછયું કે
મહર્ષિઓ ! આપ કોણ છો અને આપનો આશ્રમ કયાં છે ?'
વેશ્યાઓએ પણ કહ્યું કે- “અમે પોતન નામના આશ્રમના ઋષિઓ છીએ અને તમારા અતિથિ બનીને અહીં આવ્યા છીએ. હો, તમે અમારો શો સત્કાર કરશો ?'
વલ્કલચીરીએ, પોતે જે પાકાં અને મધુર ફળો જંગલમાંથી વીણી લાવ્યો હતો, તે ફળોને બતાવીને કહ્યું કે- “આપ આનું ભોજન કરો !'
વેશ્યાઓએ કહ્યું કે- “અમારા આશ્રમમાં આવાં નીરસ ફળોને તો કોઇ અતિ નીરસ એવા મહર્ષિ પણ ખાતા નથી; માટે અમારાં આશ્રમનાં વૃક્ષોનાં જે ફળો અમારી સાથે અહીં લેતા આવ્યા છીએ, તે તમે ચાખો.'
એમ બોલીને એક ઝાડની નીચે વેશ્યાઓ બેઠી અને વલ્કલચીરીને પણ તેમણે ત્યાં બેસાડ્યો. પછી તેમણે પોતાની પાસેની સાકરની બનાવેલી મિઠાઇ, કે જે આકાર આદિથી વનફળોના જેવી જ હતી, તે તેને પોતાના આશ્રમના ફળ તરીકે ખવડાવી, એ મિઠાઇની મિઠાશે વલ્કલચીરીને લોભાવ્યો અને પોતે પોતાના પિતાની સાથે રોજ જે બિલ્વાદિક ફળો ખાતો હતો, તેના તરફ તેનામાં અરૂચિભાવ જન્મ્યો.
પછી વેશ્યાઓએ રાજા પ્રસન્નચંદ્રની આજ્ઞા મુજબ વલચીરીને પોતાના અંગોનો સ્પર્શ કરાવવા માંડ્યો. તેમના શરીરને કોમળ અને તેમના વક્ષ:સ્થલને ઉન્નત જોઇને વલચીરીના આશ્ચર્યનો પાર રહ્યો નહિ. અત્યાર સુધીમાં તેણે જે જે તાપસોને જોયા હતા, તેમાંના કોઇનું પણ શરીર આવું નહોતું. આથી વિસ્મિત બનેલા અને ગતની સપાટી પર સ્ત્રીનું પણ અસ્તિત્વ છે-એ વાતને પણ નહિ જાણતા તે વલ્કલચીરીએ, પેલી વેશ્યાઓને, તેમનું શરીર આવું સુકોમળ તથા ઉન્નત વૃક્ષ:સ્થલવાનું ક્યા કારણથી છે તે પૂછયું. વેશ્યાઓએ કહ્યું કે- “અમારા આશ્રમનાં મહા રસવાળાં જે વનફળો છે, તેનું આસ્વાદન કરવાથી શરીર આવું બને છે.' વલચીરીએ એ વાત પણ માની લીધી.
જુઓ કે-વય યુવાન છે, છતાં અજ્ઞાન એવું છે કે તેનામાં ભોગરાગ જમ્યો નથી. આવી જ રીતિએ, જે જીવ ચરમાવર્તમાં આવી જાય, તે જીવ તરત જ ધર્મરાગને પામી જાય એવો નિયમ નહિ. જીવ ચરમાવર્તમાં આવ્યો એટલે કાલ પાકયો, પણ બાકીનાં ચારે ય કારણોનો પણ સમાગમ થવો જોઇએ ને ? કાળ પરિપકવ થયો, એ સૂચવે છે કે-સ્વભાવની પ્રિતકૂળતા પણ નથી. હવે તો અથડામણ મુખ્યત્વે કર્મ અને પુરુષાર્થ વચ્ચે રહેવાની; કારણ કે-ચરમાવર્તમાં આવ્યો અટલી ભવિતવ્યતાની પણ અનુકૂળતા ખરી ને ? જો કે-સમ્યગ્દર્શન ગુણના પ્રકટીકરણ અંગે અર્ધ પુદગલ પરાવર્ત કાલ શેષ રહે ત્યાં સુધી પણ કાલદોષની મુખ્યતા ગણાય છે. આમ છતાં પણ, ચરમાવર્તમાં આવેલા જીવને પુણ્ય જો યારી આપે, એથી એને જો સારી સામગ્રી મળે, તો એને મોક્ષાભિલાષને અને એ અભિલાષાપૂર્વના ધર્મરાગને પામવાનો અવકાશ છે. એ સંયોગોમાં પુરૂષાર્થની પ્રધાનતાથી જીવ પરિણામે શુદ્ધ ધર્મને પમાડે એવા
Page 76 of 234