SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ અને એમાંથી રાજાને જે વિચાર ઉદ્ભવ્યો. તેને એ ગ્લાનિ આભારી હતી. રાજાના મનને દૂભાતું જોઇને રાણીએ કહ્યું કે- ‘દેવ ! આપ શું વૃદ્ધાવસ્થાથી લાજો છો ?' કે જેથી માત્ર એક જ ધોળા વાળને જોઇને દુ:ખ પામો છો ? આપને જો આપના વૃદ્વભાવના પ્રકાશનથી દુ:ખ થતું હોય, તો આપણે પટહની ઉદ્ઘોષણા કરીને લોક્ને એવી નિષેધ આજ્ઞા ફરમાવી દઇએ કે- આપના વૃદ્વભાવની વાત પણ કોઇ કરે નહિ. આ શબ્દો રાણીના હૃદયમાં રહેલી રાજા પ્રત્યેની સાચી હિતચિન્તાના સૂચક છે. પોતાને ધારી પ્રેરણા કરવી હતી, એ માટે જ રાણીએ આવું કહ્યું હતું; પણ રાજા ય અણસમજુ નહિ હતો. ધોળા વાળને જોઇને, એને તો એમ થઇ ગયું હતું કે- ‘હું કેવા મૂર્ખા કે આટલી ઉંમર વહી ગઇ ત્યાં સુધી હું રાજ્ગાદી ઉપર ચીટકી રહ્યો છું અને ભોગસુખોમાં જ લીન બની રહ્યો છું.?' મેં મારા પૂર્વજોની રીતિને બટ્ટો લગાડ્યો. મારા પૂર્વજો તો વૃદ્ધાવસ્થા આવતાં પહેલાં રાજ્યનો અને ભોગનો ત્યાગ કરીને વનવાસે ચાલ્યા જ્યા. એમનો ઉત્તરાધિકારી હું ઘરડો થવા આવ્યો તોય હજુ અહીં બેઠો છું. આ રાજા શ્રી નિધર્મને પામેલા નથી, મિથ્યામતિ છે, પણ ઇતરોમાંય એવું હતું કે-માણસ જ્યાં ઉમર લાયક થયો એટલે તો એણે ભોગાદિનો ત્યાગ કરવો જોઇએ. માથાનો ધોળો વાળ જોતાં આજે આ વિચાર સ્પર્શે પણ ખરો ? પૂરોગામિઓથી ય તમને આવો બોધપાઠ મળે ખરો ? તે નહિ તો ઉત્તરાધિકારિઓને આવો બોધપાઠ આપી શકાય તો સારૂં એવી પણ તમારી ઇચ્છા ખરી ? રાજાએ તો ઝટ નિર્ણય કર્યો કે-નાની ઉંમરના પણ પુત્રને રાજ્ગાદીએ બેસાડી દઇને વનવાસે ચાલ્યા જ્યું અને પોતાની આ વિચારણા રાણીને પણ વાતચીતમા ણાવી દીધી. રાણી ક્યે છે કે-હું પણ સાથે જ આવું. રાજાએ સમજાવવા છતાંય રાણીએ માન્યું નહિ. એ કહે છે કે- ‘આપના વિના હું અહીં સુખમાં રહું એ બને નહિ. મારે પણ ભોગસુખનો ત્યાગ. આપની સાથે પણ વનમાં રહીને આપની સેવા કરીશ.' રાણી તે વખતે સગર્ભા હતી, છતાં કોઇ રીતિએ એ પોતાના નિશ્ચયમાંથી ચળી નહિ અને રાજા તો હવે અહીં એક ક્ષણ પણ રહેવાને રાજી નહોતા. રાજાએ તો તરત જ પોતાના ‘પ્રસન્નચન્દ્ર’ નામના બાલવયસ્ક પુત્રને ગાદી ઉપર સ્થાપન કરી દીધો અને મત્રિઓને તેના રક્ષણ આદિની ભલામણ કરીને વનનો માર્ગ લીધો. તેની સાથે રાણી તથા એક ધાત્રી બાઇ પણ ગયાં. વનમાં જઇને તેઓએ એક ઉટજ બાંધી અને તેમાં તે ત્રણેય રહેવા લાગ્યાં. ફળ-ફુલ આદિથી જીવનનિર્વાહ કરવો અને તપ તથા ઇશ્વરભન કરવું, એ તેમનું નિત્યકર્તવ્ય બન્યું. એમ કરતાં કરતાં યોગ્ય સમયે રાણીએ એક પુત્રને જન્મ આપ્યો. જંગલમાં તો વલ્ક્યનાં વસ્ત્રોનુ પરિધાન હતું, એટલે તેનું ‘વલ્ક્લચીરી' એવું નામ પાડવામાં આવ્યું. રાજાને આફત ભોગવવાની, એટલે બન્યું એવું કે-વલ્ક્લચીરી હજુ ધાવણો જ હતો, ત્યાં તો રાણી મૃત્યુ પામી. આથી રાજાએ એ નાના પુત્રને ઉછેરવાનું કામ પેલી ધાત્રીને સોંપ્યું, તો એ પણ થોડા સમયમાં મૃત્યુ પામી. આવું બનવાથી તાપસ જીવન ગુજારતા રાજાને માથે, પોતાના અતિ બાલપુત્રને ઉછેરવાની ઘણી મોટી જ્વાબદારી આવી પડી : કારણ કે-ત્યાં એમને કોઇ સહાયક નહિ હતું. જૈન મુનિપણું હોય, તો આ વખત આવત નહિ. ભોગની અરૂચિ હતી, ત્યાગ ગમતો હતો, પણ શુધ્ધ માર્ગ મળ્યો નહોતો. જે માર્ગ મળ્યો હતો, તેને અનુસરતો ત્યાગ ર્યો હતો. અતિ બાલ પુત્રને ઉછેરીને મોટો કરવાની જ્વાબદારી માથે આવી પડવા છતાંય, પાછા નગરમાં જ્વાનો કે પુત્રને નગરમાં મોક્લી આપવાનો વિચાર તેમને થયો નથી. આવા આત્માઓને જો સદ્ગુરૂનો યોગ થઇ જાય અને તેઓ Page 74 of 234
SR No.009173
Book TitleChoud Gunsthanak Part 01 Gunasthank 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy