________________
વલ્કલચીરીનું ઉદાહરણ :
સામાન્ય રીતિએ એમ વ્હેવાય કે-જુવાની આવે એટલે ભોગરાગ આવે, પણ એવું ય બને છે કે-જુવાની આવવા છતાંય કેટલાંક કારણોસર ભોગરાગ જ્ન્મતો નથી. તેવા પ્રકારની સામગ્રીના અભાવમાં પણ જુવાની આવવા છતાંય, ભોગરાગ જ્ન્મ નહિ, એ સુશક્ય છે. જેમ આપણાં શાસ્ત્રોમાં શ્રી વલ્ક્લચીરી નામના એક પુણ્યાત્માનો પ્રસંગ આવે છે.
એમનો જન્મ જંગલમાં થયો હતો. એ જંગલ પણ એવું કે-પ્રાય: ત્યાં કોઇ સ્ત્રીનો સમાગમ જ થાય નહિ. સ્ત્રી નજરે પણ ચઢવા પામે નહિ, કેમકે-ત્યાં વટેમાર્ગુઓનો પણ ખાસ પગરવ નહિ.
બનેલું એવું કે-એના પિતા સોમચંદ્ર રાજા હતા. એ રાજા એક વાર ગવાક્ષ એટલે ઝરૂખામાં બેઠા હતા અને તેમનાં પતિભક્તા રાણી ધારિણી પોતાના સ્વામીના કેશોનું સંમાર્જન કરતાં હતાં. રાજાના કેશોનું સંમાર્જન કરતાં કરતાં, રાજાના માથામાં ઉગેલો એક ધોળો વાળ રાણીના જોવામાં આવ્યો. એથી રાણીએ કહ્યું કે- ‘સ્વામિન્ ! દૂત આવ્યો.' રાજાએ બધી દિશાઓએ નજર ફેરવી જોઇ, પણ દૂત જેવું કાંઇ નજરે પડ્યું નહિ. એટલે રાજાએ રાણીને પૂછયું કે- ‘ક્યાં છે દૂત ?' રાણીએ ધીરે રહીને રાજાના માથામાંના પેલા ધોળા વાળને ઉખેડ્યો અને તે રાજાના હાથમાં મૂક્યો.
માણસને પોતાના માથામાં અથવા તો પોતાના સ્નેહી આદિના માથામાં, વૃદ્ધાવસ્થાને સૂચવનારા ધોળા વાળને આવેલો જોઇને, કાંઇક વિચાર તો આવે ને ? એ ધોળા વાળના દર્શનની કાંઇક્ને કાંઇક અસર તો થાય ને ? તમે વિચાર કરી જૂઓ કે-તમને એ વખતે શું થાય ? યૌવન, એ માણસને કેટલી બધી પ્રિય વસ્તુ છે ? એના રક્ષણને માટે માણસ કેટકેટલા પ્રયત્નો કરે છે ? યૌવનના રક્ષણને માટે જરૂર લાગી જાય, તો ભયંકર હિસ્સાને આચરવાનું મન પણ થાય ને ? જેને યૌવન આટલું બધું પ્રિય હોય, તેને વૃદ્ઘાવસ્થા અતિશય અપ્રિય હોય-તે સ્વાભાવિક જ છે. યૌવન અને જીવનની લાલસા જેટલી તીવ્ર હોય, તેટલી જ વૃદ્ધાવસ્થા અપ્રિય હોય; કારણ કે-વૃદ્ધાવસ્થા આવે એટલે ભોગમાં વાંધો પડે અને મરણ હવે નજદિકમાં છે એમ લાગે. જેને ભોગ માટે જ જીવનનો અને જુવાનીનો ખપ હોય છે, તેઓ તો ધોળા વાળના દર્શન માત્રથી પણ આઘાત પામે છે. વિવેકી આત્માઓ એવી રીતિએ મુંઝાતા નથી. ધોળા વાળને જોતાં જ તેમને એમ થાય છે કે-હવે તો બેફામ નહિ જ રહેવું જોઇએ. હવે તો મરણ આવે તે પહેલાં જેટલું સધાય તેટલું સાધી લેવું જોઇએ. વૃદ્ધાવસ્થાને અને એ દ્વારા મરણની પણ નિકટતાને સૂચવનારા ધોળા વાળને જોઇને તો એમ માનવું જોઇએ કે-આ ધર્મરાજાનો દૂત છે. એવું માનવાને બદલે મુંઝાઇ જવું અને મરણને આઘું ઠેલવાનો પ્રયત્ન કરવો, એમાં કશું જ શાણપણ નથી. મરણને ઠેલવાનો પ્રયત્ન કરવાથી, તે આવતું અટકી જાય એવું બનતું નથી. જ્મેલા એ મરવાના જ. જે જ્યે એ નિયમા મરે, એ તો સૌને માટેનો શાશ્વત નિયમ. આથી શાણા માણસો તો એ કહેવાય, કે જેઓ વહેલા નહિ તો છેવટે મરણની આગાહીને પામ્યા પછી તો એકદમ સાવધ બની જાય અને કાળ પોતાને તેનો કોળીયો બનાવી દે, પહેલાં તો સાધવાજોગું સાધી લેવાને તત્પર બને. શાણા માણસો તો એવા અવસરને પામીને પોતાના સ્નેહિઓ આદિને પણ ઉચિત રીતિએ એવું જ સૂચન કરે.
અહીં રાણી ધારિણીએ એમ જ કર્યું છે. પોતાના પતિ સોમચન્દ્ર રાજાને તેમના માથામાંનો ધોળો વાળ બતાવીને રાણીએ કહ્યું કે- ‘પ્રાણેશ! આ કેશરાજ ધર્મના દૂતનું કાર્ય કરનારો હોઇને પ્રશસ્ય છે.' રાણીની આ વાતને સાંભળીને રાજાના મુખ પર ગ્લાનિ આવી ગઇ. એ ગ્લાનિ રાણીની વાતને આભારી નહોતી, પણ રાજાએ પોતાના વાળને યૌવનના ઘાતક એવા વૃદ્ધાવસ્થાના શસ્ત્ર તરીકે લેખ્યો
Page 73 of 234