________________
‘ધર્મયૌવનકાલ' તરીકે ઓળખાવ્યો છે. ભવ એટલે સંસાર અને સંસાર એટલે વિષય-કષાયની આધીનતા. એ આધીનતા પણ કેવી ? બાલક્તે જેમ બાલક્રીડામાં જ આનંદ આવે. બાલક્રીડાને છોડવાની વાત જેમ બાળક્ને સાંભળવી પણ ગમે નહિ, એને તમે પરાણે બાલક્રીડામાંથી રોકી રાખો અગર સંયોગવશ એને બાલક્રીડામાંથી રોકાઇ રહેવું પડે તોય એનું મન તો જેમ બાલક્રીડામાં જ રમતું હોય, તેમ ચરમાવર્તની પૂર્વેના કાળમાં જીવને વિષય અને કષાયની આધીનતામાં જ આનંદ આવે છે. એ કાળમાં વિષય-કષાયની આધીનતા પ્રત્યે સુગ પેદા કરવાના તમે લાખ પ્રયત્નો કરો, તોય એના હૈયામાં કોઇ પણ રીતિએ વિષય-કષાયની આધીનતા પ્રત્યે સુગ જન્મે જ નહિ. વિષય-કષાયની આધીનતાના યોગે ન્મતી બાલક્રીડાઓનો જ્યારે સંયોગ ન હાય, ત્યારે પણ અચરમાવર્તવર્તી જીવનું મન તો વિષય-કષાયની આધીનતાના આનંદમાં જ રમતું હોય. એવો જીવ જો તેવા પ્રકારના સંયોગો પ્રાપ્ત થતાં ધર્મક્રિયાઓ કરવાને અન્યની પ્રેરણાથી અગર અન્યની પ્રેરણા વિના પણ પ્રેરાય, તો પણ એનું મન તો વિષય-કષાયની ક્રીડાઓનો બાહ્યપણે કરેલો અલ્પ ત્યાગ પણ, એ ક્રીડાઓને સારી રીતિએ આચરવાના હેતુથી જ અથવા તો ગતાનુગતિકપણે જ હોય. આથી એ જીવ કદાચ અનંતીવાર પણ ધર્મક્રિયાઓ કરે, તોય એના હૈયામાં સાચો ધર્મરાગ જન્મી શકે જ નહિ. વિષય-કષાયજન્ય સુખનું સાધન પુણ્ય છે અને આ ધર્મક્રિયાઓ એ પુણ્યનું કારણ છે-આવું તો એના હૈયામાં ઉગી શકે અને એથી એ જીવમાં એવા પ્રકારનો ધર્મરાગ પણ જ્ન્મી શકે; પરન્તુ સાચો ધર્મરાગ તો કોઇ પણ રીતિએ તેના હૈયામાં જન્મી શકે નહિ. અચરમાવર્ત કાલ, એ વિષય-કષાયની આવી જ્વરી આધીનતાનો કાળ હોય છે અને એથીજ એને ઉપકારિઓએ ‘ભવ-બાલ-કાલ' ની ઉપમા આપી છે.
‘ધર્મ-યૌવનકાલ’ ની ઉપમાનું કારણ :
ચરમાવર્તકાલ, એ યુવાનીનો કાળ છે. પુરૂષાર્થની વધુમાં વધુ શક્યતા કોઇ પણ કાલમાં હોય તો તે યુવાનીના કાળમાં જ હોય છે. યુવાનનું લોહી થનગને છે. એની તાકાત ઉછાળા મારે છે. અનુભવિઓ યુવાનીને દીવાની કહે છે, કારણ કે-એ ઉંમરમાં જ્યારે ભોગરાગ જ્મે છે, ત્યારે ભોગરાગના બળે જીવપૂર્વની બધી બાલક્રીડાઓને મૂર્ખાઇભરી માનતો બને છે, ભોગમાં સુખ માનતો બને છે અને જોર કરતી શક્તિઓ એને ભોગમાં ભાનભૂલો પણ બનાવી શકે છે. એક્વાર એ જ જીવ ધૂળનાં ઘર બનાવવાં વિગેરે રમતો આદિની બાલક્રીડાઓમાં જ રાચ્યો-માચ્યો રહેતો હતો. જુવાની આવતાં, એ ક્રીડાઓની અરૂચિ ન્મે છે અને તેનું કારણ ભોગરાગ છે. આવી જ રીતિએ, અનન્તાનન્ત કાળથી સંસારમાં પરિભ્રમણ કરી રહેલા જીવને માટે ચરમાવર્ત કાલ એ યુવાનીનો કાળ છે. એ. યુવાનીના કાળમાં જ જીવમાં સાચો ધર્મરાગ પ્રગટી શકે છે. જીવમાં જ્યારે સાચો ધર્મરાગ પ્રગટે છે, એટલે ભોગરાગના યોગે યુવાનને જેમ બાલક્રીડાઓ તરફ અરૂચિભાવ પ્રગટે છે અને ભોગમાં જ આનંદ આવવા માંડે છે, તેમ સાચા ધર્મરાગને પામેલા ચરમાવર્તવર્તી ભવ્ય જીવને પણ વિષય-કષાયની આધીનતામાં અચરમાવર્ત કાલમાં જે આનંદ આવતો હતો તે આનંદ આવતો નથી અને વિષય-કષાયની આધીનતાના બળે જે ક્રીડા આદિ તે કરતો હતો, તેના તરફ અરૂચિભાવ પ્રગટે છે. પછી તો જુવાનને જેમ ભોગવિના ચેન પડતું નથી, તેમ ચરમાવર્તમાં આવવાથી યુવાનીને પામેલો અને તેની અનુકૂળતા થતાં બીજાં પણ કારણોનો સમાગમ થયેથી ધર્મરાગને પામેલો જીવ, ક્ર્મ કરીને એવી દશાનેય પામે છે કે-ધર્મ સિવાય એને ચેન પડતું નથી. આથી જ ઉપકારિઓએ ચરમાવર્ત કાલને ‘ધર્મયૌવનકાલ' ની ઉપમા આપી છે. યુવાનીમાંય સામગ્રીના અભાવે ભોગરાગ જન્મે નહિ
Page 72 of 234