________________
તે સમ્યજ્ઞાન છેલ્લા અડધા પુદગલપરાવર્તના અન્ત સુધી ટક્યું જ રહે, એવો પણ નિયમ નથી. એમ પણ બને કે-અડધા પુદગલપરાવર્ત કલમાં આવ્યા પછીથી લઘુકમિતા આદિનો યોગ થતાં સમ્યગ્દર્શન તથા સમ્યજ્ઞાનાદિ પ્રગટ્યું હોય અને સમ્યકુચારિત્ર ગુણ પણ પ્રગટ્યો હોય, છતાં પણ તેવા પ્રકારના નિમિત્તાદિને પામીને કર્મના વશથી જીવ પતનને પામી જાય અને તેનો હેયોપાદેયનો વિવેક જતો રહે. ફરી પાછો તે ઉપાદેયમાં હેયબુદ્ધિવાળો અને હેયમાં ઉપાદેયબુદ્ધિવાળો બની જાય. મોક્ષાભિલાષને પામ્યા પછીથી મોક્ષાભિલાષ આદિના સંબંધમાં પણ આવું બની શકે. મોક્ષાભિલાષ આદિને માટે અને સમ્યગ્દર્શનાદિને માટે આવું સર્વ જીવોને માટે બનતું નથી, પણ જે જીવોને માટે આવું બની જાય છે, તે જીવો પણ પુન: મોક્ષાભિલાષાદિને અને સમ્યગ્દર્શનાદિને પામીને એ જ આવર્તને અન્ને નિયમો મોક્ષને પામે છે. આથી સ્પષ્ટ થાય છે કે-મોક્ષને માટેનો પુસ્નાર્થ આ ચરમાવર્ત કાલમાં જ જીવ કરી શકે છે. આ કાળ પહેલાં તો જીવમાં મોક્ષને માટેનો પુરૂષાર્થ કરવાની વૃત્તિ જ પેદા થઇ શકતી નથી. સાચો ધર્મરાગ પણ જીવમાં આ ચરમાવર્ત કાલમાં જ પ્રગટી શકે છે, પણ તે પહેલાં તેવો ધર્મરાગ પણ જીવમાં પ્રગટી શકતો નથી. તે પહેલાંના કાળમાં તો જીવ ધર્મ કરે તોય તેનામાં મોક્ષહેતુક ધર્મરાગ હોય જ નહિ; માત્ર સંસારરાગ જ હોય. આથી જ્ઞાનિઓએ અચરમાવર્ત કાલને ભવબાલ-કાલ અને ચરમાવર્ત કાલને ધર્મયૌવન-કાળ કહાો છે. ધર્મયૌવન કાળમાં સંસારરાગ ન જ હોય-એમ નહિ, પણ આ કાળમાં આત્મામાં નાના પ્રકારનો ધર્મરાગ પણ પ્રગટી શકે છે. ચરમાવર્ત કાળમાં સાચો ધર્મરાગ પ્રગટવામાં કાળ બાધક નિવડતો નથી, છતાં સાચા ધર્મનો સાચો રાગ તો એ આવર્તનો અડધો ભાગ વીત્યા બાદ જ પ્રગટી શકે છે. સાચા ધર્મનો સાચો રાગ પ્રગટતાં પૂર્વે પણ જીવમાં મોક્ષના હેતવાળો ધર્મરાગ આદિ ઘણું પ્રગટી શકે છે અને તે ચરમાવર્ત કાલમાં જ પ્રગટી શકે છે, માટે ચરમાવર્ત કાલને જ્ઞાનિઓએ ધર્મયૌવન કાળ કહો
પરમ ઉપકારી, સુવિહિતશિરોમણિ, સમર્થ શાસ્ત્રકાર, આચાર્ય ભગવાન શ્રીમદ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ રચેલી વીસ વિંશિકાઓ પૈકીની પહેલી ચાર વિંશિકાઓમાં મુખ્ય મુખ્ય કયી કયી બાબતો છે તે આપણે જોઇ આવ્યા અને તેને અંગે આપણે કેટલીક પ્રાસંગિક વિચારણા પણ કરી આવ્યા. હવે પાંચમી વિશિકામાં મુખ્ય વિષય કયો છે, તે આપણે જોઇએ. પાંચમી વિંશિકાનું નામ છે - “બીજાદિ-વિંશિકા' આ નામ જ એમ સૂચવે છે કે-આ વિશિકામાં મુખ્ય વિષય બીજાદિ સંબધી છે. ચોથી “ચરમપરિવર્ત-વિંશિકા' પછી જ આ પાંચમી બીજાદિ-વિંશિકા કેમ રચવામાં આવી છે, તેનો ખૂલાસો પણ આ વિંશિકામાંથી મળી રહે છે. ચોથી વિંશિકની મુખ્ય બાબતનું અવલોક્ન કરતાં, આપણે એ વાત વિચારી આવ્યા છીએ કે ભવિતવ્યતા, સ્વભાવ, કર્મ, કાલ અને પુરૂષાર્થ, આ પાંચ કારણોના સમાગમ વિના જીવની કોઇ પણ પ્રકારની કાર્યસિદ્ધિ થઇ શકતી નથી. આ પાંચ કારણો પૈકીનું કોઇ પણ એકાદિ શરણ પ્રધાન હોય અને શેષ કારણો ગૌણ હોય એ બને, પણ દરેકે દરેક કાર્યસિદ્ધિ આ પાંચેય કારણોના સમાગમે જ શકય બને છે. આ વિંશિકામાં શુદ્ધ ધર્મરૂપ કલ્પવૃક્ષના બીજ આદિના સ્વરૂપનું વર્ણન કર્યા પછી, આ બીજની સંપત્તિ પણ ભવ્ય જીવને ચરમ પુદગલપરાવર્ત કાલમાં જ પ્રાપ્ત થાય છે-એમ કહીને, શાસ્ત્રકાર પરમષિએ તેના સમર્થનમાં ભવિતવ્યતા આદિ પાંચેય કારણોનું, તેના પ્રધાન-ગૌણભાવનું અને તેના સમાગમથી થતી કાર્યસિદ્ધિ આદિનું વર્ણન ક્યું છે. ભવ-બાલકાલ” ની ઉપમાનું કારણ :
ઉપકારિઓએ ચરમાવર્તની પહેલાંના કાળને “ભવબાલકાલ' તરીકે અને ચરમાવર્તના કાલને
Page 71 of 234