________________
યોગ્યતા કોઇ પણ પ્રકારના અમલી સ્વરૂપને પામી શકતી નથી. અચરમાવર્ત કાલમાં કાલની અપરિપકવતા હોય છે અને શરમાવર્ત કાલને પરિપક્વકાલ ધેવાય છે. અચરમાવર્ત કાલમાં જીવોનું સંસારપરિભ્રમણ નિયમા ખૂબ જ જોરદાર હોય છે. જ્યાં સુધી જીવોનું સંસારપરિભ્રમણ જોરદાર હોય છે, ત્યાં સુધી ગમે તેવી સારી સ્વભાવસિદ્ધ યોગ્યતાવાળા જીવ પણ નિયમા ત્યાજ્ય પદાર્થોને સ્વીકાર્ય પદાર્થો તરીકે અને સ્વીકાર્ય પદાથોને ત્યાજ્ય પદાર્થો તરીકે જુએ છે. તમે ચકડોળ તો જોયું છે ને ? ચકડોળમાં બેસનારને કેવાં ચક્કરો આવે છે, તે તો જે એમાં બેઠું હોય તે જાણે. પહેલાં તો એ ચકડોળને ગોળ ઘુમાવી ઘુમાવીને એમાં ભ્રમણશકિત પેદા કરવામાં આવે છે. એ વખતે ચકડોળમાં બેઠેલાઓમાં પણ એક પ્રકારની ભ્રમણશકિત પેદા થાય છે. ચકડોળને ખૂબ ખૂબ ઘુમાવ્યા પછી એને છોડી દેવામાં આવે છે, તોય એનામાં પ્રગટેલી ભ્રમણશકિતના બળે એ કેટલોક સમય ઘુમ્યા જ કરે છે. એની સાથે ચકડોળમાં બેઠેલાઓમાં પણ જે ભ્રમણશકિત પેદા થવા પામી હોય છે, તેને લીધે તેમનું મગજ પણ જાણે ચકરાવા લેતું હોય છે. ભ્રમણશકિત પેદા થતાં મગજ જ્યારે ચકરાવા લેવા માંડે છે, ત્યારે શું થાય છે? એ ઉંધું દેખે છે. વૃક્ષો, મકાનો વિગેરે જે જે સ્થિર વસ્તુઓ તેની નજર ચઢે છે, તે તેને ભમતી લાગે છે. ચકરાવા પોતે ખાય છે, છતાં એને લાગે છે કે-આખુંય જગત-પૃથ્વી પણ ચકરાવા ખાઇ રહેલ છે. જ્યાં સુધી એ ભ્રમણશક્તિનો વેગ મંદ પડતો નથી, ત્યાં સુધી એ જીવને બધું સ્થિર છતાં અસ્થિર લાગે છે. છોકરાંઓ ફેરફુદડી રમે છે, એય જાણો છો ને ? પહેલાં તો એ ધીમે ધીમે ગોળ ફરે છે. એમ કરતાં તેઓમાં ભ્રમણશકિત પેદા થઇ જાય છે, એટલે ભ્રમણનું જોર વધે છે. એ વખતે એમને મકાનો, વૃક્ષો અને જમીન વિગેરે ઉથલપાથલ થઇ જતું હોય એમ લાગે છે. એ વેગ એવો હોય છે કે-એને એકદમ રોકી શકાતો નથી. ભમવા માંડેલો છોકરો વેગમાં આવ્યા પછીથી એકદમ સ્થિર થવા માંગે તોય એકદમ સ્થિર થઇ શકતો નથી. જો તે વેગન સહી શકતો નથી, તો તે વેગમાં ને વેગમાં જમીન ઉપર પછડાય છે અને તેમ નથી બનતું તોય વેગ મંદ પડ્યા પછીથી એને એકદમ નીચે બેસી જવું પડે છે. નીચે બેસી ગયા પછીથી પણ કેટલાક સમય સુધી એની આંખે તમ્મર આવતાં હોય છે અને એનું મગજ ચકરાવા ખાતું હોય છે, એટલે તે વખતેય બધું જ તેને ભમતું દેખાય છે. આથી કેટલીક વાર એવા છોકરાઓની આંખોને હાથ દઇને દાબી દેવી પડે છે. જ્ઞાનિઓ ફરમાવે છે કે-અચરમાવર્ત કાલમાં જીવોનું સંસારપરિભ્રમણ જોરદાર હોય છે. એ પરિભ્રમણના યોગે જીવોમાં જે ભ્રમણશકિત પેદા થાય છે, તેના વેગને લીધે જીવો હેયને ઉપાદેય અને ઉપાદેયને હેય માનવાની એવી તો ભ્રમણાવાળા હોય છે કે-એ જીવોને હેયોપાદેયના સ્વરૂપને સમજાવનારનો ગમે તેવો સારામાં સારો યોગ થઇ જાય તોય તે તેમને માટે નિષ્ફળ જ નિવડે. ધર્મયૌવન કાળમાં :
ચરમાવર્ત કાલમાં જ એ વેગ મન્દતાને પામે છે અને એ આવર્તનો અન્તભાગ આવતાં તો જીવનું સંસારભ્રમણ સર્વથા અટકી જાય છે; અને તે પણ સદા કાળને માટે અટકી જાય છે. આ છેલ્લા આવર્તના કાલ દરમ્યાન જીવને જો પુણ્યોદયે ધર્મસામગ્રી મળી જાય છે અને લઘુકમિતા આદિનો જો યોગ થઇ જાય છે, તો તે મોક્ષાભિલાષ આદિને પામી શકે છે. મોક્ષાભિલાષ આદિન પામવા છતાં પણ જીવને હેયોપાદેય આદિનું સમ્યજ્ઞાન તો જ્યાં સુધી તેનો સંસારકાળ છેલ્લા અડધા પુદગલપરાવર્તથી અધિક બાકી હોય છે, ત્યાં સુધી પ્રગટી શકતું જ નથી. આમ છતાં પણ શરમાવર્ત કાલના તે અર્ધ પુદગલપરાવર્તની પહેલાના કાળમાં જીવને હેયોપાદેયનો સામાન્ય ખ્યાલ આવી શકે છે. છેલ્લા અડધા પુદગલપરાવર્તમાં આવ્યા પછીથી લઘુકમિતા આદિનો યોગ થયા બાદ સમ્યજ્ઞાનને પામેલા જીવોનું પણ
Page 70 of 234