________________
સમજાઇ જ હશે. જે જીવો મોક્ષને પામે છે, તે જીવો નિયમા ચરમાવર્ત્ત કાલને પામે છે. ચરમાવર્ત્ત કાલમાં આવ્યા પહેલાં કોઇ પણ રીતિઐિ તે જીવોમાં મોક્ષાભિલાષ આદિ પ્રગટી શકે નહિ. એ જ રીતિએ, જ્યાં સુધી જે જીવોનો સંસારકાલ અર્ધ પુદ્ગલપરાવર્તથી પણ અધિક બાકી હોય છે, ત્યાં સુધી તે જીવોમાં સમ્યગ્દર્શનાદિ ગુણો પ્રગટી શકે એ પણ શક્ય નથી. ધર્મશાસ્ત્રોના આવા ક્થનને જેઓ બરાબર સમજી શક્યા ન હોય, તેઓ ધર્મશાસ્ત્રોના આ ક્શનને બીજાઓને સમજાવવાને માટે એવું પણ બોલી નાખવાની ભૂલ કરે છે કે- ‘મોક્ષમાં સ્ત્રી નથી; કુટુંબ, ઘરબાર, ખાવાપીવાની સગવડ નથી; તેવા સ્થાનમાં જઇને કરવું શું ? એવા વિચારવાળા જીવોને તો એક પુદ્ગલપરાવર્ત્તથી વધારે સંસારમાં રહેવાનું છે. જેને મોક્ષની ઇચ્છા થઇ શકે છે તેને એક પુદ્ગલપરાવર્ત્ત સંસાર બાકી છે, એમ સમજ્યું.' હવે શાસ્ત્ર શું કહ્યું છે, તે તો યાદ છે ને ? મોક્ષનો આશય ચરમાવર્ત્ત કાલ પહેલાં પ્રગટતો નથી. ચરમાવર્તને પામ્યા વિના કોઇ જીવ મોક્ષના આશયને પામી શકતો નથી. આથી થયું શું ? ચરમાવર્ત્ત કાલ, એ મોક્ષના આશયને પામવાને માટેનો યોગ્યકાલ છે. આ રીતિએ કાલની યોગ્યતાને પામ્યા પછીથી પણ જ્યાં સુધી પાંચ કારણો પૈકીના એક પણ કારણનો અસમાગમ હોય, ત્યાં સુધી મોક્ષાભિલાષને પામી શકાય નહિ. ચરમાવર્ત્ત કાલનો ઘણો ઘણો કાળ વીતી જાય, ત્યાં સુધી પણ જીવ, પાંચ કારણો પૈકીના કોઇ એકાદા કારણના અસમાગમના કારણે પણ મોક્ષાભિલાષને પામે નહિ, તો એ પણ શક્ય જ છે. એવું પણ બને છે કે-જીવ પોતાના છેક છેલ્લા ભવમાં, કે જે ભવમાં તે મુક્તિને પામવાનો હોય, તે ભવમાં જ મોક્ષાભિલાષ આદિને, સમ્યક્ત્વને અને બાકીના પણ શેષ ગુણોને પામીને મોક્ષને પામે. એવા જીવો, પોતાના છેક છેલ્લા ભવ સુધી ન પામે મોક્ષાભિલાષ આદિને અને એથી ન પામે સમ્યગ્દર્શનાદિને, છતાં છેક છેલ્લા ભવમાં તેઓ બધું જ પામીને મોક્ષને પામે. આથી નિયમ બાંધવો હોય એટલે કે નિયમ બાંધીને આ વાત સમજાવવી હોય, તો એમ ક્હી શકાય કે- ‘કોઇ પણ જીવ જો વહેલામાં વહેલો મોક્ષાભિલાષને પામી શકે, તો તે ચરમાવર્ત્તને પામતાંની સાથે જ પામી શકે; અને કોઇ પણ જીવ જો વહેલામાં વહેલો સમ્યગ્દર્શન ગુણને પામી શકે તો તે ચરમાવર્ત્તના અર્ધ પુદ્ગલપરાવર્તને પામતાંની સાથે જ પામી શકે.' જે કોઇ જીવમાં મોક્ષની ઇચ્છા પ્રગટે, તે દરેક જીવને એક પુદ્ગલપરાવર્ત્ત સંસાર બાકી હોય જ-એવો નિયમ શ્રી જૈનશાસનમાં નથી જ. સમવાનું એ છે કે-અચરમાવર્ત કાલમાં, જીવમાં મોક્ષની ઇચ્છા પ્રગટે એ માટે જરૂરી પાંચ કારણોના સમાગમ પૈકી કાલના કારણનો સમાગમ તો થઇ શકતો જ નથી; એ કાલમાં તેવી ભવિતવ્યતા આદિનો સમાગમ પણ થઇ શક્તો જ નથી, પણ ત્યાં કાલનું અપરિપક્વપણું એ પ્રધાન કારણ છે. મોક્ષની ઇચ્છા પ્રગટવામાં કાલના કારણનો સમાગમ પણ જોઇએ જ અને તે ચરમાવતમાં જ હોઇ શકે છે; પણ જ્યાં સુધી જરૂરી પાંચેય કારણોનો સમાગમ થતો નથી, ત્યાં સુધી તો ચરમાવર્ત કાલમાં પણ જીવમાં મોક્ષાભિલાષ પ્રગટી શકતો નથી. ભવબાલ કાળમાં :
આ ચરમાવર્ત-વિંશિકામાં, ગ્રન્થકાર પરમષિએ, અચરમાવર્ત કાલને ‘ભવબાલકાલ’ તરીકે અને ચરમાવર્ત કાલને ‘ધર્મયૌવનકાલ’ તરીકે ઓળખાવ્યો છે. અહીં આપણે એમ ક્હી શકીએ કે-કાલની અપેક્ષાએ ચરમાવર્ત કાલમાં પુરૂષાર્થની પ્રધાનતા સંભવિત છે. ચરમાવર્ત કાલમાં આવેલો જીવ જો ધર્મસામગ્રીને પામીને પુરૂષાર્થનો ઉપયોગ કરવા માંડે, તો પુરૂષાર્થ દ્વારા તે સુન્દર પરિણામોને નિપજાવી શકે, એવો આ કાલ છે. મોક્ષગમનની યોગ્યતાવાળા જીવોમાં, મોક્ષગમનનો અભિલાષ જાગવાની યોગ્યતા પણ અનાદિસિદ્ધ જ હોય છે; પણ જ્યાં સુધી કાલનો પરિપાક થતો નથી, ત્યાં સુધી જીવની એ
Page 69 of 234