________________
ધર્મસામગ્રીને પામેલા અને ધર્મસામગ્રીને પામીને ધર્મક્રિયાઓને આચરનારા બનેલા; આટલું બધું છતાં પણ, એક માત્ર કલદોષની પ્રધાનતાને કારણે જ એ જીવો મોક્ષાભિલાષને પામે નહિ. એ જીવો મોક્ષાભિલાષને પામવાના-એ નક્કી વાત, કેમકે-સ્વભાવે ભવ્ય છે, પણ તે કયારે? તે જીવોનો સંસારકાળ એક પુદ્ગલપરાવર્તથી અધિક બાકી નહિ રહે તે પછી જ અને તેમાં પણ બાકીનાં ચારેય કારણોનો સમાગમ થતાં તેઓ મોક્ષાભિલાષને પામવાના આ કાળદોષ ટળે શી રીતિએ ? કાળ કાંઇ ખેંચ્યો ખેંચાતો નથી. કાળને અનિયત બનાવવાની કોઇની તાકાત નથી. કાલ તો ક્રમસર જ ચાલવાનો એટલે ભવ્યત્વ સ્વભાવવાળા જીવોને પણ ચરમ પુદ્ગલપરાવર્તની પ્રાપ્તિ પુરૂષાર્થથી થઇ શકે તેમ છે જ નહિ. આ વસ્તુને સમજનાર પણ માત્ર પુરૂષાર્થના અભાવે જ જીવો સંસારમાં રૂલે છે અને કાલાદિની કાંઇ જ કિમંત નથી, એવું કહી શકે નહિ. જ્યાં કાલદોષની પ્રધાનતા હોય, ત્યાં તે પણ માનવીજ જોઇએ. કર્મદોષની પ્રધાનતા :
આપણે સ્વભાવદોષ, ભવિતવ્યતાદોષ અને કલદોષની પ્રધાનતાની જેમ વિચારણા કરી, તેમ કર્મદોષની પ્રધાનતાની પણ વિચારણા કરવા જેવી છે, કે જેથી ભવિતવ્યતા, સ્વભાવ, કર્મ, કાલ અને પુરૂષાર્થ એ પાંચેય કારણોના સમાગમ વિના કોઇ પણ કાર્યસિદ્ધિ થઇ શકતી જ નથી, એ વાત બરાબર ખ્યાલમાં આવી જાય. માત્ર સમ્યગ્દર્શનને જ નહિ, પણ સર્વવિરતિ ધર્મનેય પામેલા તેમજ આત્માના એ પરિણામોનું સારી રીતિએ રક્ષણ થઇ શકે એ માટે સર્વોત્તમ કટિમાં ગણી શકાય એવા પુરૂષાર્થને પણ આચરનારા આત્માઓ, તેવા પ્રકારના નિકાચિત કર્મના બળે સર્વથા પતન અવસ્થાને પણ પામી જાય છે, એવું વર્ણન પણ શાસ્ત્રગ્રન્થોમાં સ્પષ્ટ રૂપમાં કરેલું છે. ચૌદ પૂર્વને ધરનારા શ્રુતકેવલી ભગવંતો, કે જેઓ નિયમા સમ્યકત્વને ધરનારા હોય છે-એટલું જ નહિ પણ જેઓ સંપૂર્ણ શ્રુતજ્ઞાનને પણ ધરનારા હોય છે, તેઓ પૈકીના પણ અનન્તની સંખ્યામાં પતનને પામ્યા છે. એમાં પણ કર્મદોષની જ પ્રધાનતા માનવી પડે. વળી ભગવાન શ્રી મહાવીર પરમાત્માનો આત્મા મરીચિના ભવમાં મુનિપણામાંથી પતનને પામ્યો, એમાં પણ કર્મદોષની પ્રધાનતાને જ માનવી પડે તેમ છે. મુનિપણામાંથી પતન પામતાં પહેલાં ભગવાન શ્રી મહાવીર પરમાત્માનો આત્મા, મરીચિના ભવમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકુચારિત્રને નહોતો પામ્યો અથવા તો જે ચૌદ પૂર્વધર શ્રુતકેવલી ભગવંતો પતનને પામ્યા તેઓ પણ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રને નહોતા પામ્યા, આવું કોઇ પણ શાસ્ત્રજ્ઞાતા તો કહી શકે તેમ છે જ નહિ. એવા પણ આત્માઓ તેવા પ્રકારના નિકાચિત કર્મના ઉદયથી પતનને પામ્યા અને એ રીતિએ પણ તેવી ઉચ્ચ દશાને પામેલા આત્માઓય પતનને પામે એ બનવાજોગ છે. આ વસ્તુનો જો સાચો ખ્યાલ હોય, તો “એક પુરૂષાર્થ વિના જ આત્માઓ સંસારમાં રૂલે છે અને કાલાદિની કાંઇ જ કિમંત નથી' -આવું ડાહ્યા માણસથી તો બોલી શકાય જ નહિ. ચરમાવ7માંય છેલ્લે ભવેય પમાય :
કાર્યસિદ્ધિના પાંચ કારણો પૈકી કાલ એ પણ એક મહત્ત્વનું કારણ છે અને ભિન્ન ભિન્ન પ્રસંગે જેમ સ્વભાવાદિ એક આદિ કારણોની પ્રધાનતા હોય છે તથા બીજા કારણોની ગૌણતા હોય છે, તેમ નિયમો મોક્ષને અને એથી મોક્ષાભિલાષ આદિને પણ નિયમા પામનારા જીવો, જ્યાં સુધી પોતાનો સંસારણ એક પુદગલપરાવર્તથી અધિક બાકી હોય ત્યાં સુધી મોક્ષાભિલાષ આદિને પામી શકે જ નહિ તેમજ જ્યાં સુધી પોતાનો સંસારકાળ અર્ધ પુદ્ગલપરાવર્તથી અધિક બાકી હોય ત્યાં સુધી સમ્યગ્દર્શનાદિને પામી શકે જ નહિ, એમાં કાલદોષની જ પ્રધાનતા છે-એ વાત તો આ બધા વર્ણન ઉપરથી તમને સારી રીતિએ
Page 68 of 234