________________
જીવો નિગોદમાંથી બહાર આવે, પણ એ વખતે તે જ જીવો નિગોદની બહાર આવે, કે જે જીવોની નિગોદમાં ભવિતવ્યતા પાકી હોય. જ્યાં આવો અનાદિસિદ્ધ સુનિશ્ચિત ક્રમ હોય, ત્યાં એકલા પુરૂષાર્થની ખામીથી જ જીવો સંસારમાં રૂલે છે, એમ જ્હી શકાય ? કાલદોષની ખામી :
જેમ સ્વભાવદોષની પ્રધાનતાના સ્થાને સ્વભાવદોષની પ્રધાનતાને અને ભવિતવ્યતાદોષની પ્રધાનતાના સ્થાને ભવિતવ્યતાદોષની પ્રધાનતાને માન્યા વિના છૂટકો નથી, તેમ કાલદોષની પ્રધાનતાના સ્થાને કાલદોષની પ્રધાનતાને પણ માન્યા વિના છૂટકો નથી. જે આત્માઓ અભવ્ય પણ નથી, જાતિભવ્ય પણ નથી, નિગોદમાંથી બહાર આવેલા છે અને ધર્મસામગ્રીને પણ પામેલા છે; એવા આત્માઓમાં પણ જે દુર્ભવ્ય આત્માઓ હોય છે, તેઓમાં જે મોક્ષાભિલાષ પ્રગટતો નથી, ત્યાં કર્યું કારણ મુખ્ય છે ? ખરેખર, તેઓ બીચારા એવા કાલમાં છે, કે જે કાલમાં તેઓમાં કોઇ પણ રીતિએ મોક્ષાભિલાષ પ્રગટ થઇ શકે જ નહિ. જ્યાં સુધી જે જીવમાં મોક્ષનો અભિલાષ પ્રગટે નહિ, ત્યાં સુધી તે જીવ મોક્ષને માટે પુરૂષાર્થ કરે, એ બને જ શી રીતિએ ? જેને મેળવવાનો લેશ પણ અભિલાષ ન હોય, તેને મેળવવાનો કોઇ પ્રયત્ન કરે એવું બને જ નહિ. આનો અર્થ એવો નથી કે-કોઇ જીવ મોક્ષનો અભિલાષ પામ્યા પહેલાં ધર્મને આચરતો જ નથી. મોક્ષના અભિલાષને પામ્યા વિના પણ, ધર્મને આચરનારા જીવોનો આ અનાદિ અનંત સંસારમાં તોટો નથી, કારણ કે-મોક્ષનો અભિલાષ નહિ હોવા છતાં પણ, સંસારના સુખનો અભિલાષ તો છે ને? દુ:ખનો ત્રાસ અને સંસારના સુખનો અભિલાષ હોય, એમાં જો એમ લાગો જાય કે-આ ધર્મને આચરવાથી અમુક સ્વર્ગાદિનું સુખ મળી જાય તેમ છે, તો મોક્ષના અભિલાષને નહિ પામેલા જીવો પણ ધર્મને આચરવા મંડી જાય, તેમાં નવાઈ પામવા જેવું કાંઇ છે જ નહિ. એવા તો અનન્તા જીવોએ અનંતી વાર પૌગલિક સુખની અભિલાષાથી ધર્મને સેવ્યો છે, પણ તેઓના તે ધમસેવનના પુરૂષાર્થને ઉપકારિઓએ મોક્ષસાધક પુરૂષાર્થ નથી કહાો પણ સંસારસાધક પુરૂષાર્થ જ કહ્યો છે. એ રીતિએ ધર્મનું સેવન કરનારા જીવો નવમા સૈવેયક સુધીના સ્વર્ગસુખને પણ પામ્યા છે, પણ એ જીવો એ સુખના કાળમાં પણ સાચા સુખના આસ્વાદને લઇ શકયા નથી અને પરિણામે પણ તેઓ ઘણા ઘણા દુ:ખને પામ્યા છે. માત્ર અભવ્ય જીવો જ આવા પ્રકારનું ધર્મસેવન કરે, એવો પણ નિયમ નથી. ભવ્યત્વ સ્વભાવને ધરનારા, જીવો પણ આવા પ્રકારનું ધર્મસેવન કરનારા હોય છે. ભવ્યત્વ સ્વભાવને ધરનારા હોવા છતાં પણ જે જીવો અચરમ ૫ગલપરાવર્ત કાલમાં હોય છે, તેઓ આ રીતિએ ધર્મને સેવે એ બને, તેમ છતાં પણ એ જીવોનો એ દ્રવ્યધર્મ અપ્રધાન કોટિનો ગણાય છે અને અપ્રધાન કોટિનો દ્રવ્યધર્મ ભાવધર્મનું કારણ પણ બની શકતો જ નથી. પ્રધાન કોટિનો દ્રવ્યધર્મ જ ભાવધર્મનું કારણ બની શકે છે. જેઓ એમ કહે છે કેમાત્ર અભવ્ય આત્માઓની ધર્મક્રિયાઓ જ અપ્રધાન દ્રવ્ય રૂપ ગણાય.' તેઓએ સમજવું જોઇએ કે-અભવ્ય આત્માઓની જેમ દુર્ભવ્ય આત્માઓ પણ અચરમાવર્ત કાલમાં ધર્મક્રિયાઓને આચરનારા હોઇ શકે છે અને તેમની ધર્મક્રિયાઓ પણ અપ્રધાન દ્રવ્ય રૂપ જ છે; કારણ કે-અપુનર્બન્ધકપણાને પામ્યા પહેલાં પ્રધાન દ્રવ્ય રૂપ ધર્મપ્રવૃત્તિ જીવમાં આવતી નથી-એમ પણ શાસ્ત્રકાર મહાપુરૂષો ફરમાવે છે અને અપુનર્બલ્પકપણાની ભવ્ય જીવોને જે પ્રાપ્તિ થાય છે, તે પ્રાપ્તિ પણ માત્ર ચરમાવર્ત કાલમાં જ સંભવે છે, -એમ પણ શાસ્ત્રકાર મહાપુરૂષો ફરમાવે છે. દુર્ભવ્ય જીવોની આ વિચિત્ર દશાનો તો વિચાર કરો ! સ્વભાવે મુકિતગમનની યોગ્યતાવાળા, પોતાની ભવિતવ્યતા પાકવાના યોગે નિગોદમાંથી બહાર આવીને મે કરીને ઠેઠ પંચેન્દ્રિયપણામાં પણ મનુષ્યપણાને પામેલા, મનુષ્યપણામાં પણ ઉત્તમ કોટિની
Page 67 of 234